તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કૌન બનેગા કરોડપતિ 12ના સેટ પરથી રિપોર્ટ:'વીડિયો કોલ અ ફ્રેન્ડ લાઈફલાઈન', સ્પર્ધકમાં ઘટાડો તથા લાઈવ ઑડિયન્સની ગેરહાજરી સહિત કોરોકાળમાં 'કેબીસી 12'માં જોવા મળશે આ મોટા ફેરફાર

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમિતાભ બચ્ચન 'કૌન બનેગા કરોડપતિ 12' હોસ્ટ કરતાં જોવા મળશે. આ શો 28 સપ્ટેમ્બરના રોજથી શરૂ થશે. આ શોમાં કોવિડ 19ને કારણે અનેક મોટા ફેરફાર કરવામાં આવ્યા છે અને પહેલી જ વાર મુખ્ય લાઈફ લાઈન ઑડિયન્સ પોલને રિપ્લેસ કરીને 'વીડિયો કૉલ ફ્રેન્ડ' લાવવામાં આવી છે. આ સિઝનની ટેગલાઈન 'સેટ-બેક કા જવાબ કમ-બેક' રાખવામાં આવી છે. આ શોની ટીમ આ મુશ્કેલ સમયમાં શોની સાથે કમબેક કરી રહી છે. કોરનાકાળમાં આ શોનું શૂટિંગ થઈ રહ્યું છે અને શૂટિંગ ગાઈડલાઈન હેઠળ કયા કયા ફેરફાર કરવામાં આવ્યા છે, તે વિશે જાણીએ.

ઑડિયન્સ પોલને બદલે 'વીડિયો કૉલ ફ્રેન્ડ' લાઈફલાઈન
'કેબીસી 12'માં હાલની પરિસ્થિતિને જોતા કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. મહામારીને કારણે શૂટિંગ ગાઈડલાઈનનું પૂરેપૂરું પાલન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે લાઈવ ઑડિયન્સ બોલાવવામાં આવશે નહીં. આ ઉપરાંત ત્રણ લાઈફ લાઈન 50:50, એક્સપર્ટને પૂછો તથા પ્રશ્ન બદલો એ ચાલુ રહેશે.

સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને આ પાંચ મોટા ફેરફાર

સેટને રી-ડિઝાઈન કરવામાં આવ્યોઃ સ્ટૂડિયો નેકસ્ટના હેડ ઈન્દ્રનીલ ચક્રબોર્તીએ કહ્યું હતું, 'કેબીસી'ની આ સિઝન માટે અમે જાણી જોઈને સેટને ફરીથી ડિઝાઈન કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન માટે લેવામાં આવ્યો હતો. અમે નિશ્ચિત છીએ કે અમિતાભ બચ્ચનનો જાદુ તથા સ્પર્ધકોની રસપ્રદ ઓન-સ્ક્રીન, ઓફ-સ્ક્રીન સફર દર્શકોને મંત્રમુગ્ધ કરી દેશે. આ શો ચાહકોમાં લોકપ્રિય છે. અને આ સિઝનમાં પણ ઘણી રસપ્રદ ક્ષણો જોવા મળશે.'

સેટને રી-ડિઝાઈન કરીને 10ને બદલે 8 ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ સ્પર્ધકોની સીટ
સેટને રી-ડિઝાઈન કરીને 10ને બદલે 8 ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ સ્પર્ધકોની સીટ

સેટ પર માત્ર સ્પર્ધકના પરિવારના લોકોઃ દર વખતે સ્પર્ધકોને ઉત્સાહ અપાવવા માટે સેટ પર ઑડિયન્સને બોલાવવામાં આવી હતી પરંતુ આ વખતે માત્ર હોટસીટ પર બેસનાર સ્પર્ધકોના પરિવારના સભ્યો જ જોવા મળશે. તેમના માટે અલગથી સેટમાં જગ્યા બનાવવામાં આવી છે.

ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટઃ શોમાં ભાગ લેવા માટે પહેલા ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટનો રાઉન્ડ જીતવો પડે છે. દર વર્ષે 10 સભ્યો હોય છે. જોકે, આ વખતે સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે 10ને બદલે માત્ર 8 લોકો જ ભાગ લેશે.

સ્પર્ધક-અમિતાભ વચ્ચે અંતર વધ્યું: અમિતાભ બચ્ચન કોરોનાની ચપેટમાં આવી ગયા છે અને તેથી જ સેટ પર વધુ સાવધાની રાખવામાં આવે છે. આ વખતે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે બિગ બીની સીટને સ્પર્ધકની સીટથી દૂર રાખવામાં આવી છે.

બિગ બી રોજ 15 કલાક શૂટિંગ કરે છે અને વધુ સાવધાની રાખવામાં આવે છે
બિગ બી રોજ 15 કલાક શૂટિંગ કરે છે અને વધુ સાવધાની રાખવામાં આવે છે

સ્પર્ધકે જાતે ઈન્ટ્રો વીડિયો બનાવ્યોઃ હોટસીટ પર બેઠેલી દરેક વ્યક્તિનો પરિચય એક ક્રિએટિવ વીડિયોથી આપવામાં આવે છે. આ વખતે ટીમ મેમ્બર્સ માટે ટ્રાવેલ કરવું શક્ય નહોતું અને તેથી જ સ્પર્ધકોને વર્ચ્યુઅલ ટ્રેનિંગ આપીને ઈન્ટ્રો વીડિયો રેકોર્ડ કરાવવામાં આવ્યો હતો.

સુરક્ષા માટે સેટ પર જરૂરી વ્યવસ્થા કરવામાં આવી
ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને સેટ પર માત્ર 50 ટકા ક્રૂ મેમ્બર્સ તથા ટીમ કામ કરે છે. સેટ સાથે જોડાયેલા સૂત્રોના મતે, 'શોનું શૂટિંગ શરૂ કર્યા પહેલા દરેક વ્યક્તિનો કોવિડ 19નો સેટ કરવામાં આવ્યો હતો. તે પહેલા તમામને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા હતા. સેટ પર સાવધાની માટે દરેક એન્ટ્રી ગેટ પર સેનિટાઈઝેશનની ટનલ બનાવવામાં આવી છે. દરેક જગ્યાએ સેનિટાઈઝની બોટલ રાખવામાં આવી છે. દરેક વ્યક્તિ એકબીજા સાથે તાલ-મેલ બેસાડીને કામ કરે છે. અડધી ટીમ સાથે કામ કરવું પડકારજનક હતું પરંતુ ટીમ નિરાશ થઈ નહોતી.'

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો