તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓફર ઠુકરાવી:'અનુપમા'નો લીડ રોલ રિજેક્ટ કરવા બદલ સાક્ષીથી લઈ શ્વેતા સહિત આ એક્ટ્રેસિસને મન ભરીને પસ્તાવો થતો હશે!

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂપાલી ગાંગુલી પહેલાં 'અનુપમા' શો છ એક્ટ્રેસિસને ઓફર કરવામાં આવ્યો હતો
  • આ શો ઘણાં મહિનાઓ સુધી TRP ચાર્ટમાં નંબર વન રહ્યો હતો

ટીવી સિરિયલ 'અનુપમા' છેલ્લા ઘણાં સમયથી TRP ચાર્ટમાં નંબર વન પર રહી હતી. જોકે, છેલ્લાં ત્રણેક અઠવાડિયાથી આ શો નંબર વન રહ્યો નથી. જોકે, માનવામાં આવે છે કે લૉકડાઉનને કારણે સ્ટોરી લાઈનમાં ફેરફાર થવાને કારણે દર્શકોને શો થોડો ઓછો પસંદ આવ્યો. આ શોમાં લીડ રોલ પ્લે કરતી રૂપાલી ગાંગુલીની એક્ટિંગના ચારેબાજુ વખાણ થઈ રહ્યાં છે. રૂપાલીએ આ શોથી ટીવીમાં કમબેક કર્યું છે. જોકે, બહુ ઓછા લોકોને ખ્યાલ છે કે આ શો પહેલાં ઘણી જાણીતી એક્ટ્રેસિસને ઓફર કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે શોમાં કામ કરવાની ના પાડી હતી. આજે 'અનુપમા'ની લોકપ્રિયતા જોઈને આ તમામ એક્ટ્રેસિસને મનમાં ને મનમાં અફસોસ થતો હશે તે વાત નક્કી છે.

સાક્ષી તન્વર

રૂપાલી પહેલાં આ શો ટીવી એક્ટ્રેસ સાક્ષી તન્વરને ઓફર થયો હતો. જોકે, સાક્ષી છેલ્લે 2016માં ટીવી સિરીઝ '24'માં જોવા મળી હતી. ત્યારબાદ તેણે ડિજિટલ પ્લેટફોર્મ પર ફોકસ કર્યું છે. સાક્ષી પાસે ડિજિટલ પ્લેટફોર્મના અન્ય પ્રોજેક્ટ્સ હોવાથી તેણે આ શોમાં કામ કરવાની ના પાડી દીધી હતી.

શ્વેતા સાલ્વે​​​​​​

શ્વેતા સાલ્વેને પણ આ શો ઓફર થયો હતો. તેણે તો આ શો માટે સ્ક્રીન ટેસ્ટ પણ આપ્યો હતો. જોકે, શ્વેતા તથા પ્રોડ્યસૂર રાજન સાહી વચ્ચે ફી અંગે ચર્ચા થઈ હતી અને શ્વેતા ઓછી ફીમાં કામ કરવા તૈયાર નહોતી.

શ્વેતા તિવારી

શ્વેતા તિવારી હાલમાં 'ખતરો કે ખિલાડી 11'ના શૂટિંગ માટે સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં છે. તેને પણ આ શો ઓફર થયો હતો. જોકે, પોતાના અન્ય કમિટમેન્ટ્સને કારણે શ્વેતા આ શો કરી શકી નહીં.

મોના સિંહ

'જસ્સી જૈસી કોઈ નહીં' ફૅમ મોના સિંહને પણ શો ઓફર કરવામાં આવ્યો હતો. જોકે, મોનાએ કયા કારણોસર આ શોમાં કામ કરવાની ના પાડી તે વાત હજી સુધી સામે આવી નથી.

ગૌરી પ્રધાન

પ્રોડ્યૂસર રાજન સાહી 'અનુપમા'ના લીડ રોલ માટે ગૌરી પ્રધાન પાસે પણ ગયા હતા. ગૌરીએ પણ લીડ કેરેક્ટર માટે સ્ક્રીન ટેસ્ટ આપ્યો હતો. જોકે, મેકર્સને ગૌરી પ્રધાન લીડ રોલ માટે પસંદ આવી નહીં.

જૂહી પરમાર

'કુમકુમ' ફૅમ જૂહી પરમારને પણ આ શો ઓફર થયો હતો. જોકે, જૂહીએ આ શોને બદલે અન્ય શોની પસંદગી કરી હતી. હાલમાં જૂહી 'હમારી વાલી ગુડ ન્યૂઝ'માં જોવા મળી રહી છે.