તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રોમો:'બાલિકા વધૂ'ની બીજી સિઝન આવશે, નવી 'આનંદી' બાળ લગ્ન અટકાવશે

મુંબઈ3 મહિનો પહેલા

ટીવીનો એક સમયનો લોકપ્રિય શો 'બાલિકાવધૂ'ની હવે બીજી સિઝન આવી રહી છે. હાલમાં જ બીજી સિઝનનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો હતો, જેમાં એક નાનકડી બાળકી રંગ-બેરંગી કપડાંમાં જોવા મળી હતી.

શું છે પ્રોમોમાં?
પ્રોમોમાં જોવા મળે છે કે એક નાનકડી બાળકી (નવી આનંદી) રમતી હોય છે. તેને જોઈને એક મહિલા કહે છે, 'અરે કેટલી સુંદર બાળકી છે, આના માટે તો નાનકડો રાજકુમાર શોધવો પડશે.'

આ વખતે શ્રેયા પટેલ તથા વંશ સયાનીએ આનંદી તથા જગ્યાનો રોલ પ્લે કર્યો છે. ચર્ચા છે કે બીજી સિઝન પણ પહેલી સિઝન જેવી જ હશે. પહેલી સિઝનમાં આનંદીનો રોલ અવિકા ગોર તથા જગ્યાનો રોલ અવિનાશ મુખર્જીએ ભજવ્યો હતો.

મોટી આનંદીના રોલમાં પ્રત્યુષા બેનર્જી તથા જગ્યાના રોલમાં શશાંક વ્યાસ જોવા મળ્યા હતા. થોડાં સમય બાદ પ્રત્યુષા બેનર્જીએ સિરિયલ છોડી દીધી હતી અને પછી તોરલ રાસપુત્રા જોવા મળી હતી.

'બાલિકા વધૂ 2'નું શૂટિંગ રાજસ્થાનમાં શરૂ થઈ ગયું છે અને ટીમ મુંબઈમાં જલ્દીથી પરત ફરશે. ટૂંક સમયમાં આ શો ટીવી પર પ્રસારિત થશે. પ્રોમો રિલીઝ બાદ ચાહકો ઘણાં જ એક્સાઈટેડ છે. સિરિયલમાં રિદ્ધિ નાયક શુક્લા, કેતકી દવે, સીમા મિશ્રા, અંશુલ ત્રિવેદી, સુપ્રિયા શુક્લા જોવા મળશે.