ધ કપિલ શર્મા શો:કપિલ શર્માના શોનો પ્રોમો રિલીઝ, કૃષ્ણા અભિષેક જોવા ના મળ્યો

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોમેડિયન કપિલ શર્માના શોની ચાહકો આતુરતાથી રાહ જોતા હોય છે. હાલમાં જ 'ધ કપિલ શર્મા'ની નવી સિઝનનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો હતો. આ શોમાં ટીવી એક્ટ્રેસ સૃષ્ટિ રોડેએ ધમાકેદાર એન્ટ્રી લીધી છે. નવાઈની વાત એ છે કે પ્રોમોમાં સપના એટલે કે કૃષ્ણા અભિષેક જોવા મળ્યો નથી.

10 સપ્ટેમ્બરથી શો શરૂ થશે
'ધ કપિલ શર્મા'નો લેટેસ્ટ પ્રોમો સો.મીડિયામાં વાઇરલ થયો છે. આ શો 10 સપ્ટેમ્બરથી શરૂ થશે.

આ વખતે અલગ અંદાજ જોવા મળ્યો
ગઈ સિઝનમાં મંજૂ એટલે કે સુમોના ચક્રવર્તીએ શોમાં કપ્પુ શર્મા (કપિલ શર્મા)ની પડોશી બની હતી. જોકે, લેટેસ્ટ સિઝનમાં તે પત્ની બની છે. પ્રોમોમાં ચંદુ ચા વાળો એટલે કે ચંદન પ્રભાકર સાઉથ ઇન્ડિયનના અવતારમાં જોવા મળ્યો છે.

સૃષ્ટિ રોડેની એન્ટ્રી
શોમાં ટીવી એક્ટ્રેસ સૃષ્ટિ રોડેની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. અર્ચના પૂરન સિંહ પણ પ્રોમોમાં જોવા મળી હતી. આ ઉપરાંત કિકુ શારદા, ગૌરવ દુબે, ઈશ્તિયાક ખાન, શ્રીકાંત મસ્કી, સિદ્ધાર્થ સાગર પણ જોવા મળ્યા હતા. જોકે, પ્રોમોમાં કૃષ્ણા અભિષેક જોવા મળ્યો નહોતો.

પૈસાને કારણે શો છોડ્યો હોવાની ચર્ચા
શોના નિકટના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 'શોના મેકર્સ તથા કૃષ્ણાએ ફી અંગે સમાધાન કરવાના ઘણાં પ્રયાસો કર્યા હતા, પરંતુ બંને વચ્ચે પૈસા મુખ્ય મુદ્દો છે. આ જ કારણે કૃષ્ણા આ શોમાં જોવા મળશે નહીં.

કપિલ શર્મા સાથે અણબનાવ હોવાની વાત ખોટી
એવી અફવા પણ વહેતી થઈ હતી કે કૃષ્ણા તથા કપિલ શર્મા વચ્ચે મતભેદ હતા. સૂત્રોના મતે, આ પાયાવિહોણી વાત છે. કૃષ્ણા ફીને કારણે આ શો કરી શકે તેમ નથી. આ શોનો પ્રોડ્યૂસર કપિલ શર્મા નથી. કપિલને પણ ચોક્કસ રકમની ફી મળે છે. તેની અને કૃષ્ણા વચ્ચે મતભેદ હોવાની વાત બેઝલેસ છે. બધી વાતો પૈસા પર નિર્ભર છે. કપિલ તથા કૃષ્ણાને એકબીજા માટે માન છે. જોકે, હજી સુધી એ વાત કન્ફર્મ નથી કે કૃષ્ણા શોમાં નહીં જ આવે. જો કંઈક વચ્ચેનો રસ્તો નીકળે તો કૃષ્ણા શોમાં ધમાકેદાર એન્ટ્રી લઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...