'બિગ બોસ' તથા 'નાગિન 6' ફૅમ મહક ચહલની તબિયત ખરાબ હોવાની વાત સામે આવી છે. તે છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં એડમિટ છે. તેની તબિયત એ હદે ખરાબ હતી કે તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. તેણે ચારેક દિવસ ICUમાં હતી. મીડિયા સાથેની વાતચીતમાં મહકે હેલ્થ અપડેટ આપી હતી. તેણે કહ્યું હતું કે તેની તબિયત હવે પહેલાં કરતાં સારી છે, પરંતુ હાલમાં તે હોસ્પિટલમાં જ છે.
મહકે કહ્યું હતું, 'હું 3-4 દિવસ ICUમાં રહી હતી. હું ઓક્સિજન વેન્ટિલેટર સપોર્ટ પર હતી. 2 જાન્યુઆરીના રોજ હું બેભાન થઈ ગઈ હતી. મને છાતીમાં દુખાવો થતો હતો. હું શ્વાસ લઈ શકતી નહોતી. ત્યારબાદ મને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી.'
શ્વાસ લેવો મુશ્કેલ થઈ ગયો હતો
મહકે આગળ કહ્યું હતું, 'જ્યારે હું હોસ્પિટલમાં એડમિટ થઈ તો સીટી સ્કેનથી ખ્યાલ આવ્યો કે બંને ફેફસાંમાં ઇન્ફેક્શન થયું હતું. હજી પણ હોસ્પિટલમાં છું, પરંતુ હવે નોર્મલ વૉર્ડમાં શિફ્ટ કરવામાં આવી છે. મને હોસ્પિટલમાં એડમિટ થયે આઠેક દિવસ થઈ ગયા અને મારી તબિયત સુધારા પર છે. જોકે, હજી પણ ઓક્સિજન લેવલ ઉપર-નીચે થતું રહે છે.'
ઘણી જ ડરી ગઈ હતી
મહકે વધુમાં કહ્યું હતું, 'હું બહુ જ ડરી ગઈ હતી. હું આ રીતે ક્યારેય બીમાર પડી નથી. બેભાન થવું, શ્વાસ લેવામાં તકલીફ, ખાંસી આવે તો પણ દુખાવો થતો હતો. મને ખબર નહોતી પડતી કે મારી સાથે શું થઈ રહ્યું છે.'
કેમ કોઈને કહ્યું નહીં?
મહકે કહ્યું હતું કે તેની તબિયત અંગે માત્ર પરિવાર ને ક્લોઝ ફ્રેન્ડને જ ખબર હતી. તે નહોતી ઈચ્છતી કે તે બધાને કહે અને બધા ચિંતામાં રહે.
ઉલ્લેખનયી છે કે 43 વર્ષીય મહકે 2002માં તેલુગુ ફિલ્મ 'નીથો'થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે 'નઈ પડોશન'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે હિંદી, તેલુગુ, પંજાબી તથા તમિળ ફિલ્મમાં કામ કર્યું છે. 'બિગ બોસ 5'ની સિઝનમાં તે રનર-અપ રહી હતી. 'નાગિન 6'માં તેણે શેષ નાગિનનો રોલ પ્લે કર્યો છે. મહકે એક્ટ્રેસ અમિષા પટેલના ભાઈ અસ્મિત પટેલ સાથે સગાઈ કરી હતી. જોકે, 2020માં મહેકે આ સગાઈ તોડી નાખી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.