'ધ કપિલ શર્મા શો'નો પ્રોમો:કપિલ શર્માએ શૂટિંગ શરૂ કર્યું, અર્ચના પૂરન સિંહે BTS વીડિયો શૅર કર્યો

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કપિલ શર્માનો શો 'ધ કપિલ શર્મા શો' ફરી શરૂ થઈ રહ્યો છે. અર્ચના પૂરન સિંહ આ શોનો મહત્ત્વનો હિસ્સો છે. અર્ચનાએ સો.મીડિયામાં આ શોનો પ્રોમો રિલીઝ કર્યો હતો.

અર્ચના પૂરન સિંહ ખુશખુશાલ
સો.મીડિયામાં શૅર કરેલા વીડિયોમાં અર્ચના ઘણી જ ખુશ જોવા મળી હતી. આ શોના પ્રોમોનું શૂટિંગ અર્ચનાના મડ આઇડલેન્ડ ઘરની નજીકમાં થતું હતું. વીડિયોમાં અર્ચનાએ કહ્યું હતું કે તે પ્રોમો શૂટ માટે જાય છે. તેને ખ્યાલ છે કે ચાહકો આ શોના કમબેકથી ખુશ છે. તેઓ ટૂંક સમયમાં પરત ફરી રહ્યા છે. તે પ્રોમો શૂટિંગ માટે ઉત્સુક છે.

અર્ચનાને એક લાઇન પણ યાદ ના રહી
અર્ચનાએ પ્રોમોનો બિહાઇન્ડ ધ સીન્સ વીડિયો શૅર કર્યો હતો. અર્ચનાએ કહ્યું હતું કે પ્રોમોની સ્ક્રિપ્ટમાં તેણે માત્ર એક લાઇન જ બોલવાની હતી અને તે પણ તેને યાદ રહી નહોતી. જોકે, પ્રોમોમાં એક લાઇન પણ મહત્ત્વની છે. ત્યારબાદ અર્ચનાએ સેટ બતાવ્યો હતો.

કપિલ શર્મા તદ્દન હટકે લુકમાં જોવા મળ્યો

સપ્ટેમ્બરમાં શો શરૂ થશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કપિલનો શો 15 સપ્ટેમ્બરની આસપાસ શરૂ થશે. હાલમાં કપિલના શોની જગ્યાએ શેખર સુમન-અર્ચના પૂરન સિંહનો 'ઇન્ડિયાઝ લાફ્ટર ચેમ્પિયન' આવી રહ્યો છે.

કપિલ ટીમ સાથે કેનેડા ગયો હતો
કોમેડિયન કપિલ શર્મા ટીમ સાથે દુબઈ તથા કેનેડા લાઇવ શો માટે ગયો હતો. અહીંયા બે મહિના રહ્યો હતો. લાંબા બ્રેક બાદ હવે તે ટીવી પર કમબેક કરી રહ્યો છે.