કપિલને કારણે અક્કીની ફિલ્મ નથી ચાલતી?:ખિલાડી કુમાર બોલ્યો- 'આ માણસ મારી તમામ સારી બાબતો પર નજર લગાડે છે'

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

'ધ કપિલ શર્મા શો' ફરી એકવાર શરૂ થવા જઈ રહ્યો છે. હાલમાં જ શોનો એક પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો હતો. પ્રોમોમાં શોના પહેલા એપિસોડની ઝલક બતાવવામાં આવી હતી. પહેલા એપિસોડમાં અક્ષય કુમાર જોવા મળશે. અક્ષય કુમારે શોમાં કહ્યું હતું કે તેની ફિલ્મ ફ્લોપ જવાનું કારણ કપિલ શર્મા છે.

અક્ષય કુમારે કપિલ પર ઠીકરું ફોડ્યું
પ્રોમોમાં કપિલે પોતાના શોમાં અક્ષય કુમાર તથા રકુલ પ્રીત સિંહનું વેલકમ કર્યું હતું. કપિલે અક્ષયને પૂછ્યું હતું, 'પાજી, તમે દર વર્ષે તમારા બર્થડે પર એક વર્ષ નાના કેવી રીતે થઈ જાવ છો? અક્ષયે ચિડાઈને એવો જવાબ આપ્યો હતો, 'આ વ્યક્તિ એટલી નજર લગાડે છે, મારી તમામ વસ્તુઓ પર, મારી ફિલ્મ પર, મારા પૈસા પર અને હવે તો મારી કોઈ ફિલ્મ પણ ચાલતી નથી.' અક્ષય તથા રકુલે શોમાં 'કઠપૂતલી'નું પ્રમોશન કર્યું હતું.

ડિજિટલ પ્લેટફોર્મ પર ફિલ્મ રિલીઝ થઈ
અક્ષય કુમારે 'કઠપૂતલી'ને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો. આ ફિલ્મ 2 સપ્ટેમ્બરે સ્ટ્રિમ થઈ છે. અક્ષયની 'પૃથ્વીરાજ ચૌહાણ' તથા 'રક્ષાબંધન' બોક્સ ઓફિસ પર સુપરફ્લોપ રહી છે. આ જ કારણે અક્ષયે આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે.

કપિલે ફિલ્મના શૂટિંગ માટે બ્રેક લીધો હતો કપિલે નંદિતાની દાસની ફિલ્મ માટે શોમાંથી બ્રેક લીધો હતો. આ ફિલ્મમાં કપિલ શર્મા ફૂડ ડિલિવરી બોય તરીકે જોવા મળશે. આ ફિલ્મનું ટાઇટલ 'ઝ્વિગાટો' છે. કપિલનો શો 10 સપ્ટેમ્બરથી શરૂ થશે.