બિગ બોસ 14:સલમાન ખાનના શોની ગ્રાન્ડ ફિનાલે 21 ફેબ્રુઆરી, 2021ના રોજ યોજાશે

મુંબઈએક વર્ષ પહેલા

છેલ્લાં અઢી મહિનાથી સલમાન ખાનનો શો 'બિગ બોસ 14' દર્શકોનું મનોરંજન કરે છે. TRPની રેસમાં આ શો જોવા મળ્યો નથી, પરંતુ સોશિયલ મીડિયામાં આ શો ચર્ચામાં રહ્યો છે. છ નવા ચેલેન્જર્સની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીથી દર્શકોને મજા આવી છે. ગઈ સિઝનની જેમ આ વખતે શો ટોપ રેટેડ બન્યો નથી.

શો આગળ વધશે નહીં
મેકર્સ આ સિઝનને એક્સટેન્ડ કરવાના મૂડમાં નથી. TRP ઓછી આવતી હોવાને કારણે મેકર્સ આ શો નક્કી કરેલી તારીખ પર જ પૂરો કરશે. ગઈ સિઝનની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને મેકર્સને આશા હતી કે આ સિઝન પણ TRP ચાર્ટમાં કમાલ બતાવશે. જોકે, એવું થયું નહીં.

પ્લાનિંગ પ્રમાણે, 21 ફેબ્રુઆરી, 2021ના રોજ આ શોની ફિનાલે હશે. શોમાં જ્યારે સ્પર્ધકોએ એન્ટ્રી લીધી ત્યારે આ તારીખ કહેવામાં આવી હતી. જોકે, તે સમયે એક્સટેન્શન અંગે પણ વાત કરવામાં આવી હતી. જોકે, હવે એવો કોઈ પ્લાન નથી. આગામી અઠવાડિયાને રસપ્રદ બનાવવા માટે હજી વાઈલ્ડ કાર્ડથી સ્પર્ધકોને 'બિગ બોસ'માં એન્ટ્રી આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...