તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સો.મીડિયા વાઇરલ:સ્પોર્ટ્સ બ્રા ફ્લોન્ટ કર્યા બાદ 'બિગ બોસ OTT'ની પૂર્વ સ્પર્ધક હવે બિકીનીમાં જોવા મળી

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉર્ફી જાવેદે ટ્રોલ્સ થયા બાદ કહ્યું, મારે પબ્લિસિટી જોઈતી હોત તો હું એરપોર્ટ પર કપડાં પહેર્યા વગર જાત.

'બિગ બોસ OTT'માં ઉર્ફી જાવેદ માત્ર એક જ અઠવાડિયામાં શોમાંથી આઉટ થઈ ગઈ હતી. જોકે, સો.મીડિયામાં ઉર્ફી પોતાની સિઝલિંગ તસવીરોથી ખળભળાટ મચાવી રહી છે. શોમાંથી આઉટ થયા બાદ ઉર્ફી સો.મીડિયામાં સતત તસવીરો શૅર કરી રહી છે. ઉર્ફીએ આ પહેલાં મુંબઈ એરપોર્ટ પર શોર્ટ ક્રોપ ટોપમાં બ્રા ફ્લોન્ટ કરી હતી અને તેને કારણે તેની ઘણી જ મજાક ઉડાવવામાં આવી હતી. હવે ઉર્ફીએ સો.મીડિયામાં બિકીનીની તસવીરો શૅર કરી છે.

હાલમાં ઉર્ફી નિયોન ગ્રીન બિકીનીમાં જોવા મળી
ઉર્ફીએ સો.મીડિયામાં નિયોન ગ્રીન બિકીની પહેરેલી તસવીરો શૅર કરી છે. આ તસવીરો શૅર કરીને ઉર્ફીએ કેપ્શન આપ્યું હતું, 'એવું કંઈ જ નથી જે હસતા દિલને હલાવી શકે. તમને શું વધારે પસંદ છે? બીચ કે પર્વત? મને બંને' ઉલ્લેખનીય છે કે ઉર્ફી થોડાં સમય પહેલાં જ ગોવાથી પરત ફરી છે.

એરપોર્ટ પર બ્રા ફ્લોન્ટ કરતી જોવા મળી હતી
ઉલ્લેખનીય છે કે થોડાં દિવસ પહેલાં જ મુંબઈ એરપોર્ટ પર ઉર્ફી ડેનિમ જેકેટ, સ્પોર્ટ્સ બ્રા તથા જીન્સમાં જોવા મળી હતી. ઉર્ફીનું જેકેટ એટલું નાનું હતું કે તેની બ્રા દેખાઈ આવતી હતી. ઉર્ફીના આ પ્રકારના કપડાંને કારણે તેને સો.મીડિયામાં ઘણી જ ટ્રોલ કરવામાં આવી હતી. ટ્રોલિંગ બાદ ઉર્ફીએ આ અંગે વાત કરી હતી.

શું કહ્યું ઉર્ફીએ?
ઉર્ફીએ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'મારી પાસે કપડાં કરતાં પણ ઘણું બધું છે. ખબર નહીં, લોકો મારા વિશે કેમ વાત કરતી નથી. હું એ વાત સમજી ચૂકી છું કે હું ગમે તે પોસ્ટ કરું, લોકોની પાસે હંમેશાં કંઈને કંઈ કહેવા માટે હોય છે. હું બિકીની પહેરું કે સલવાર સૂટ, હંમેશાં ભદ્દી કમેન્ટ્સ આવે છે.'

વધુમાં એક્ટ્રેસે કહ્યું હતું, 'હું લખનઉની છું અને મારો પરિવાર ઘણો જ જૂનવાણી છે. તેમ છતાંય મારા પરિવારને ક્યારેય મારા કપડાં સામે વાંધો રહ્ોય નથી. આજે મને જે પસંદ છે, તે હું પહેરું છું. મને ગમે છે. મને એનાથી કોઈ ફેર પડતો નથી કે લોકો મારા વિશે શું કહે છે.'

પબ્લિસિટી જોઈતી હોત તો કપડાં વગર જાત
ઉર્ફીએ આગળ કહ્યું હતું, 'શરૂઆતમાં મને લાગતું હતું કે કદાચ મારી ભૂલ છે, પરંતુ હવે એવું નથી લાગતું. જો મારે પબ્લિસિટી જ જોઈતી હોત તો એરપોર્ટ પર વગર કપડે પહોંચી જાત. હું આવી જ છું અને જો આનાથી પબ્લિસિટી મળતી હોત તો આ સારું છે.'

2016માં કરિયર શરૂ કરી
1996માં લખનઉમાં જન્મેલી ઉર્ફીએ 2016માં ટીવી સિરિયલ 'બડે ભૈય્યા કી દુલ્હનિયા'થી ટીવી ડેબ્યૂ કર્યું હતું. પછી તે 'ચંદ્ર નંદિની', 'મેરી દુર્ગા', 'સાત ફેરો કી હેરાફેરી', 'બેપનાહ', 'ડાયન', 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' તથા 'કસૌટી જિંદગી કી'માં જોવા મળી હતી.