પ્રતિક્રિયા:ચાહકે કપિલ શર્માને પૂછ્યું- શું તમારી સાથે કામ કરવાની તક મળશે? કોમેડિયન બોલ્યો- હું તો હજી ઘરમાં જ બેઠો છું

મુંબઈ7 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોમેડિયન કપિલ શર્મા ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. કપિલનો લોકપ્રિય શો 'ધ કપિલ શર્મા' ફેબ્રુઆરીથી ઓફ એર છે. શો જોવા ના મળતાં ચાહકો નિરાશ છે. હાલમાં જ કપિલે કહ્યું હતું કે મે, 2021માં તેનો શો ફરીથી ટેલિકાસ્ટ થશે. આ દરમિયાન કપિલના એક ચાહકે સો.મીડિયામાં તેની સાથે કામ કરવાની ઈચ્છા પ્રગટ કરી હતી. કપિલે આ સવાલના જવાબમાં મજાકમાં જવાબ આપતા કહ્યું હતું કે તે પણ હાલમાં ઘરમાં જ છે.

કપિલ સો.મીડિયાના માધ્યમથી ચાહકો સાથે વાત કરી
કપિલ મંગળવાર, 6 એપ્રિલના રોજ સો.મીડિયાના માધ્યમથી ચાહક સાથે વાત કરી હતી. આ સમયે એક ચાહકે કહ્યું હતું, 'સર હું તમારી સાથે કામ કરવા માગું છું. મને એક તક મળી શકે છે.' કપિલે મજાકમાં જવાબ આપતા કહ્યું હતું, 'હું તો અત્યારે ઘરે બેઠો છું ભાઈ.' તો અન્ય એક ચાહકે કપિલના જન્મદિવસના સેલિબ્રેશન અંગે પૂછ્યું તો તેણે કહ્યું હતું, 'કોવિડ 19ને કારણે કંઈ ખાસ પ્લાન નહોતો.'

ટૂંક સમયમાં દીકરાની તસવીર શૅર કરશે
કપિલે કહ્યું હતું કે તે દીકરા ત્રિશાનની તસવીર ટૂંક સમયમાં જ પોસ્ટ કરશે. ચાહકે સવાલ કર્યો હતો કે તે જુનિયર કપ્પૂ (બેબી ત્રિશાન)ને જોવા માગે છે. તો કપિલે જવાબ આપ્યો હતો કે તે ટૂંક સમયમાં પોસ્ટ કરશે.

કોવિડને કારણે શો ઓફ એર થયો
કપિલ શર્માનો શો 'ધ કપિલ શર્મા' હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે કોરોનાને કારણે લાઈવ ઓડિયન્સ આવતી નથી. આ ઉપરાંત કોઈ ફિલ્મ પણ રિલીઝ થતી ના હોવાથી બોલિવૂડ સેલેબ્સ પણ શોમાં આવતા નથી. આ જ કારણે કપિલે થોડાં મહિના માટે શોને બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. માનવામાં આવે છે કે 3-4 મહિના પછી ફરી આ શો શરૂ થશે.

મે મહિનાથી શો કમબેક કરશે
શોમાં સપનાનું પાત્ર ભજવનાર કૃષ્ણા અભિષેકે આ વાતની પુષ્ટિ કરી હતી. વાતચીતમાં કૃષ્ણાએ કહ્યું હતું, 'શો મે મહિનાથી કમબેક કરશે. હજી સુધી અમે ડેટ ફાઈનલ કરી નથી. આ વખતે શોમાં ઘણી બાબતો અલગ જોવા મળશે. સેટ ફરીથી બનાવવામાં આવશે. અમારો નવો સેટ હશે. આ સાથે કંઈક અલગ પણ જોવા મળશે.'