દીપિકા કક્કરનો ભભૂકી ઉઠ્યો ગુસ્સો:એક્ટ્રેસે કહ્યું કે, હા હું નૌટંકીબાજ છું, પરંતુ તમે તે લોકો છો જેમને જીવનમાં કશું મળ્યું નથી

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

'બિગ બોસ 12'ની વિનર દીપિકા કક્કર ફરી એક વાર ચર્ચામાં આવી છે. હાલમાં જ દીપિકાએ પોતાની યુટયુબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં દીપિકાએ તેની પ્રેગ્નન્સીને ફેક ગણાવનાર ટ્રોલર્સને આડેહાથ લીધા છે. તો દીપિકાએ પતિ શોએબને એક પરફેક્ટ વ્યક્તિ ગણાવ્યો અને કહ્યું કે તે પ્રશંસાને પાત્ર છે, તેથી તે શોએબ માટે સરપ્રાઈઝ પ્લાનિંગ કર્યું છે.

આ ખાસ અંદાજમાં તસવીર શેર કરીને ફેન્સને જાણકારી આપી હતી
આ ખાસ અંદાજમાં તસવીર શેર કરીને ફેન્સને જાણકારી આપી હતી

હું તો નૌટંકીબાજ જ છું: દીપિકા કક્કર
એક્ટ્રેસે રવિવારે તેની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કરતી વખતે લખ્યું હતું કે, તમે કેટલી નકારાત્મકતા ફેલાવશો? પ્રેગ્નન્સી હોય, સેલિબ્રેશન હોય કે પ્રોફેશન હોય, પતિ-પત્નીનો સંબંધ હોય, તમારે દરેક બાબતમાં નકારાત્મકતા ફેલાવવી જરૂરી છે. પછી તમે અમને કહો કે અમે યુક્તિઓ અપનાવી રહ્યાં છીએ. મને તો તમે લોકોએ મને પહેલેથી જ જાહેર કરી દીધી છે કે હું એક નૌટકીબાજ છું. હા, હું નૌટકીબાજ છું, શું કરશો?

જે લોકોના પોતાની જિંદગીમાં કઈ નથી મળ્યું તે લોકો આવી વાત કરે છે
દીપિકાએ વધુમાં કહ્યું હતું કે, તમે લોકો મારી પ્રેગ્નન્સી વિશે જે પ્રકારની કમેન્ટ કરો છો, શું તે યોગ્ય છે? તમે કોમેન્ટ કરી રહ્યા છો કે મારો બેબી બમ્પ નકલી છે. તમે સગર્ભા સ્ત્રી સાથે વાત કરી રહ્યા છો, શું તમે આ બરાબર કરી રહ્યાં છો?

હું અને શોએબ અવારનવાર કહીએ છીએ કે તમે લોકો હતાશ વ્યક્તિ છે જેને જીવનમાં ન તો પ્રેમ કે ન શાંતિ મળી છે. તમે આ બધી વસ્તુઓ કોઈને આપી પણ શકતા નથી.તમે અમારા જીવન વિશે કંઈ જાણતા નથી અને તમે આ પ્રકારના નિવેદનો આપી રહ્યા છો. આ વાતો સાંભળીને મને તમારા લોકો માટે દુઃખની લાગણી થાય છે.

શોએબ લાયક છે તેથી જ હું તેને સરપ્રાઈઝ આપું
દીપિકાએ શોએબ પર અભદ્ર ટિપ્પણી કરનારા ટ્રોલર્સ પર પણ નિશાન સાધ્યું હતું. દીપિકાએ કહ્યું હતું કે, તે લોકો પણ તેમના જીવનમાં કંઈ કરી શકતા નથી, ખાસ કરીને તે તમામ મહિલાઓ, જેમણે શોએબને એમ કહીને ટ્રોલ કર્યો હતો કે તેણે અમારી વર્ષગાંઠ માટે કંઈ કર્યું નથી. હું હંમેશા તેના માટે સરપ્રાઈઝ પ્લાન કરીશ કારણ કે શોએબ તેના માટે લાયક છે.

અમારા નાના મહેમાન માટે ખુબ જ પ્રેમ અને દુઆઓની જરૂર છે : શોએબ
22 જાન્યુઆરી, 2023 ના રોજ, દીપિકા અને શોએબે એક ખાસ રીતે તેમની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતી વખતે, શોએબે ફેન્સને તેના માતાપિતા બનવાના સારા સમાચાર શેર કર્યા હતા. પોસ્ટ શેર કરતી વખતે શોએબે લખ્યું- આભાર, ખુશી, ઉત્સાહ અને ગભરાટ સાથે અમે આ સમાચાર તમારા બધા સાથે શેર કરી રહ્યા છીએ. આ અમારા જીવનની સુંદર ક્ષણ છે. હા અમે અમારા પ્રથમ બાળકની અપેક્ષા રાખીએ છીએ. ટૂંક સમયમાં અમે માતા-પિતા બનવાના છીએ. અમારા નાના મહેમાન માટે તમારી ઘણી બધી પ્રાર્થનાઓ અને પ્રેમની જરૂર છે.

લગ્નના 5 વર્ષ બાદ માતા-પિતા બની રહ્યા છે કપલ
અત્રે ઉલ્લેખનીય છે કે, શોએબ અને દીપિકાએ 22 ફેબ્રુઆરી 2018ના રોજ લગ્ન કર્યા હતા.આ સ્થિતિમાં લગ્નના 5 વર્ષ બાદ આ દંપતીના ઘર કિલકારી ગુંજી ઉઠવા જઈ રહી છે. લગ્ન બાદ દીપિકાની પ્રેગ્નન્સીને લઈને ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે, થોડા સમય પહેલા દીપિકાનો પરિવાર તેની પ્રેગ્નન્સીને લઈને હિન્ટ્સ આપી રહ્યો હતો.

'સસુરાલ સિમર કા'ના સેટ પર શરૂ થઇ લવસ્ટોરી
દીપિકા અને શોએબની લવ સ્ટોરી'સસુરાલ સિમર કા'ના સેટ પર શરૂ થઈ હતી. આ શોમાં શોએબે દીપિકાના ઓનસ્ક્રીન પતિની ભૂમિકા ભજવી હતી અને તેઓ વાસ્તવિક જીવનમાં પણ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, દીપિકા કક્કરના આ બીજા લગ્ન છે. તેના પહેલા લગ્ન રૌનક ગુપ્તા સાથે થયા હતા. એવું માનવામાં આવે છે કે દીપિકા-શોએબની નિકટતાના કારણે તેમના પ્રથમ લગ્ન તૂટી ગયા હતા.