તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

KBC:અમિતાભ બચ્ચનના ગેમ રિયાલિટી શો 'કૌન બનેગા કરોડપતિ'ની 13મી સિઝન આવશે, 10 મેથી રજિસ્ટ્રેશન શરૂ

મુંબઈ5 મહિનો પહેલા
  • ગયા વર્ષે 28 સપ્ટેમ્બરના રોજ 12મી સિઝન શરૂ થઈ હતી
  • આ વર્ષે પણ કોરોનાની ગાઈડલાઈન સાથે શૂટિંગ કરવામાં આવશે

અમિતાભ બચ્ચનના ગેમ રિયાલિટી શો 'કૌન બનેગા કરોડપતિ'ની 13મી સિઝન ફરી શરૂ થવા જઈ રહી છે. હાલમાં જ સો.મીડિયામાં આ શો અંગેની માહિતી આપવામાં આવી હતી.

વીડિયો શૅર કરીને આ વાત કહી
ચેનલે સો.મીડિયામાં વીડિયો શૅર કરીને કહ્યું હતું, 'ફરી એકવાર આવી રહ્યા છે મિસ્ટર અમિતાભ બચ્ચન 'કેબીસી'ના સવાલ લઈને. તો ઉઠાવો ફોન અને થઈ જાવ તૈયાર, કારણ કે 10 મેથી શરૂ થઈ રહ્યા છે 'કેબીસી 13'ના રજિસ્ટ્રેશન.'

ગયા વર્ષે 'કેબીસી'માં આ ફેરફાર જોવા મળ્યા હતા
ગયા વર્ષે 28 સપ્ટેમ્બરના રોજ શોની 12મી સિઝન ટેલિકાસ્ટ કરવામાં આવી હતી. તે સમયે શોની ટેગલાઈન હતી, 'જો ભી હો, હર સેટબેક કા જવાબ કમબેક સે દો.' ભોપાલની આરતી જગતાપ શોની પહેલી સ્પર્ધક હતી. ગેમમાં કોરોનાને કારણે થોડાંક ફેરફાર કરવામાં આવ્યા હતા, જેમાં ઓડિયન્સ લાઈફલાઈનને બદલે વીડિયો અ ફ્રેન્ડ લાઈફલાઈન રાખવામાં આવી હતી. નાઝિયા નઝીમ એક કરોડ રૂપિયા જીતનારી પહેલી સ્પર્ધક હતી.

કોરોના છતાંય લોકોની હિંમત ઓછી થઈ નથી
'કૌન બનેગા કરોડપતિ' ચાહકોનો ફેવરિટ શો છે. ચાહકો આ શોની રાહ જોતા હોય છે. ગયા વર્ષે 'કેબીસી'ના શૂટિંગ દરમિયાન ઘણી જ સાવચેતી રાખવામાં આવી હતી. આ સાથે જ શોમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું હતું.

ગઈ વખતે ચાર મહિલા કરોડપતિ બની હતી
રાંચીની નાઝિયા નસીમ, હિમાચલ પ્રદેશની મોહિતા શર્મા, છત્તીસગઢની અનુપા દાસ તથા મુંબઈની નેહા શાહે એક કરોડ રૂપિયા જીત્યા હતા.