તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તેલુગુ ટીવી સિરિયલ્સના એક્ટર અમર શશાંકને એક મહિલા સાથે ગેરવર્તન અને ગાળો આપવાના આરોપમાં પોલીસે અરેસ્ટ કર્યો છે. રિપોર્ટ્સ અનુસાર, અમરની ફ્રેન્ડ સ્વાતિની ફ્રેન્ડની ફરિયાદ બાદ 10 ફેબ્રુઆરીએ રાયદુર્ગમ પોલીસે તેને અરેસ્ટ કરીને કૂકટપલ્લી કોર્ટમાં હાજર કર્યો. જ્યાંથી તેને ચારલાપલ્લી જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર વાઇરલ થયો વીડિયો
અમર શશાંકનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે, જેમાં તે એક મહિલા પર રાડો પાડતો દેખાયો. પોલીસ સૂત્રોથી મળેલી જાણકારી મુજબ, અમર તેની ફ્રેન્ડ સ્વાતિ સાથે શ્રીવિદ્યાના ઘરે એક મશીન વિશે પૂછવા ગયો પણ કારણકે તેની ફ્રેન્ડ રશ્મિએ શ્રીવિદ્યા પાસે તે હોવાનું ક્લેમ કર્યું હતું. આને લઈને બંને પાર્ટીઓ વચ્ચે વિવાદ થયો અને પછી વાત પોલીસ સુધી પહોંચી ગઈ.
સ્વાતિ, રશ્મિ, શ્રીવિદ્યા બુટિક ચલાવતી હતી
જણાવાઈ રહ્યું છે કે રશ્મિ, શ્રીવિદ્યા અને સ્વાતિ માણીકોન્ડામાં એક બુટિક ચલાવતી હતી. પછી તેમની વચ્ચે મતભેદ થયા અને પાર્ટનરશિપ તોડી નાખી. ત્યારબાદ રશ્મિ અને સ્વાતિએ શ્રીવિદ્યા પાસે એક સિલાઈ મશીન હોવાનો દાવો કર્યો જેને કારણે મોટો વિવાદ થઇ ગયો.
મને જાણીજોઈને સામેલ કરવામાં આવ્યો: અમર
એક ન્યૂઝ વેબસાઈટ સાથેની વાતચીતમાં અમરે કહ્યું, 'મને જાણીજોઈને આ વાતમાં સામેલ કરવામાં આવ્યો છે. સ્વાતિ અને હું મશીન વિશે પૂછવા શ્રીવિદ્યાના ઘરે ગયા હતા, પહેલા તે મશીન આપવા તૈયાર થઇ ગઈ. પણ પછી તેણે લક્ષ્મીશ્રી, ઉમા અને એક લોકલ ઠગને બોલાવી લીધો અને મશીન આપવાની ના પાડી દીધી. લક્ષ્મીએ જાણીજોઈને દલીલને શૂટ કરી અને મારા વાળો પાર્ટ સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો.'
અમરે આગળ કહ્યું, 'વકીલ મારા જામીન પર કામ કરી રહ્યા છે. ટૂંક સમયમાં આખી ઘટના પર મીડિયા સાથે વાત કરીશ. મારે મારી વાત સ્પષ્ટપણે અને લાઉડલી રાખવાની રહેશે.' શશાંકે તેલુગુ ભાષામાં 'કોઇલામ્મા' જેવી સિરિયલમાં કામ કર્યું છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.