બબીતા પાતળી થઈ!:તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતાએ જોરદાર બોડી ટ્રાન્સફોર્મેશન કર્યું, સો.મીડિયા પર વેટ લૉસની જર્ની અને તસવીર શેર કરી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લગભગ ચાર મહિના સુધી વર્કઆઉટ ન કર્યા બાદ હવે મને વર્ક આઉટ કરવાની આદત પડી ગઈ છે- મુનમુન દત્તા
  • હાલમાં જ તેને મુંબઈમાં નવું ઘર ખરીદ્યું છે

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બબીતાનો રોલ પ્લે કરતી એટલે કે મુનમુન દત્તા હાલમાં વજન ઘટાડવામાં વ્યસ્ત છે. મુનમુને સોશિયલ મીડિયા પર પોતાના ટ્રાન્સફોર્મેશનની તસવીરો શેર કરી છે જેમાં એ સ્પષ્ટ દેખાય છે કે તેને પોતાનું વજન ઘટાડી દીધું છે.

મુનમુને ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરવા ઉપરાંત પોતાના વેટ લૉસની જર્ની પણ શેર કરી છે. તેને લખ્યું, ડાયટ અને રેગ્યુલર એક્સર્સાઈઝ દ્વારા મારી બોડીમાં ફેરફાર જોવા મળ્યો છે. સૌથી સારી વાત એ છે કે, લગભગ ચાર મહિના સુધી વર્કઆઉટ ન કર્યા બાદ હવે મને વર્ક આઉટ કરવાની આદત પડી ગઈ છે. પરફેક્ટ બોડી અચીવ કરવામાં થોડો સમય લાગશે પરંતુ હું ટ્રેક પર છું અને આવું કરવા માટે મોટિવેટેડ પણ છું. આ એક જર્ની હશે જેના માટે હું ઘણી ઉત્સાહિત છું.

નવું ઘર ખરીદ્યું
એક્ટ્રેસ મુનમુન દત્તાએ હાલમાં જ મુંબઈમાં નવું ઘર ખરીદ્યું હતું. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, તેને મુંબઈમાં બીજું ઘર ખરીદ્યું છે જેની કિંમત લગભગ 1.80 કરોડ રૂપિયા છે. મુનમુને દિવાળી બાદ પોતાના નવા ઘરની તસવીરો પણ શેર કરી હતી અને કહ્યું હતું, ઝીરોથી કરિયરની શરૂ કરી હતી અને આજે હું જ્યાં પહોંચી છું તેના માટે મને મારી જાત પર ગર્વ છે.

મુનમુન દત્તા 2008થી 'તારક મહેતા'નો ભાગ છે
પુણેની રહેવાસી મુનમુન દત્તા 2008થી 'તારક મહેતા'નો ભાગ છે. તેને પોતાની કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. તેને 2004માં ઝી ટીવીની સિરિયલ 'હમ સબ બારાતી'થી ટીવી ડેબ્યુ કર્યું હતું. બાદમાં તે ફિલ્મ 'મુંબઈ એક્સપ્રેસ', 'હોલિડે' અને 'ઢિંચેક એન્ટરપ્રાઈઝ'માં જોવા મળી હતી. મુનમુનના પિતાનું નિધન થઈ ગયું છે અને તે પોતાની માતા, ભાઈ-બહેન અને ભત્રીજાની સાથે મુંબઈમાં રહે છે.

ટપુ સાથે નામ જોડાઈ ચૂક્યું છે
મુનમુને આ સમાચારોને નકારતા સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી હતી, મીડિયા અને ઝીરો ક્રેડિબિલિટીવાળા જર્નલિસ્ટ. તમને કોઈની પ્રાઈવેટ લાઈફ વિશે આવા પ્રકારની કાલ્પનિક વાતો છાપવાની આઝાદી કોણે આપી છે અને તે પણ તેની સંમતિ વિના?તમારા આવા ખરાબ વર્તનથી સામેવાળી વ્યક્તિની ઈમેજને જે નુકસાન થાય છે, તેના માટે તમે જવાબદાર હશો. તમે TRP માટે તે મહિલાને પણ નથી છોડતા જેને થોડા સમય પહેલા પોતાનો પ્રેમ ગુમાવ્યો હોય અથવા પોતાનો દીકરો ગુમાવ્યો હોય. તમે કોઈની ગરિમાની કિંમત પર સેન્સેશનલ સમાચાર બનાવવા માટે કોઈપણ સ્તરે જઈ શકો છો, પરંતુ શું તમે તેમની લાઈફને ખરાબ કરવાની જવાબદારી લઈ શકો છો. જો નહીં તો તમને તમારી જાત પર શરમ આવી જોઈએ.