તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હાલમાં જ શરુ થયેલો નવો ફિક્શન શો ‘અપના ટાઈમ ભી આયેગા’માં જયપુરનાં એક ધનવાન પરિવારની હેડ સ્ટાફની દીકરી રાની (મેઘા રે)નાં સફરની સ્ટોરી છે. શોમાં મહારાણી રાજેશ્વરીનો રોલ પ્લે કરી કરી રહેલી એક્ટ્રેસ તનાઝ ઈરાનીએ નેગેટિવ કેરેક્ટર અનુરૂપ થવા માટે એક એવી રીત શોધી છે, જેનાથી તેના વ્યક્તિત્વની રોલ પર કોઈ અસર ના થાય. એવું સાંભળવા મળ્યું છે કે, એક્ટ્રેસે દરેક કલાકાર અને ક્રૂ સાથે અંતર બનાવી લીધું છે. જેથી તે પોતાના કેરેક્ટરને ન્યાય આપી શકે. તેના આ કામ માટે તનાઝને બોલિવૂડ એક્ટર રણવીર સિંહમાંથી પ્રેરણા મળી છે.
કેરેક્ટર માટે બધાથી અલગ થઈ ગઈ
તનાઝે કહ્યું, ‘આ રોલ પ્લે કરવો મારા માટે અધરો છે કારણકે તે મારી પર્સનાલિટીથી એકદમ અલગ છે. મને વાતો કરવી અને નવા લોકોને મળવું ઘણું ગમે છે અને હું હંમેશાં દરેક પાર્ટીની રોનક રહી છું, પરંતુ આ સમયે તે મારા રોલ માટે જરૂરી નથી. મારા કેરેક્ટરની નેગેટિવિટી ચાલુ રાખવા મેં મારી ટીમથી અલગ રહેવાનું નક્કી કર્યું છે. મને લાગે છે કે સેટ પર લોકો સાથે વાતો કરવા લાગી તો આ મારા રોલની છબી તોડી દેશે અને હું કેરેક્ટર પ્રત્યે સન્માન અને વ્યક્તિત્વ ખોઈ દઈશ. આ અઘરું છે પણ તેનાથી માહોલ જોશભર્યો રહેશે અને જે કામ થાય છે તેનાથી આનંદ મળે છે. અંતે અમે બધા અહિ કામ કરવા માટે જ તો છીએ.’
રણવીર સિંહ પાસેથી પ્રેરણા મળી
તનાઝે વધુમાં કહ્યું, ‘હકીકતમાં આ કેરેક્ટરની પ્રેરણા મને રણવીર સિંહ પાસેથી મળી. તેણે ફિલ્મ ‘પદ્માવત’માં પોતાના કેરેક્ટર અનુરૂપ બનવા માટે પોતાને એક રૂમમાં બંધ કર્યો હતો. મને લાગે છે કે તે ફિલ્મ માટે આવું કરી શકે છે કે તો મારે પણ ટેલીવિઝન માટે આ કરવું જોઈએ અને તેનાથી મદદ પણ મળી છે. આ મારા માટે ફાયદાકારક રહ્યું. લોકો ટીવીની એક્ટિંગને ગંભીરતાથી લેતા નથી, પરંતુ મારું માનવું છે કે જો તમે આ કામ ચાલુ રાખશો અને ગંભીરતાથી લેશો તો એક એક્ટર તરીકે તમને ચોક્કસ ફાયદો થઈ શકે છે.’
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.