યાદોમાં નટુકાકા:'તારક મહેતા' ફૅમ ઘનશ્યામ નાયકના પરિવારમાં કોણ કોણ છે? મલાડના આ 2 BHK ફ્લેટમાં રહેતા હતા

મુંબઈ24 દિવસ પહેલા
  • 77 વર્ષની ઉંમરમાં નટુકાકાનું અવસાન
  • એક સમયે ઘનશ્યામ નાયક પાસે બાળકોની ફી ભરવાના પૈસા નહોતા

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં નટુકાકાની ભૂમિકા ભજવીને જાણીતા બનેલા ઘનશ્યામ નાયકનું આજે એટલે કે 3 ઓક્ટોબરના રોજ 77 વર્ષની ઉંમરે અવસાન થયું છે. નટુકાકા છેલ્લાં 59 વર્ષથી આ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે.

10 વર્ષ પહેલાં સ્થિતિ નહોતી સારી
નટુકાકાએ 200થી વધુ ગુજરાતી-હિંદી ફિલ્મ્સમાં કામ કર્યું હતું. 350થી વધુ હિંદી સીરિયલ્સમાં કામ કર્યું હતું. આજથી 10 વર્ષ પહેલાં તેમના જીવનમાં આર્થિક નાણાકીય મુશ્કેલી આવી હતી અને તેઓ ઘરનું ભાડું ચૂકવી શકે તેમ નહોતાં. તેમણે આસપાસના લોકો પાસેથી ઉધાર પૈસા લઈને ભાડું ચૂકવ્યું હતું.

પરિવાર સાથે ઘનશ્યામ નાયક
પરિવાર સાથે ઘનશ્યામ નાયક

માત્ર ત્રણ રૂપિયામાં કરેલું છે કામ
ઘનશ્યામ નાયકે કહ્યું હતું કે તેમણે તેમના જીવનમાં ઘણો જ સંઘર્ષ કર્યો હતો. એક સમય એવો હતો જ્યારે તે 24-24 કલાક કામ કરતાં હતાં અને તેમને માત્ર 3 રૂપિયા જ મળતાં હતાં. પૈસા માટે તેઓ રસ્તા પર પણ પર્ફોમ કર્યું છે. આજથી 10-15 વર્ષ પહેલાં તેમની પાસે આટલા પૈસા નહોતાં. તે સમયે તેમને એક્ટિંગના પૂરા પૈસા પણ મળતાં નહોતાં. તે સમયે તેમણે ઘરનું ભાડું તથા બાળકોની સ્કૂલ ફી ભરવા માટે પડોશીઓ પાસેથી ઉધાર પૈસા લીધા હતાં. તેમણે તેમના આખા જીવન દરમિયાન પૈસા માટે ઘણો જ સંઘર્ષ કર્યો હતો. જોકે, 'તારક મહેતા...' સીરિયલ બાદ તેમના જીવનમં આર્થિક સ્થિરતા આવી છે. તેઓ સારા પૈસા કમાવવા લાગ્યા હતાં અને આજે મુંબઈમાં તેમનું પોતાનું ઘર છે.

વિકાસ નાયક પરિવાર સાથે
વિકાસ નાયક પરિવાર સાથે

દાદા-વડદાદા હતાં થિયેટર આર્ટિસ્ટ
77 વર્ષીય ઘનશ્યાન નાયક થિયેટર બેક ગ્રાઉન્ડમાંથી આવે છે. તેમના પિતા તથા દાદા પણ થિયેટર આર્ટિસ્ટ હતાં. જોકે, ઘનશ્યામ નાયક નહોતા ઈચ્છતા કે તેમના સંતાનો આ ફિલ્ડમાં આગળ જાય. એક જૂના ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે તેમને ત્રણ સંતાનો છે અને કોઈને પણ એક્ટિંગ ફિલ્ડમાં રસ નથી. તેઓ નથી ઈચ્છતા કે તેમના સંતાનો તેમની જેમ આખી જીંદગી સંઘર્ષ કરે. તેમના સંતાનોએ પિતાના સંઘર્ષને જોયો હતો અને તેમના માટે એટલું જ પૂરતું છે. તેઓ ઘણાં જ ક્રિએટિવ છે અને કોઈ પણ એક્ટર બનવા માંગતું નથી.

પૌત્ર સાથે ઘનશ્યામ નાયક
પૌત્ર સાથે ઘનશ્યામ નાયક

ચાઈલ્ડ આર્ટિસ્ટથી કરી કરિયરની શરૂઆત
ઘનશ્યામ નાયકે 1960માં 'માસૂમ'માં ચાઈલ્ડ આર્ટીસ્ટની ભૂમિકા ભજવી હતી. ઘનશ્યામ નાયકે 'લજ્જા', 'હમ દિલ દે ચૂકે સનમ', 'તેરે નામ', 'ચાઈના ગેટ' જેવી ફિલ્મ્સમાં કેમિયો કર્યો હતો. જોકે, તેમને ખરી ઓળખ 'તારક મહેતા..'થી મળી હતી.

લગ્ન સમયે ઘનશ્યામ નાયક
લગ્ન સમયે ઘનશ્યામ નાયક

12 મેના રોજ જન્મેલા ઘનશ્યામની નાયકની પત્ની હાઉસવાઈફ છે. જ્યારે તેમની મોટી દીકરી ભાવના નાયક(51 વર્ષ), તેજલ નાયક(49 વર્ષ) તથા પુત્ર વિકાસ નાયક(39 વર્ષ) છે.

સંતાનો શું કરે છે?
તેજલ નાયક પ્રાઈવેટ સ્કૂલમાં ટીચર છે. વિકાસ નાયક નેશનલ સ્ટોક એક્સચેન્જમાં મેનેજર છે. તેને બે સંતાનો છે. આટલું જ નહીં વિકાસ નાયક બ્લોગર પણ છે. ઘનશ્યામ નાયકની બંને દીકરીઓએ હજી સુધી લગ્ન કર્યાં નથી. ઘનશ્યામ નાયક મલાડમાં 2 BHK ઘરમાં રહેતા હતા.

મલાડના આ ફ્લેટમાં રહેતા હતા
મલાડના આ ફ્લેટમાં રહેતા હતા
એક સમયે ભાડના ઘરમાં રહેતા ઘનશ્યામ નાયકે પોતાનું ઘર લીધું હતું
એક સમયે ભાડના ઘરમાં રહેતા ઘનશ્યામ નાયકે પોતાનું ઘર લીધું હતું

ડ્રાઈવિંગ આવડતું નહોતું
ઘનશ્યામ નાયક પાસે પહેલાં કાર હતી પરંતુ તેમને ડ્રાઈવિંગ આવડતું ના હોવાથી તેમણે કાર વેચી નાખી હતી. તેમને રિક્ષામાં જ જવું પસંદ હતું. રિક્ષામાં બેસીને ચાહકો સાથે વાતો કરવી ઘનશ્યામ નાયકને ઘણી જ પસંદ હતું.