દુઃખદ:'તારક મહેતા..'ના તનુજ મહાશબ્દેના મોટાભાઈનું અવસાન, એક્ટરે કહ્યું- 'મારા જીવનનું સૌથી મોટું નુકસાન'

મુંબઈ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં પોતાની કોમિક ટાઇમિંગ્સથી હસાવનારા ક્રિશ્નન સુબ્રમણ્યમ ઐયર એટલે કે તનુજ મહાશબ્દેના જીવનમાં દુઃખ આવી પડ્યું છે. તનુજના મોટાભાઈ પ્રવીણ મહાશબ્દેનું અવસાન થયું છે. તનુજ પોતાના મોટાભાઈની ઘણો જ નિકટ હતો અને ભાઈના અવસાનથી તે ભાંગી પડ્યો છે.

ભાઈનું અવસાન થયું
પ્રવીણ મહાશબ્દેના અંતિમ સંસ્કાર 21 જાન્યુઆરી, 2023ના રોજ કરવામાં આવ્યા હતા. તનુજ મોટાભાઈના અવસાનથી ઘણો જ દુઃખી છે. તનુજ પાસે પોતાનું દુઃખ વ્યક્ત કરવા માટે કોઈ શબ્દો નથી. તનુજે કહ્યું હતું કે તે આજે જે પણ છે તે ભાઈને કારણે છે. તેમના કારણે જ તેને આ ઇન્ડસ્ટ્રીમાં કામ મળ્યું છે. તેમની પ્રેરણાને કારણે તનુજને એક્ટિંગમાં રસ જાગ્યો હતો.

મોટાભાઈ સાથે તનુજ.
મોટાભાઈ સાથે તનુજ.

ભાઈના જવાથી સૌથી મોટું નુકસાન થયું
તનુજે પોતાના ભાઈના અવસાનને દુનિયાનું સૌથી મોટું નુકસાન ગણાવ્યું છે. સાંદસ મહેન્દ્ર સિંહ સોલંકીએ પણ પ્રવીણ મહાશબ્દેના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને તનુજ સાથે મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે પ્રવીણ મહાશબ્દે છેલ્લા 20 વર્ષથી થિયેટર સાથે જોડાયેલા હતા. મહારાષ્ટ્રના નવયુગ નાટ્ય મંડલના પ્રોગ્રામ્સમાં પણ ભાગ લેતા હતા. પ્રવીણ મહારાષ્ટ્ર સમાજમાં વિવિધ પદો પણ રહી ચૂક્યા હતા.

ઈન્દોરમાં જન્મ
સિરિયલમાં તનુજ મહાશબ્દેને સાઉથ ઈન્ડિયન બતાવવામાં આવ્યો છે. જોકે, તે રિયલમાં મહારાષ્ટ્રીયન છે. તનુજે ડિપ્લોમા ઈન મરિન ઈલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ કર્યું છે. તનુજ ઈન્દોરથી મુંબઈ આવ્યો હતો અને અહીંયા તે ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્રમાં જોડાયો હતો. તે છેલ્લાં 15 વર્ષથી થિયેટર સાથે સંકળાયેલો છે. ત્યારબાદ તેને રાઈટિંગમાં રસ જાગ્યો હતો અને તેણે પ્રોફેશન તરીકે રાઈટિંગ અપનાવ્યું અને તે વિવિધ શોની સ્ક્રિપ્ટ લખતો હતો. તનુજે 'CID' તથા 'આહટ' જેવી સિરિયલમાં નાના-મોટા રોલ પ્લે કર્યા હતા. જોકે, તનુજને ખરી ઓળખ તો 'યે દુનિયા હૈ રંગીન'થી મળી હતી.

માતા સાથે તનુજ.
માતા સાથે તનુજ.

થોડો સમય ઈન્દોર જતો રહ્યો હતો
તનુજના પરિવારમાં મુશ્કેલી આવતા તે પાછો મુંબઈથી ઈન્દોર જતો રહ્યો હતો. અહીંયા તેણે એક્ટિંગ ટીચર તરીકે કામ કરવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ 'યે દુનિયા હૈ રંગીન'ના પ્રોડ્યૂસર્સે તનુજનો સંપર્ક કર્યો હતો અને મુંબઈ પાછો બોલાવ્યો હતો. તેણે આ શોમાં કામ કર્યું હતું અને તે આ શોથી ચાહકોમાં લોકપ્રિય થયો હતો.

દિલીપ જોષીએ તનુજનું નામનું સૂચન કર્યું હતું
તનુજ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની સ્ક્રિપ્ટમાં કો-રાઈટર તરીકે કામ કરે છે. આ સમયે જેઠાલાલ બનતા દિલીપ જોષીએ અસિત મોદીને ક્રિશ્નન ઐય્યરના રોલ માટે તનુજને લેવાનું સૂચન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...