તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:ગુજરાતી રાઈટર અભિષેક મકવાણાએ આત્મહત્યા કરી, સુસાઈડ નોટમાં આર્થિક સમસ્યા કારણભૂત હોવાનું જણાવ્યું

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

લોકપ્રિય કોમેડી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના રાઈટર્સમાંથી એક અભિષેક મકવાણાએ પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. અભિષેકના પરિવારનો દાવો છે કે તે સાઈબર ફ્રોડનો ભોગ બન્યો હતો અને તેને બ્લેકમેલ કરવામાં આવતો હતો.

પરિવારે એવો પણ દાવો કર્યો છે કે તેને ધમકીભર્યા ફોન આવતા હતા અને લોનની બાકી રકમ ચૂકવી દેવાનું કહેવામાં આવતું હતું.

સુસાઈડ નોટમાં આર્થિક સમસ્યા હોવાનું કહ્યું
મુંબઈ મિરરના અહેવાલ પ્રમાણે, 37 વર્ષીય અભિષેક મકવાણા કાંદિવલી સ્થિત પોતાના ઘરમાં 27 નવેમ્બરના રોજ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. સુસાઈડ નોટમાં અભિષેકે આર્થિક સમસ્યા હોવાની વાત કહી હતી. અભિષેકના ભાઈ જેનિસે કહ્યું હતું કે અભિષેકના મોત બાદ તેને આ મુદ્દાની ખબર પડી હતી. તે જ્યારે અમદાવાદમાં હતો ત્યારે તેના ભાઈના મોતના સમાચાર મળ્યા હતા. ભાઈના મોબાઈલ પર સતત લોન ચુકવણી માટેના ફોન આવતા હતા. તેણે એવું કહ્યું હતું કે ભાઈ હવે આ દુનિયામાં નથી અને એ સમયે પરિવાર પણ કંઈ કહેવાની સ્થિતિમાં નહોતો. જોકે પછી ફોન પર તેને ધમકી આપવામાં આવતી હતી.

આટલું જ નહીં, તેણે ભાઈના મોબાઈલના મેસેજ ચેક કર્યા તો એક મેસેજમાં ધમકી આપવામાં આવી હતી કે જો તે લોન ચૂકવશે નહીં તો આ માહિતી તેના મિત્રોમાં શૅર કરી દેવામાં આવશે. જેનિસે વધુમાં ઉમેર્યું હતું કે અભિષેકના મિત્રોને પણ આ જ પ્રકારના ફોન આવતા હતા, આથી તેણે આ મેસેજ દરેક ફ્રેન્ડ્સને મોકલ્યા, જેથી તેઓ સાઈબર ફ્રોડનો ભોગ ના બને.

મેલ ચેક કર્યા
વધુમાં જેનિસે કહ્યું હતું, 'મારા ભાઈના મોત બાદ મેં તેના મેલ ચેક કર્યા હતા. મને અલગ-અલગ નંબર પરથી લોન ચૂકવી દેવા અંગેના ફોન આવ્યા હતા. એક નંબર બાંગ્લાદેશ, એક મ્યાનમાર અને બીજા ભારતનાં વિવિધ રાજ્યોમાં રજિસ્ટર્ડ હતા.'

ચારકોપ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે
ચારકોપ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે

અરજી ના કરી હોવા છતાંય લોન આપી
જેનિસે આગળ કહ્યું હતું, 'ઈ-મેલ પરથી મને એક વાત સમજાઈ કે મારા ભાઈએ 'ઈઝી લોન' એપ્સમાંથી એક લોન લીધી હતી. આ લોનમાં વ્યાજદર વધારે હોય છે. મેં મારા ભાઈ તથા તેમની વચ્ચે થયેલા ટ્રાન્ઝેક્શનને હવે બારીકાઈથી જોવાનું શરૂ કર્યું ત્યારે એક વાત મારા ધ્યાનમાં આવી કે ભાઈએ લોન માટે અરજી ના કરી હોવા છતાંય તેઓ થોડી થોડી રકમ મોકલતા હતા. આ લોન પર તેમણે 30 ટકાનો વ્યાજદર ગણ્યો હતો.

ગુજરાતીમાં સુસાઈડ નોટ લખવામાં આવી હતી
ચારકોપ પોલીસે કહ્યું હતું કે સુસાઈડ નોટ ગુજરાતીમાં લખવામાં આવી છે. અભિષેકે સુસાઈડ નોટમાં કહ્યું હતું કે તે છેલ્લા કેટલાક મહિનાથી અંગત જીવન તથા આર્થિક સમસ્યાનો સામનો કરતો હતો. તેણે પરિવારની માફી માગી હતી. તેણે પરિસ્થિતિ સામે લડવાનો પૂરતો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે હારી ગયો. સમસ્યાઓ ઘટવાને બદલે વધતી જ જતી હતી.

ફ્રોડ અંગેના હાલ કોઈ પુરાવા મળ્યા નથી
ફ્રોડ અંગે પોલીસે કહ્યું હતું કે પરિવારે નંબર શૅર કર્યા છે અને તેમણે બેંક ટ્રાન્ઝેક્શન પણ જોયા છે. હાલની તપાસ પ્રમાણે ફ્રોડ કરવામાં આવ્યું હોવાના પુરાવા મળ્યા નથી. આ ઉપરાંત કંપનીએ કોઈ હેરાનગતિ કરી હોય તેવા પુરાવા મળ્યા નથી. હજી તપાસ ચાલી રહી છે. તપાસમાં કંપની વિરુદ્ધ કંઈ પણ મળશે તો તેઓ જરૂરી કાર્યવાહી હાથ ધરશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો