જૂના 'તારક મહેતા' ગુસ્સે થયા?:શૈલેષ લોઢા સાથે કોણે વિશ્વાસઘાત કર્યો? કહ્યું- 'કપટ બરબાદીના તમામ દરવાજા ખોલી નાખે છે'

મુંબઈ12 દિવસ પહેલા

લોકપ્રિય કોમેડી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં શૈલેષ લોઢાએ તારક મહેતા બનીને વર્ષો સુધી ચાહકોને હસાવ્યા હતા. જોકે, થોડાં મહિના પહેલાં જ તેમણે આ શો છોડી દીધો છે. હવે તેમના સ્થાને સચિન શ્રોફ આ રોલ પ્લે કરી રહ્યો છે. હાલમાં જ શૈલેષ લોઢાએ સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટ પરથી ખ્યાલ આવે છે કે શૈલેષ લોઢા ગુસ્સામાં છે.

કોની પર ગુસ્સે છે?
શૈલેષ લોઢા એક્ટરની સાથે સાથે કવિ પણ છે. તે અવાર-નવાર શાયરી ને કવિતા સો.મીડિયામાં શૅર કરે છે. લેટેસ્ટ પોસ્ટમાં શૈલેષ લોઢાએ કોઈ વ્યક્તિ પર ગુસ્સો વ્યક્ત કર્યો હોય તેમ લાગે છે. સો.મીડિયા યુઝર્સ માની રહ્યા છે કે તેમણે અસિત મોદી પર બળાપો વ્યક્ત કર્યો છે. શૈલેષ લોઢાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કેપ્શન આપ્યું હતું, 'આજે નહીં તો કાલે, ઈશ્વર બધું જ જુએ છે.'

પોસ્ટમાં શું છે?
શૈલેષ લોઢાએ પોસ્ટ શૅર કરી છે, જેમાં 2013માં આવેલા 'મહાભારત'ના શકુનીની તસવીર છે. આ તસવીરમાં લખવામાં આવ્યું છે, 'સરળ વ્યક્તિ સાથે કરવામાં આવેલું કપટ તમારી બરબાદીના દરવાજા ખોલી નાખે છે. ભલે તમે ગમે તેટલા શતરંજના મોટા ખેલાડી જ કેમ ના હો...'

ચાહકોએ અસિત મોદીનું નામ લીધું
શૈલેષ લોઢાએ આ પોસ્ટમાં કોઈનું નામ તો લીધું નથી, પરંતુ સો.મીડિયા યુઝર્સ માની રહ્યા છે કે અસિત મોદીને જ ટાર્ગેટ કરવામાં આવ્યા છે. કેટલાક યુઝર્સે શૈલેષ લોઢાને શોમાં પરત આવવાનું કહ્યું છે.

આ પહેલાં પણ એક પોસ્ટ શૅર કરી હતી
થોડાં દિવસ પહેલાં પણ શૈલેષ લોઢાએ એક પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં કોઈ પણ વ્યક્તિનું નામ લીધું નહોતું, પરંતુ હાલની પરિસ્થિતિ જોતા યુઝર્સે એમ જ માન્યું હતું કે આ કટાક્ષ 'તારક મહેતા..'ના પ્રોડ્યૂસર અસિત મોદી પર જ કરવામાં આવ્યો છે. શૈલેષે પોતાની હસતી તસવીર શૅર કરી હતી અને કેપ્શનમાં કહ્યું હતું, 'આજની વ્યક્તિ પર એક લેટેસ્ટ વ્યંગ્ય કવિતા.'

શું છે કવિતા?
મેરા હી ચેહરા સબ સે બડા હો
યાર તુમ કિતને અસુરક્ષિત ઔર ડરે હો
પરિભાષા તક નહીં જાનતે ઈમાન કી
ઈતની બાર અપના કહીં બદલતે હો
કીંમત તો પતા હી નહીં જુબાન કી
અગર આત્મા હોતી તુમ મેં તો પૂછતા
ક્યા કભી ઉસે ટટોલા થા
વૈસે એક સવાલ જરૂર હૈ
આખિરી બાર તુમને સચ કબ બોલા થા?
#શૈલેષકીશૈલી