જૂના 'તારક મહેતા'એ કેમ સિરિયલ છોડી?:પહેલી જ વાર કહ્યું- 'કુછ તો મજબૂરિયાં હોંગી, યૂં હી કોઈ બેવફા નહીં હોતા...'

મુંબઈએક મહિનો પહેલા

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલમાં તારક મહેતાનો રોલ પહેલાં શૈલેશ લોઢા પ્લે કરતા હતા, જોકે તેમણે આ શો છોડી દીધો છે. શૈલેષ લોઢાએ જ્યારથી શો છોડ્યો છે ત્યારથી એ વાતની ચર્ચા થઈ રહી છે કે તેમણે કેમ આ શો છોડ્યો? હજી સુધી આ સવાલનો જવાબ મળ્યો નથી. હવે એક્ટરે આ અંગે ઈશારામાં વાત કરી છે. આ સાથે જ તેમણે કહ્યું હતું કે યોગ્ય સમય આવશે ત્યારે તે આ અંગે વાત કરશે.

શું કહ્યું શૈલેષે?
શૈલેષ લોઢાએ યુ ટ્યૂબર સિદ્ધાર્થ કાનન સાથેના એક ઇન્ટરવ્યુમાં આ શો કેવી રીતે મળ્યો એ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તે 'કોમેડી સર્કસ'ના શૂટિંગમાં વ્યસ્ત હતા અને સિરિયલના પ્રોડ્યુસર (અસિત મોદી)નો ફોન આવ્યો હતો. તેઓ એરપોર્ટ પર મળ્યા અને પ્રોડ્યુસરે તેમને તારક મહેતાનો રોલ તે જ પ્લે કરશે એવી વાત કરી હતી. પછી તેમણે સિરિયલનું શૂટિંગ શરૂ કર્યું હતું.

14 વર્ષમાં ઇમોશનલી શો સાથે જોડાયા હતા
તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતીયો ઘણા જ ભાવુક હોય છે. તેઓ પોતાની જાતને સેન્ટિમેન્ટલ મૂર્ખ કહે છે. જ્યારે તમે 14 વર્ષ સુધી કંઈક કરો તો અટેચમેન્ટ થવું સ્વાભાવિક છે. આ શોએ તેમને ધીરજના પાઠ ભણાવ્યા છે.

શો કેમ છોડ્યો?
ઇન્ટરવ્યુમાં જ્યારે શૈલેષ લોઢાને શો છોડવાનું કારણ પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું, 'કુછ તો મજબૂરિયાં રહી હોંગી, યૂં હી કોઈ બેવફા નહીં હોતા...' તેઓ યોગ્ય સમયે જરૂરથી કહેશે કે તેમણે કેમ આ શો છોડવાનો નિર્ણય લીધો.

ઉલ્લેખનીય છે કે હવે આ શોમાં તારક મહેતાનો રોલ સચિન શ્રોફ પ્લે કરે છે. સચિન શ્રોફે કહ્યું હતું કે તે લોકપ્રિય કેરેક્ટર તારક મહેતાનો રોલને પૂરતો ન્યાય આપવાનો પ્રયાસ કરશે.

અત્યારસુધી આ સ્ટાર્સે શો છોડ્યો
અત્યારસુધી રાજ અનડકટ, નેહા મહેતા, ગુરુચરણ સિંહ, ભવ્ય ગાંધી, દિશા વાકાણી, મોનિકા ભદોરિયાએ આ શો છોડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...