ટીવીની લોકપ્રિય સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાભાભીનું પાત્ર રાખી વિજન ભજવશે તેવી ચર્ચા હતી. રાખી વિજન કોમેડી સિરિયલ 'હમ પાંચ'માં સ્વીટી માથુરના રોલમાં જોવા મળી હતી. રાખી વિજને દયાભાભીના રોલ અંગે પહેલી જ વાર વાત કરી હતી.
રાખીએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી
રાખીએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રાખી વિજન હવે દયાબેનના રોલમાં જોવા મળશે. આ પોસ્ટના કેપ્શનમાં રાખીએ કહ્યું હતું, 'હેલ્લો, આ ન્યૂઝ માત્ર અફવા છે. મને ચેનલના પ્રોડ્યૂસર્સે અપ્રોચ કર્યો નથી.' ઘણાં યુઝર્સે કહ્યું હતું કે આ રોલ માટે રાખી પર્ફેક્ટ છે.
રાખીએ કહ્યું, દયાબેનનો રોલ ચેલેન્જિંગ
રાખીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'મને ખ્યાલ નથી કે આ અફવા ક્યાંથી આવી રહી છે. મને હતું કે આ અફવા બંધ થઈ જશે, પરંતુ તે તો વધતી જતી હતી. મને કોમેડી નેચરલી આવડે છે, પરંતુ આ રોલ પ્લે કરવો મારા માટે પડકારરૂપ છે. જોકે, આ એટલું પણ મુશ્કેલ નથી.'
શોમાં દયાબેનના રોલ પ્લે કરવા પર શું બોલી?
રાખીએ દયાબેનની બોલી અંગે વાત કરતાં કહ્યું હતું, 'મારે તે શીખવું પડશે. અમે એક્ટર્સ છીએ અને કેરેક્ટર્સ પ્રમાણે ઢળી જઈએ છીએ. મારે દયાબેનની સ્ટાઇલની ઘણી જ બારીકાઈ શીખવી પડે. મારે મારી તથા તેમની સ્ટાઇલને સારી રીતે મર્જ કરવી પડે. જો હું આ રોલ મારી રીતે કરું તો ઓડિયન્સ માટે રિલેટ કરવું મુશ્કેલ પડશે.'
દિશા વાકાણીએ 2017માં શોમાંથી બ્રેક લીધો હતો
શોના પ્રોડ્યૂસર અસિત મોદીએ હાલમાં જ કન્ફર્મ કર્યું હતું કે દયાબેનના રોલમાં નવી એક્ટ્રેસ જોવા મળશે. નવાં દયાભાભીના ઓડિશન ચાલુ છે. દિશાએ 2017માં બ્રેક લીધો હતો. દિશાએ નવેમ્બર, 2017માં દીકરીને જન્મ આપ્યો હતો. મે, 2022માં દિશાએ દીકરાને જન્મ આપ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.