ટીવીની લોકપ્રિય સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ટપુનો રોલ રાજ અનડકટ ભજવી રહ્યો છે. રાજ છેલ્લાં કેટલાંક મહિનાથી શોમાં જોવા મળ્યો નથી. આ જ કારણે એવી ચર્ચા થઈ રહી છે કે રાજે આ શો છોડી દીધો છે. હવે રાજે પહેલી જ વાર આ અંગે વાત કરી હતી.
શું કહ્યું રાજે?
વેબ પોર્ટલ 'પિંકવિલા'ને આપેલા ઇન્ટરવ્યૂમાં રાજ અનડકટને પૂછવામાં આવ્યું હતું કે તેણે શો છોડી દીધો છે? જવાબમાં રાજે કહ્યું હતું, 'મારા ચાહકો, મારા દર્શકો, મારા વેલ-વિશર્સ, આ તમામને ખ્યાલ છે કે હું સસ્પેન્સ ક્રિએટ કરવામાં ઘણો જ સારો છું. હું સસ્પેન્સ રાખવામાં એક્સપર્ટ છું.'
યોગ્ય સમયે બધાને જાણ થશેઃ રાજ
રાજને વધુમાં પૂછવામાં આવ્યું હતું કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નું સસ્પેન્સ ક્યારે પૂરું થશે. એક્ટરે કહ્યું હતું, 'જે પણ થશે, હું મારા ચાહકોને અપડેટ કરી દઈશ. જ્યારે યોગ્ય સમય હશે ત્યારે બધાને ખબર પડી જશે.' વધુમાં રાજે કહ્યું હતું કે તેને આ બધા સમાચારોથી કોઈ મુશ્કેલી પડતી નથી અને ધીરજનું ફળ મીઠું હોય છે.
મંદાર ચાંદવાડકરે કહ્યું હતું કે રાજ ઘણાં દિવસોથી સેટ પર આવ્યો નથી
ઉલ્લેખનીય છે કે સિરિયલમાં ભીડેનો રોલ પ્લે કરતાં મંદાર ચંદવાડકરને રાજે શો છોડી દીધો એવો સવાલ કરવામાં આવ્યો હતો. એક્ટરે કહ્યું હતું કે તે ઘણાં સમયથી સેટ પર આવતો નથી. તેને થોડાં હેલ્થ ઇશ્યૂ છે. તેને આઇડિયા નથી કે તેણે શો છોડ્યો છે કે નહીં.
રાજનો મ્યૂઝિક વીડિયોમાં જોવા મળશે
રાજ અનડકટ ટીવી એક્ટ્રેસ કનિકા માન સાથે મ્યૂઝિક વીડિયો 'સોરી સોરી'માં જોવા મળશે. આ મ્યૂઝિક વીડિયોનું શૂટિંગ દુબઈમાં કરવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.