તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલેબ્સમાં કોરોના:'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલના પ્રોડ્યુસર આસિત મોદી કોરોના પોઝિટિવ, ખુદને આઇસોલેટ કર્યા

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલના પ્રોડ્યુસર આસિત મોદી કોરોના પોઝિટિવ છે. તેમણે શુક્રવારે ટ્વીટ કરી ખુદ આ વાતની જાણ કરી છે. આસિત મોદીએ ખુદને આઇસોલેટ કરી દીધા છે અને પોતાના સંપર્કમાં આવેલા લોકોને કેરફુલ રહેવા માટે કહ્યું છે.

તેમણે ટ્વીટ કર્યું કે, 'મને કોવિડ 19ના અમુક લક્ષણો દેખાતા મેં ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો. મેં ખુદને આઇસોલેટ કરી દીધો છે. હું વિનંતી કરું છું કે જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તે ધ્યાન રાખે અને પ્રોટોકોલનું પાલન કરે. તમે મારી ચિંતા ન કરો, તમારા પ્રેમ પ્રાર્થના આશીર્વાદથી જલ્દી સાજો થઇ જઈશ. તમે મસ્ત સ્વસ્થ રહો.'

'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલ છેલ્લા 12 વર્ષથી સતત દર્શકોને મનોરંજન આપી રહી છે. સિરિયલે થોડા સમય પહેલા 3000 એપિસોડ પૂરા કર્યા હતા. આ પહેલાં 'ભાભીજી ઘર પર હૈ' સિરિયલના પ્રોડ્યુસર સંજય કોહલી કોરોના પોઝિટિવ આવ્યા હતા. જુલાઈ મહિનાથી 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલનું શૂટિંગ ફરી સ્ટાર્ટ થયું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો