તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:માત્ર શૈલેષ લોઢાએ જ નહીં આ એક્ટર્સે પણ મેકર્સને શો છોડવાનું અલ્ટિમેટમ આપ્યું નહોતું

મુંબઈ3 મહિનો પહેલા
  • શૈલેષ લોઢા સહિત ચાર કલાકારોએ મેકર્સને કહ્યા વગર શો છોડ્યો છે

કોમેડી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લાં 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે. આ શોના દરેક પાત્રે ચાહકોના મનમાં ખાસ જગ્યા બનાવી છે. જ્યારે આ કોઈ કલાકાર શોને અલવિદા કહે છે ત્યારે ચાહકોને ખરાબ લાગે તે સ્વાભાવિક છે. હવે ચર્ચા છે કે સિરિયલમાં તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેષ લોઢાએ આ શો છોડી દીધો છે. જોકે, હજી સુધી એક્ટર કે પ્રોડ્યુસરે આ અંગે પુષ્ટિ કરી નથી. અલબત્ત, શૈલેષ લોઢા અન્ય એક શોમાં હોસ્ટ બન્યા છે અને તેનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ શો જૂન મહિનામાં શરૂ થશે.

અસિત મોદીએ કહ્યું હતું, 'મારા તમામ એક્ટર્સ 10 વર્ષથી વધુ સમયથી આ શોમાં કામ કરી રહ્યા છે. મને ના તો ઇન્ફોર્મ કરવામાં આવ્યું છે અને ના તો મને આ વાતની કોઈ જાણકારી છે કે શૈલેષ લોઢા સિરિયલ છોડવા માગે છે. જો કોઈ મુશ્કેલી હશે તો હું ચોક્કસથી આ અંગે વાત કરીશ. હાલમાં હું એ વાત પર ફોકસ કરી રહ્યો છું કે ઓડિયન્સને વધુ કેવી રીતે એન્ટરટેઇન કરી શકાય.'

નવાઈની વાત એ છે કે આ સિરિયલમાં આવું પહેલીવાર બન્યું નથી કે કોઈ એક્ટર્સ મેકરને કહ્યા વગર શો છોડીને જતા રહ્યાં હોય. શૈલેષ લોઢા પહેલાં નેહા મહેતા (અંજલિભાભી), દિશા વાકાણી (દયાભાભી) તથા ભવ્ય ગાંધી (ટપુ)એ પણ શો છોડવા અંગેની વાત અસિત મોદી કે ટીમ મેમ્બરને કહી નહોતી.

નેહા મહેતાએ 2020માં શો છોડ્યો

સિરિયલમાં અંજલિભાભીનો રોલ પ્લે કરનાર નેહા મહેતાએ ટીમને કહ્યા વગર જ શૂટિંગ બંધ કરી દીધું હતું. 2020માં દિવ્ય ભાસ્કરના ઇન્ટરવ્યૂમાં અસિત મોદીએ કહ્યું હતું કે નેહા છેલ્લાં કેટલાંક દિવસથી શૂટિંગ પર આવી નથી. કેટલીક બાબતો છે અને તે અંગે ઉકેલ લાવવાનો પ્રયાસ કરીશું, પરંતુ તેની સાથે સંપર્ક થઈ શક્યો નથી. 10 જુલાઈના રોજ નેહાએ શૂટિંગ પર આવવાનું હતું, પરંતુ તેણે 10 ઓગસ્ટ સુધી કોઈ જવાબ આપ્યો નહોતો. ઉલ્લેખનીય છે કે તે સમયે લૉકડાઉન હતું અને લૉકડાઉન બાદ 10 જુલાઈથી સિરિયલનું શૂટિંગ ફરી શરૂ કરવામાં આવ્યું હતું. નેહાએ પ્રોડ્યૂસર્સ ને ડિરેક્ટરને કહ્યા વગર જ શો છોડી દીધો હતો.

દિશા વાકાણી

દિશા વાકાણીએ 2017માં છ મહિના માટે મેટરનિટી લીવ લીધી હતી. જોકે, છ મહિના પૂરા થયા બાદ પણ દિશા શોમાં પરત ફરી નહોતી. દિશાએ આ અંગેની જાણ પણ ટીમને કરી નહોતી. અસિત મોદીએ દિશાને અલ્ટિમેટમ પણ આપ્યું હતું કે તે જો શોમાં પરત નહીં ફરે તો અન્ય કોઈને લેવામાં આવશે. તે સમયે અસિત મોદીએ કહ્યું હતું કે દિશાએ શોમાં પરત ફરવા અંગેનો નિર્ણય લેવામાં ઘણું જ મોડું કર્યું છે. પૈસાનો કોઈ વાંધો નથી. તે હજી પણ દિશા પરત ફરે તેની રાહ જુએ છે, પરંતુ જો તે જલ્દીથી નિર્ણય નહીં લે તો તેને રિપ્લેસ કરી દેવામાં આવશે.

ભવ્ય ગાંધી

સિરિયલમાં ટપુનો રોલ પ્લે કરનાર ભવ્ય ગાંધીએ મેકર્સને જાણ કર્યા વગર જ ગુજરાતી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું હતું. અસિત મોદીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમણે આટલાં વર્ષો સુધી ભવ્ય ગાંધીને સપોર્ટ કર્યો હતો, પરંતુ તેણે તેમની જાણ બહાર ગુજરાતી ફિલ્મ સાઈન કરી લીધી હતી. જ્યારે તેઓ રિપબ્લિક ડેનું શૂટિંગ કરતા હતા ત્યારે ભવ્ય ગાંધીની હાજરી જરૂરી હતી પરંતુ તેણે શૂટિંગ કરવાની ના પાડી દીધી હતી. તેના આવા અનપ્રોફેશનલ વલણથી તેમને દુઃખ થયું હતું.