તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:'જૂની સોનુ' નિધિ ભાનુશાલીનો એરપોર્ટ પર ગ્લેમરસ અંદાજ, બ્રાલેટ ને શોર્ટ્સમાં જોવા મળી

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટીવી એક્ટ્રેસ નિધિ ભાનુશાલી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સોનુનું પાત્ર ભજવીને લોકપ્રિય થઈ હતી. નિધિ ભાનુશાલી સો.મીડિયામાં બિકીની તસવીરો શૅર કરીને ચર્ચામાં આવી હતી. હાલમાં જ એરપોર્ટ પર નિધિનો બોલ્ડ લુક જોવા મળ્યો હતો.

હોલ્ટર નેક બ્રાલેટ ને ડેનિમ શોર્ટ્સમાં જોવા મળી
મુંબઈ એરપોર્ટ પર નિધિ ભાનુશાલી પિંક હોલ્ટર નેક બ્રાલેટ તથા ડેનિમ શોર્ટ્સમાં જોવા મળી હતી. તેણે વ્હાઇટ શૂઝથી લુક કમ્પ્લિટ કર્યો હતો. આ ઉપરાંત તેણે વાળ ખુલ્લા રાખ્યા હતા.

યુઝર્સે કહ્યું, સોનુ બદલાઈ ગઈ
નિધિ ભાનુશાલીએ એરપોર્ટ પરની તસવીર શૅર કરતાં જ યુઝર્સે કહ્યું હતું કે તેઓ જૂની સોનુને યાદ કરે છે. તેની ક્યૂનેસ યાદ આવે છે. અન્ય એક યુઝરે એમ કહ્યું હતું કે સોનુ પહેલાં કરતાં ક્યાંય બદલાઈ ગઈ છે.

ગયા વર્ષે દેશ ભ્રમણ માટે નીકળી હતી
ઉલ્લેખનીય છે કે નિધિ ભાનુશાલી ગયા વર્ષે મિત્ર સાથે દેશ ભ્રમણ માટે નીકળી હતી. તે ગુજરાત, રાજસ્થાન, લેહ, લદ્દાખ ગઈ હતી. નિધિએ રોડ ટ્રિપ માટે ખાસ હોન્ડા WRV કાર પણ લીધી હતી.

છ વર્ષ સુધી સિરિયલમાં કામ કર્યું
નિધિ 12 વર્ષની હતી ત્યારે તેણે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સોનુનું પાત્ર ભજવવાની શરૂઆત કરી હતી. નિધિ પહેલાં સોનુનું પાત્ર ઝીલ મહેતા પ્લે કરતી હતી. ઝીલે વધુ અભ્યાસ માટે આ શો છોડી દીધો હતો. નિધિ 18 વર્ષની થઈ ત્યારે તેણે આ શો છોડી દીધો હતો. તેણે પણ અભ્યાસ માટે જ આ શો છોડવાનો નિર્ણય કર્યો હતો. નિધિએ મુંબઈની મીઠીબાઈ કોલેજમાં અભ્યાસ કર્યો છે.

સિરિયલ છોડ્યા બાદ એક પણ એપિસોડ જોયા નથી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નિધિએ જ્યારથી 'તારક મહેતા..' સિરિયલ છોડી છે ત્યારબાદથી તેણે એક પણ એપિસોડ જોયો નથી. નિધિના સ્થાને હાલમાં પલક સિધવાણી સિરિયલમાં સોનુનું પાત્ર ભજવી રહી છે. નિધિએ કહ્યું હતું કે પલક ઘણી જ સારી છોકરી છે અને તેઓ ઘણીવાર બહાર સાથે ગયા છે. જોકે, તેણે હવે સિરિયલનો એક પણ એપિસોડ જોયો નથી. નિધિ ભાનુશાલી ફિલ્મમેકર બનવા માગે છે. જોકે, તે ટીવી કે બોલિવૂડમાં એક્ટ્રેસ તરીકે કામ કરવા તૈયાર છે.

અન્ય સમાચારો પણ છે...