તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:સિરિયલમાં નવા નટુકાકા જોવા મળશે! આ એક્ટરે ઘનશ્યામ નાયકની જગ્યા લીધી?

મુંબઈ3 મહિનો પહેલા
  • ઘનશ્યામ નાયકનું 3 ઓક્ટોબરના રોજ હોસ્પિટલમાં અવસાન થયું હતું

ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ઘણી જ લોકપ્રિય છે. આ સિરિયલ છેલ્લાં 13 વર્ષથી ચાહકોનું મનોરંજન કરે છે. 2008થી શરૂ થયેલી આ સિરિયલના દરેક પાત્રો ચાહકોમાં ઘણાં જ લોકપ્રિય છે. ગયા મહિને સિરિયલમાં નટુકાકાનું પાત્ર ભજવતાં ઘનશ્યામ નાયકનું અવસાન થયું હતું. હવે ચર્ચા થઈ રહી છે કે નટુકાકાનું પાત્ર નવો કલાકાર ભજવી રહ્યો છે.

સો.મીડિયામાં તસવીર વાઇરલ
સો.મીડિયામાં નવા નટુકાકાની તસવીર વાઇરલ થઈ છે. તસવીર શૅર કરીને કહેવામાં આવ્યું છે કે તમે શું વિચારો છો? આ તસવીરમાં નવા નટુકાકા ગડા ઇલેક્ટ્રોનિક્સમાં નટુકાકાની ખુરશીમાં બેઠાં છે. આ તસવીરમાં ઘનશ્યામ નાયકની તસવીર પણ શૅર કરવામાં આવી છે. આથી જ હવે એવી ચર્ચા થઈ રહી છે કે આ જ કલાકાર હવે નટુકાકાનું પાત્ર ભજવશે.

સત્તાવાર પુષ્ટિ થઈ નથી
નવા નટુકાકાના પાત્ર અંગે હજી સુધી સિરિયલના મેકર્સે કોઈ પુષ્ટિ કરી નથી. આ તસવીર વાઇરલ થયા બાદ ચાહકો માની રહ્યા છે કે આગામી એપિસોડમાં નવા નટુકાકાનું પાત્ર જોવા મળશે.

ઘનશ્યામ નાયકનું 3 ઓક્ટોબરે અવસાન થયું હતું
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઘનશ્યામ નાયકને ગળાના ભાગમાં સાતથી આઠ કેન્સરની ગાંઠો નીકળી હતી. ત્યારબાદ તેમણે રેડિએશન તથા કિમોથેરપી કરાવી હતી. તે સમયે ઘનશ્યામ નાયક કેન્સર ફ્રી થઈ ગયા હતા, પરંતુ છ મહિના બાદ જ કેન્સરે ઊથલો માર્યો હતો અને તેમણે ફરીવાર કિમોથેરપી લીધી હતી. મૃત્યુના બે દિવસ પહેલાં જ તેમની તબિયત ખરાબ થઈ હતી અને પરિવારે તેમણે ઘરની નજીક આવેલી સૂચક હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા. તેમણે 3 ઓક્ટોબરે સાંજે સાડા પાંચ વાગે હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...