'નટુકાકા'ના પરિવારનું આક્રંદ:સ્મશાનમાં બાઘાને જોતાં જ ઘનશ્યામ નાયકની દીકરીએ પોક મૂકી, આસપાસના લોકોની આંખો પણ ભીંજાઈ

મુંબઈ2 મહિનો પહેલા
  • અંતિમસંસ્કાર સવારે સાડાનવની આસપાસ કરવામાં આવ્યા હતા

77 વર્ષની ઉંમરમાં ઘનશ્યામ નાયકનું સૂચક હોસ્પિટલમાં સાંજે સાડા પાંચ વાગે ત્રીજી ઓક્ટોબરના રોજ અવસાન થયું હતું. ઘનશ્યામ નાયકના બીજા દિવસે એટલે કે ચોથી ઓક્ટોબરના રોજ અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. નટુકાકાના પરિવારમાં પત્ની, બે દીકરી તથા એક દીકરો છે. બંને દીકરીઓ લગ્ન કર્યા નથી. નટુકાકાની અંતિમ યાત્રા મલાડ સ્થિત તેમના ઘરેથી નીકળી હતી. એમ્બ્યૂલન્સમાં નટુકાકાનો પાર્થિવદેહ સ્મશાનમાં લાવવામાં આવ્યો હતો. સ્મશાનમાં નટુકાકાની બે દીકરી તથા દીકરા આવ્યાં હતાં.

સ્મશાનમાં કોણ કોણ આવ્યું?
અંતિમસંસ્કારમાં અમિત ભટ્ટ, શ્યામ પાઠક, તન્મય વેકરિયા, દિલીપ જોષી, અસિત મોદી, શરદ સાંકલા આવ્યા હતા. કલાકારોએ રડતી આંખે નટુકાકાને અંતિમ વિદાય આપી હતી.

ઐય્યર (તનુજ મહાશબ્દે)
ઐય્યર (તનુજ મહાશબ્દે)

દીકરી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી
બાઘા એટલે કે તન્મય વેકરિયા જ્યારે સ્મશાનમાં આવ્યો ત્યારે નટુકાકાની દીકરી તન્મયને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી હતી. આ સમયે તન્મય પણ રડવા લાગ્યો હતો અને આસપાસમાં ઊભેલા પરિવારના સભ્યો પણ રડી પડ્યા હતા. દીકરીને માંડ માંડ તન્મય તથા પરિવારના અન્ય સભ્યો શાંત પાડી હતી.

જેઠલાલ સંતો સાથે આવ્યા
દિલીપ જોષી સ્મશાનમાં સ્વામિનારાયણના બે સંત સાથે આવ્યા હતા.

તસવીરોમાં નટુકાકાના અંતિમસંસ્કાર....

નટુકાકાની અંતિમ યાત્રા.
નટુકાકાની અંતિમ યાત્રા.
નટુકાકાની દીકરી.
નટુકાકાની દીકરી.
નટુકાકાની દીકરી તન્મયને વળગીને રડી પડી હતી.
નટુકાકાની દીકરી તન્મયને વળગીને રડી પડી હતી.
પરિવારે નટુકાકાના અંતિમ દર્શન કર્યાં હતાં
પરિવારે નટુકાકાના અંતિમ દર્શન કર્યાં હતાં
નટુકાકાનો પાર્થિવદેહ.
નટુકાકાનો પાર્થિવદેહ.
તન્મય વેકરિયાએ નટુકાકાની દીકરીને સાંત્વના આપી હતી.
તન્મય વેકરિયાએ નટુકાકાની દીકરીને સાંત્વના આપી હતી.
વિકાસ નાયક.
વિકાસ નાયક.
નટુકાકાની અંતિમ સફર.
નટુકાકાની અંતિમ સફર.
જેઠાલાલ સ્વામિનારાયણના સંતો સાથે.
જેઠાલાલ સ્વામિનારાયણના સંતો સાથે.