તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:કલાકારો કામ કરે કે ના કરે અસિત મોદી દર મહિને પગાર આપે છે, એક્ટર્સે કહ્યું- પ્રોડ્યૂસર ભગવાન જેવા છે

મુંબઈ4 મહિનો પહેલાલેખક: કિરણ જૈન
  • કૉપી લિંક
  • 'તારક મહેતા'માં બેઝિક પગાર દર મહિને મળે છે, જ્યારે ફી દર 3 મહિને મળે છે
  • કલાકારોના અનુભવને આધારે બેઝિક પગાર નક્કી કરવામાં આવ્યો છે
  • 'તારક મહેતા'માં કલાકારો જેટલા દિવસ શૂટિંગ કરે તે હિસાબે ફી મળે છે

કોરોનાને કારણે ઘણાં ટીવી શોનું શૂટિંગ બંધ થઈ ગયું છે તો કેટલાંક જાણીતા પ્રોડ્યૂસર્સ પોતાની ટીમની સાથે મુંબઈની બહાર શૂટિંગ કરી રહ્યાં છે. ઘણાં પ્રોડ્યૂસર્સ મહારાષ્ટ્રમાં અનલૉક થાય તેની રાહમાં છે. આવી કપરી પરિસ્થિતિમાં અનેક લોકોને નુકસાન થઈ રહ્યું છે. એક્ટર્સને શૂટિંગ ક્યારે શરૂ થશે તેની સાથે સાથે પોતાનું પેમેન્ટ ક્યારે આવશે તેની પણ ચિંતા છે. જોકે, આ પરિસ્થિતિમાં પણ એક એવો શો છે, જેના એક્ટર્સ શૂટિંગ ના કરે તો પણ વધુ નુકસાન થતું નથી.

પગાર દર મહિને ્ને ફી દર 3 મહિને મળે છે
ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના એક્ટર્સ જ્યાં સુધી શો સાથે જોડાયેલા હોય છે ત્યાં સુધી પ્રોડ્યૂસર અસિત મોદી કલાકારો કામ કરે કે ના કરે દર મહિને બેઝિક પગાર આપે છે. દરેક એક્ટરના અનુભવના હિસાબે બેઝિક સેલરી નક્કી કરેલી છે. બેઝિક સેલરી ઉપરાંત મહિનામાં જે-તે એક્ટર કેટલાં દિવસ શૂટિંગ કરે છે, તે પ્રમાણે ફી મળે છે. આ ફી દર ત્રણ મહિને આપવામાં આવે છે, જ્યારે બેઝિક સેલરી દર મહિને મળે છે.

ગુજરાત માત્ર થોડાંક જ કલાકારો ગયા છે ​​​​​​​
સિરિયલમાં અબ્દુલનું પાત્ર ભજવનાર શરદ સાંકલાએ કહ્યું હતું, 'આ સમયે અમારી ટીમમાંથી માત્ર એક્ટર્સ (નટુકાકા-અબ્દુલ, એક્ટ્રેસિસ તથા ટપુસેના સિવાયના તમામ એક્ટર્સ ) ગુજરાત શૂટિંગ માટે ગયા છે. શોની સ્ટોરીલાઈન કોરોનાકાળમાં ચાલતા બ્લેક માર્કેટિંગ દવાઓની આસપાસ છે. આ એપિસોડમાં ગોકુલધામ સોસાયટીના માત્ર પુરુષો જ જોવા મળશે. શોમાં હું દુકાનદારનું પાત્ર ભજવું છું અને આ સ્ટોરીલાઈનમાં હું ફિટ બેસતો નથી. મારી જેમ જ ઘણાં પાત્રો આ સ્ટોરીલાઈન માટે યોગ્ય નથી. આથી અમે અત્યારે મુંબઈમાં જ છીએ. થોડાં અઠવાડિયા અમે ઘરે જ રહીશું.'

પ્રોડ્યૂસર ઘણું જ ધ્યાન રાખે છે
શરદે વધુમાં કહ્યું હતું, 'અમારી ઇન્ડસ્ટ્રીમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. મોટાભાગના એક્ટર્સની આવક શૂટિંગ પર જ નિર્ભર કરે છે. આવા સમયે અમે ખુશનસીબ છીએ કે અમારા પ્રોડ્યૂસર અમારું ઘણું જ ધ્યાન રાખે છે. અમે શૂટિંગ ના કરીએ તો પણ અમને બેઝિક સેલરી આપવામાં આવે છે. અમારામાંથી કોઈને પણ કોઈ જાતની તકલીફ નથી.'

નટુકાકાને મળ્યો પૂરો પગાર ​​​​​​​
શોમાં નટુકાકાનું પાત્ર ભજવનાર એક્ટર ઘનશ્યામ નાયકને ગયા વર્ષે કેન્સર થયું હતું. તેઓ દોઢ વર્ષમાં માત્ર 4-5 એપિસોડ શૂટ કરી શક્યા હતા. જોકે, તેમના અકાઉન્ટમાં દર મહિને સેલરી જમા થતી હતી. આ અંગે ઘનશ્યામ નાયકે કહ્યું હતું, 'અસિત મોદી મારા માટે ભગવાનની જેમ છે. છેલ્લાં 6-7 મહિનાથી હું કામ કરતો નથી. પહેલાં લૉકડાઉનને કારણે અને પછી મારી તબિયત બગડી. તેમ છતાંય અસિતજીએ મને પૂરું પેમેન્ટ આપ્યું છે. તે જ પૈસાથી મારી સારવાર થઈ શકી. તેમણે આશ્વસાન આપ્યું હતું કે જો હું તબિયતને કારણે શૂટિંગ ના કરી શકું તો પણ મારી સેલરી તે કાપશે નહીં. જરૂર પડશે ત્યારે સાથે આપશે. આનાથી વધારે હું શું માગી શકું છું. તેમનો જેટલો આભાર માનું એટલો ઓછો.'

જાણો કેટલી છે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના એક્ટર્સની દર મહિને અંદાજિત બેઝિક સેલરી

સમય શાહ (ગોગી), રાજ અનડકટ (ટપુ), પલક સિધવાણી (સોનુ), કુશ શાહ (ગોલી) તથા અઝહર શેખ (પીકુ)
સમય શાહ (ગોગી), રાજ અનડકટ (ટપુ), પલક સિધવાણી (સોનુ), કુશ શાહ (ગોલી) તથા અઝહર શેખ (પીકુ)
જેઠાલાલના રોલમાં જોવા મળે છે
જેઠાલાલના રોલમાં જોવા મળે છે
તારક મહેતાનું પાત્ર ભજવે છે
તારક મહેતાનું પાત્ર ભજવે છે
અમિત ભટ્ટ ચંપક ચાચા (જેઠાલાલના પિતા)ના પાત્રમાં તો શ્યામ પાઠક પત્રકાર પોપટલાલના રોલમાં જોવા મળે છે
અમિત ભટ્ટ ચંપક ચાચા (જેઠાલાલના પિતા)ના પાત્રમાં તો શ્યામ પાઠક પત્રકાર પોપટલાલના રોલમાં જોવા મળે છે
શોપ કિપર અબ્દુલનું પાત્ર ભજવે છે
શોપ કિપર અબ્દુલનું પાત્ર ભજવે છે
નટુકાકાનું પાત્ર ભજવે છે અને જેઠાલાલની દુકાન ગડા ઈલેક્ટ્રોનિક્સમાં કામ કરે છે
નટુકાકાનું પાત્ર ભજવે છે અને જેઠાલાલની દુકાન ગડા ઈલેક્ટ્રોનિક્સમાં કામ કરે છે
મંદાર ગોકુલધામના સેક્રેટરી તથા ટીચર ભીડનો રોલ પ્લે કરે છે તો તનુજ વૈજ્ઞાનિક અય્યરનું પાત્ર ભજવે છે
મંદાર ગોકુલધામના સેક્રેટરી તથા ટીચર ભીડનો રોલ પ્લે કરે છે તો તનુજ વૈજ્ઞાનિક અય્યરનું પાત્ર ભજવે છે
સોનાલિકા જોષી મિસિસ ભીડે એટલે કે માધવી ભાભીના તથા અંબિકા કોમલભાભીના રોલમાં છે.
સોનાલિકા જોષી મિસિસ ભીડે એટલે કે માધવી ભાભીના તથા અંબિકા કોમલભાભીના રોલમાં છે.
અય્યરની પત્નીના રોલમાં મુનમુન દત્તાએ બબીતાનો રોલ પ્લે કર્યો છે
અય્યરની પત્નીના રોલમાં મુનમુન દત્તાએ બબીતાનો રોલ પ્લે કર્યો છે
સુનૈના ફોજદારે અંજલિ મહેતા (તારક મહેતાની પત્ની)ના રોલમાં છે
સુનૈના ફોજદારે અંજલિ મહેતા (તારક મહેતાની પત્ની)ના રોલમાં છે