'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના જેઠાલાલ એટલે કે દિલીપ જોષી ચાહકોમાં ઘણાં જ લોકપ્રિય છે. હાલમાં જ દિલીપ જોષીનો એક વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયોમાં દિલીપ જોષી હટકે અંદાજમાં જોવા મળ્યો હતો.
નવી જાહેરાતમાં જોવા મળ્યા
દિલીપ જોષી કોકા કોલાની રીમઝીમ જીરા સોડાની જાહેરાતમાં જોવા મળ્યા હતા. આ જાહેરાતમાં તે લવગુરુ બન્યા હોય છે. જાહેરાતમાં દિલીપ જોષીએ ડૉક્ટર જીરાનો રોલ પ્લે કર્યો છે અને તેઓ પ્રેમીઓને સલાહ આપતા હોય છે.
દિલીપ જોષીના નવા લુકની તસવીરો વાઇરલ..
તાજેતરમાં જ શો છોડવા અંગે વાત કરી હતી
એક ઇન્ટરવ્યૂમાં દિલીપ જોષીને પૂછવામાં આવ્યું હતું કે આટલા વર્ષોથી તે એક જ પ્રકારનો રોલ કરીને કંટાળી નથી ગયા? તો તેમણે કહ્યું હતું કે તેમનો શો કોમેડી છે અને તે શોમાં કામ કરીને ખુશ છે. જે દિવસે તેમને આ શોમાં કામ કરવાનો કંટાળો આવશે તે દિવસે આ શો છોડી દેશે. આ શોમાં કામ કરવાની તેમને ઘણી જ મજા આવે છે. જે દિવસે તેમને આ શોમાં કામ કરવાની મજા નહીં આવે તે દિવસે તે આ શો છોડી દેશે. ઉલ્લેખનીય છે કે દિલીપ જોષી 2008થી આ સિરિયલમાં જેઠાલાલનું પાત્ર ભજવે છે.
ગયા વર્ષે દીકરીના લગ્ન કરાવ્યા
53 વર્ષીય દિલીપ જોષીની દીકરી નિયતિના લગ્ન 8 ડિસેમ્બરે, નાશિકમાં યોજાયા હતા. 11 ડિસેમ્બરે મુંબઈમાં ભવ્ય રિસેપ્શન આપવામાં આવ્યું હતું. દીકરીના લગ્ન બાદ દિલીપ જોષી પરિવાર સાથે ગુજરાત આવ્યા હતા અહીંયા તેમણે સૌ પહેલાં સોમનાથમાં પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ તેઓ કચ્છ આવ્યા હતા. અહીંયા પ્રથમ તેઓ માતાના મઢ સ્થિત મા આશાપુરાના દર્શને ગયા હતા. અહીં તેમણે માતાજીની સંધ્યા આરતીનો લાભ લીધો હતો. ત્યારબાદ તેઓ કોટેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યા હતા અને ભગવાન શિવની પૂજા કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.