તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જેઠાલાલનો સંઘર્ષ:‘તારક મેહતા..’ ફેમ દિલીપ જોશીએ કહ્યું, ‘એક સમય હતો જ્યારે મને કોઈ રોલ આપતું નહોતું, એક રોલના 50 રૂપિયા કમાતો હતો’

6 મહિનો પહેલા

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ દિલીપ જોશીએ કહ્યું કે, એક સમય હતો જ્યારે મને કોઈ કામ અઆપ્તું નહોતું. મારે કમર્શિયલ થિએટરમાં બેકસ્ટેજ આર્ટિસ્ટ તરીકે કામ કરવું પડ્યું હતું. આ ખુલાસો તેણે કોમેડિયન સૌરભ પંતના પોડ-કાસ્ટમાં કર્યો.

દિલીપ જોશીએ તેમના સંઘર્ષના દિવસો યાદ કરતા કહ્યું કે, ‘મારા કરિયરની શરુઆત મેં કમર્શિયલ સ્ટેજમાં બેકસ્ટેજ આર્ટિસ્ટ તરીકે કરી હતી. મને કોઈ રોલ આપતું નહોતું. એક રોલના 50 રૂપિયા મળતા હતા, પરંતુ તે સમયે થિએટરમાં કામ કરવાનું પેશન હતું. મેં તે વાતની ચિંતા ના કરી કે મને બેકસ્ટેજ રોલ મળતા હતા. મોટા રોલ ભવિષ્યમાં મળશે, પરંતુ હું થિએટર સાથે જોડાયેલો રહેવા માગતો હતો.’

‘સ્ટેજ શોમાં એક દશકાથી વધારે સમય વીત્યો’
‘મેં 25 વર્ષ સુધી ગુજરાતી થિએટરમાં કામ કર્યું. મારો લાસ્ટ પ્લે ‘દયા ભાઈ’ હતો, તે 2007માં પૂરો થયો હતો.’

‘તારક મેહતાને લીધે બિઝી થઇ ગયો’
‘વર્ષ 2008માં મેં તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા માટે રવિવાર સહિત રોજ 12-12 કલાક સુધી શૂટિંગ કર્યું. થિએટર માટે તમારે અલગ પ્રકારનું ડિસિપ્લીન જોઈએ. તમારા વીકેન્ડની સાથે વીક-ડેઝમાં પણ શો હોય છે. આથી થિએટર અને ટીવીને મેનેજ કરવું મુશ્કેલ થઇ ગયું. હું થિએટરને ઘણું મિસ કરું છું.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો