નટુકાકાની અંતિમ સફર:સ્વામિનારાયણ સંતે ઘનશ્યામ નાયકના મોંમાં તુલસીનું પાન મૂક્યું હતું, અંતિમ યાત્રા તસવીરોમાં

મુંબઈ2 મહિનો પહેલા
  • અંતિમસંસ્કારમાં દિલીપ જોષી સ્વામિનારાયણના સંતો સાથે આવ્યા હતા

'તારક મહેતા'માં નટુકાકાનું પાત્ર ભજવીને ઘેર-ઘેર લોકપ્રિય થનારા ઘનશ્યામ નાયકનું ત્રીજી ઓક્ટોબરના રોજ 77 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. નટુકાકાના અંતિમસંસ્કાર આજે, એટલે કે ચોથી ઓક્ટોબરના રોજ સવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

અંતિમ સંસ્કારમાં કોણ કોણ હાજર રહ્યું હતું?
ભવ્ય ગાંધી (જૂનો ટપુડો), સમય શાહ (ગોગી) તથા સિરિયલના પ્રોડ્યુસર અસિત મોદી નટુકાકાના ઘરે ગયા હતા. અંતિમ સંસ્કાર કાંદિવલીના દહાનુકર વાડીમાં કરવામાં આવ્યા હતા. અહીંયા જેઠાલાલ (દિલીપ જોષી), અસિત મોદી, બાઘા (તન્મય વેકરિયા), બબિતા (મુનમુન દત્તા), ચંપકચાચા (અમિત ભટ્ટ) જોવા મળ્યા હતા.

નટુકાકાના અંતિમસંસ્કાર તસવીરોમાં..

સ્વામિનારાયણ સંતો સાથે જેઠાલાલ (દિલીપ જોષી).
સ્વામિનારાયણ સંતો સાથે જેઠાલાલ (દિલીપ જોષી).
અબ્દુલ (શરદ સાંકલા).
અબ્દુલ (શરદ સાંકલા).
મુનમુન દત્તા (બબીતા).
મુનમુન દત્તા (બબીતા).
મુનમુન દત્તા એકલી જ આવી હતી.
મુનમુન દત્તા એકલી જ આવી હતી.
નટુકાકાની દીકરી.
નટુકાકાની દીકરી.
જેઠાલાલ (દિલીપ જોષી).
જેઠાલાલ (દિલીપ જોષી).
ઘનશ્યામ નાયકનો દીકરો વિકાસ.
ઘનશ્યામ નાયકનો દીકરો વિકાસ.
નટુકાકાનો દીકરો વિકાસ.
નટુકાકાનો દીકરો વિકાસ.
નટુકાકાની દીકરી.
નટુકાકાની દીકરી.
અંતિમસંસ્કાર પહેલાં ઘરમાં કેટલીક વિધિ કરવામાં આવી હતી.
અંતિમસંસ્કાર પહેલાં ઘરમાં કેટલીક વિધિ કરવામાં આવી હતી.
અસિત મોદી
અસિત મોદી
ભવ્ય ગાંધી, અસિત મોદી.
ભવ્ય ગાંધી, અસિત મોદી.
ભવ્ય ગાંધી
ભવ્ય ગાંધી
નટુકાકાએ અનંતવાટની પકડી
નટુકાકાએ અનંતવાટની પકડી
પરિવાર અંતિમસંસ્કારમાં રડી પડ્યો.
પરિવાર અંતિમસંસ્કારમાં રડી પડ્યો.
નટુકાકાનો પરિવાર અંતિમ દર્શન કરી રહ્યો છે.
નટુકાકાનો પરિવાર અંતિમ દર્શન કરી રહ્યો છે.
અસિત મોદી તથા સમય શાહ.
અસિત મોદી તથા સમય શાહ.
તનુજ મહાશબ્દ તથા નટુકાકાનો પરિવાર.
તનુજ મહાશબ્દ તથા નટુકાકાનો પરિવાર.
નટુકાકાના પાર્થિવદેહને શાલ ઓઢવામાં આવી હતી.
નટુકાકાના પાર્થિવદેહને શાલ ઓઢવામાં આવી હતી.

હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
નટુકાકાની કેન્સરની સારવાર સૂચક હોસ્પિટલમાં ચાલતી હતી. તેમને અહીં જ એડમિટ કરવામાં આવ્યા હતા અને ત્રીજી ઓક્ટોબરના રોજ સાંજે સાડાપાંચ વાગે તેમણે હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા.

નટુકાકાની અંતિમ ઈચ્છા છેલ્લા શ્વાસ સુધી એક્ટિંગ કરવાની હતી.
નટુકાકાની અંતિમ ઈચ્છા છેલ્લા શ્વાસ સુધી એક્ટિંગ કરવાની હતી.

સાડાઆઠ વાગે અંતિમ યાત્રા નીકળશે
નટુકાકાની અંતિમ યાત્રા સવારે સાડ આઠ વાગે તેમના મલાડ સ્થિત ઘરેથી નીકળશે અને નવ વાગે કાંદિવલીના દહાનુકર વાડીમાં ઇલેક્ટ્રિક સ્માશનમાં અંતિમસંસ્કારમાં કરવામાં આવશે.

છેલ્લા કેટલાક સમયથી કેન્સર હતું
નટુકાકા છેલ્લાં કેટલાંક સમયથી કેન્સરની સારવાર કરાવતા હતા. ગયા વર્ષે તેમના ગળાના ભાગે આઠ ગાંઢો કાઢવામાં આવી હતી અને પછી તેમણે કિમોથેરપી લીધી હતી. તેઓ કેન્સર ફ્રી થઈ ગયા હતા. જોકે, થોડાક મહિના બાદ જ કેન્સરે ઊથલો માર્યો હતો અને તેમણે ફરી વાર કિમોથેરપી કરાવી હતી.

ફૅન પેજે શૅર કરેલી નટુકાકાની તસવીર.
ફૅન પેજે શૅર કરેલી નટુકાકાની તસવીર.

છેલ્લે છેલ્લે ચહેરા પર સોજા આવી ગયા
થોડા સમય પહેલાં જ નટુકાકાના દીકરા વિકાસ નાયકે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેના પપ્પાને ચહેરા પર સોજો આવી ગયો હતો અને તેથી જ તે વધુ વાત કરતાં નથી.

છેલ્લે છેલ્લે સિરિયલમાં આ અંદાજમાં નટુકાકા જોવા મળ્યા હતા
છેલ્લે છેલ્લે સિરિયલમાં આ અંદાજમાં નટુકાકા જોવા મળ્યા હતા

કિમો સેશનની વચ્ચે 'તારક મહેતા'નું શૂટિંગ કર્યું
કિમો સેશનની વચ્ચે ઘનશ્યામ નાયકે દમણ જઈને ટીવી સિરિયલ 'તારક મહેતા...'નું શૂટિંગ કર્યું હતું. ઘનશ્યામ નાયક દીકરા વિકાસ સાથે અહીં શૂટિંગ માટે આવ્યા હતા. આ દરમિયાન શ્યામ પાઠક (પત્રકાર પોપટલાલ)નો જન્મદિવસ સેટ પર સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. સેટ પર નટુકાકા માટે અલગથી કેક પણ મગાવવામાં આવી હતી.

350થી વધુ ગુજરાતી ફિલ્મો ડબ કરી
ઘનશ્યામ નાયકે આશરે 100 ગુજરાતી અને હિન્દી ફિલ્મો અને લગભગ 350 હિન્દી ટેલિવિઝન સિરિયલોમાં અભિનય કર્યો હતો. તેમણે 100 થી વધુ ગુજરાતી સ્ટેજ નાટકોમાં પણ અભિનય કર્યો હતો. તેમણે આશા ભોંસલે અને મહેન્દ્ર કપૂર જેવા મહાન કલાકારો સાથે 12 થી વધુ ગુજરાતી ફિલ્મોમાં પ્લેબેક આપ્યું હતું. તેમણે 350 થી વધુ ગુજરાતી ફિલ્મો ડબ કરી હતી.

મૂળ મહેસાણાના ઊંઢાઈ ગામના વતની હતા.
મૂળ મહેસાણાના ઊંઢાઈ ગામના વતની હતા.

ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું
ઘનશ્યામ નાયક એટલે કે 'નટુ કાકા' એ 1960 માં આવેલી ફિલ્મ 'માસૂમ'થી બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. લગભગ 60 વર્ષની કારકિર્દીમાં ઘનશ્યામ નાયકે હિન્દી ફિલ્મો અને ટીવીથી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું. નટુ કાકાએ લગભગ 200 ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું. બોલિવૂડમાં, તે 'બરસાત', 'ઘાતક', 'ચાઇના ગેટ', 'હમ દિલ દે ચુકે સનમ', 'તેરા જાદુ ચલ ગયા', 'લજ્જા', 'તેરે નામ', 'ચોરી ચોરી' અને 'ખાકી જૈસા' જેવી ફિલ્મમાં દેખાયા હતા.

તમામ તસવીરોઃ કિરણ જૈન, અજીત રેડેકર