'રીટા રિપોર્ટર'ના લગ્નમાં ઉમટ્યું ગોકુલધામ:'તારક મહેતા..' ફેઈમ પ્રિયાના લગ્નમાં 'ચંપકચાચા'નો 'બબીતા' સાથે જોરદાર ડાન્સ, કલાકારો અને ક્રૂ મેમ્બર્સે ધમાલ મચાવી

મુંબઈ11 દિવસ પહેલા
  • પ્રિયા આહુજા તથા માલવ રાજડાએ 10મી વેડિંગ એનિવર્સરી પર બીજીવાર લગ્ન કર્યા

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રીટા રિપોર્ટરનો રોલ ભજવી પ્રિયા આહુજાએ સિરિયલના ડિરેક્ટર માલવ રાજડા સાથે 2011માં લગ્ન કર્યાં હતાં. હાલમાં જ લગ્નને 10 વર્ષ થતાં પ્રિયા તથા માલવે બીજીવાર લગ્ન કર્યાં હતાં. લગ્નમાં મહેંદી, પીઠી તથા સંગીત સેરેમની પણ રાખવામાં આવી હતી. આ લગ્નમાં પરિવારના સભ્યો, મિત્રો તથા સિરિયલના કલાકારો પણ જોવા મળ્યાં હતાં.

લગ્નમાં અમિત ભટ્ટે જોરદાર ડાન્સ કર્યો
લગ્ન બાદ રિસેપ્શન યોજવામાં આવ્યું હતું. રિસેપ્શનમાં સિરિયલમાં ચંપકચાચાનો રોલ ભજવતા અમિત ભટ્ટે જોરદાર ડાન્સ કર્યો હતો. સ્ટેજ પર અમિત ભટ્ટે પહેલાં પ્રિયા આહુજા સાથે અને પછી જૂની સોનુ (નિધિ ભાનુશાલી) સાથે ડાન્સ કર્યો હતો. ડાન્સ કરતાં સમયે અમિત ભટ્ટે બબીતા (મુનમુન દત્તા)ને પણ ડાન્સ કરવાનો આગ્રહ કર્યો હતો.

લગ્નમાં કોણ કોણ હાજર રહ્યું?
લગ્નમાં જેઠાલાલનો રોલ પ્લે કરતાં દિલીપ જોષી, પત્રકાર પોપટલાલ એટલે શ્યામ પાઠક, સોનુ બનતી પલક સહિતના કલાકારો આવ્યા હતા. માલવ તથા પ્રિયાનું ગઠબંધન પલક સિધવાણીએ કર્યું હતું. લગ્નમાં કુશ શાહ, સમય શાહ, નિધિ ભાનુશાલી પણ આવ્યા હતા.

તસવીરોમાં જુઓ પ્રિયા-માલવના લગ્નમાં 'તારક મહેતા...'ના કલાકારો....

કુશ શાહ (ગોલી), નિધિ (જૂની સોનુ) તથા માલવ-પ્રિયા
કુશ શાહ (ગોલી), નિધિ (જૂની સોનુ) તથા માલવ-પ્રિયા
પલક સિધવાણી (હાલની સોનુ) તથા પ્રિયા
પલક સિધવાણી (હાલની સોનુ) તથા પ્રિયા
સમય શાહ (ગોગી) સાથે પ્રિયા-માલવ
સમય શાહ (ગોગી) સાથે પ્રિયા-માલવ
જેઠાલાલ (દિલીપ જોષી)એ પ્રિયા તથા માલવને શુભેચ્છા પાઠવી હતી
જેઠાલાલ (દિલીપ જોષી)એ પ્રિયા તથા માલવને શુભેચ્છા પાઠવી હતી
ડાન્સ ફ્લોર પર અમિત ભટ્ટ (ચંપકચાચા)એ ધમાલ મચાવી દીધી હતી
ડાન્સ ફ્લોર પર અમિત ભટ્ટ (ચંપકચાચા)એ ધમાલ મચાવી દીધી હતી
પત્ની સાથે અમિત ભટ્ટ
પત્ની સાથે અમિત ભટ્ટ
નિધિ ભાનુશાલી સાથે અમિત ભટ્ટ
નિધિ ભાનુશાલી સાથે અમિત ભટ્ટ
ડાન્સ ફ્લોર અમિત ભટ્ટનો ધમાકેદાર ડાન્સ
ડાન્સ ફ્લોર અમિત ભટ્ટનો ધમાકેદાર ડાન્સ
અમિત ભટ્ટ-શ્યામ પારેખ તથા બલવિંદર સિંહ (સોઢી)
અમિત ભટ્ટ-શ્યામ પારેખ તથા બલવિંદર સિંહ (સોઢી)