'રીટા રિપોર્ટર' ફરી પરણી:'તારક મહેતા..' ફૅમ પ્રિયા-માલવે બીજીવાર લગ્ન કર્યા, મહેંદીથી લઈ વેડિંગ સેરેમની તસવીરોમાં માણો

મુંબઈ17 દિવસ પહેલા
  • પ્રિયા આહુજાએ ભાંગડા કરીને મંડપમાં એન્ટ્રી લીધી હતી
  • લગ્ન બાદ માલવે મંડપમાં પત્ની પ્રિયાને કિસ કરી હતી

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રીટા રિપોર્ટરનો રોલ ભજવી પ્રિયા આહુજાએ સિરિયલના ડિરેક્ટર માલવ રાજડા સાથે 2011માં લગ્ન કર્યાં હતાં. હાલમાં જ લગ્નને 10 વર્ષ થતાં પ્રિયા તથા માલવે બીજીવાર લગ્ન કર્યાં હતાં. લગ્નમાં મહેંદી, હલદી તથા સંગીત સેરેમની પણ રાખવામાં આવી હતી. આ લગ્નમાં પરિવારના સભ્યો, મિત્રો તથા સિરિયલના કલાકારો પણ જોવા મળ્યાં હતાં.

માલવે કહ્યું હતું, 'લગ્નના છેલ્લાં 10 વર્ષમાં અમારી મિત્રતામાં ઝાઝો ફેરફાર થયો નથી. અમે હજી પણ બેસ્ટ ફ્રેન્ડ છીએ અને પ્રિયાએ ક્યારેય મારા પ્રેમ પર શંકા કરી નથી. પ્રિયા ક્યારેય પઝેસિવ પણ બની નથી. અમારું કામ જ એવું હોવાથી હું પ્રિયાને પૂરતો સમય આપી શતતો નથી. જોકે, અમને જેટલો સમય મળે ત્યારે અમે એકબીજા સાથે મસ્તી ધમાલ કરતા હોઈએ છીએ.'

લગ્નમાં કોણ કોણ હાજર રહ્યું?
લગ્નમાં જેઠાલાલનો રોલ પ્લે કરતાં દિલીપ જોષી, પત્રકાર પોપટલાલ એટલે શ્યામ પાઠક, સોનુ બનતી પલક સહિતના કલાકારો આવ્યા હતા. માલવ તથા પ્રિયાનું ગઠબંધન પલક સિધવાણીએ કર્યું હતું. લગ્નમાં કુશ શાહ, સમય શાહ, નિધિ ભાનુશાલી પણ આવ્યા હતા.

પ્રિયાએ કહ્યું હતું, 'અમારા દીકરા અરદાસે પણ લગ્નમાં અમારી સાથે આઉટફિટમાં કલર કો-ઓર્ડિનેટ કર્યું હતું. અમે એકબીજાને ઘણાં જ સમજીએ છીએ અને એકબીજાને પૂરતી સ્પેસ આપીએ છીએ. હું માનું છું કે અમારી મિત્રતાને કારણે અમારી વચ્ચેનો પ્રેમ ટકી રહ્યો છે.'

વધુમાં પ્રિયાએ જણાવ્યું હતું, 'લોકો ઘણાં જ મુશ્કેલ સમયમાંથી પસાર થયા છે. મને લાગ્યું કે આ પ્રસંગ લોકોને આમંત્રણ આપવા માટેનો બેસ્ટ છે. મારા પતિ ઘણાં જ રોમેન્ટિક છે. અમારા માટે સૌથી ખુશીની વાત એ હતી કે 'તારક' પરિવાર અમારી ખુશીમાં સામેલ થયો.'

તસવીરોમાં જુઓ, પ્રિયા-માલવનો વેડિંગ આલ્બમ.....

મહેંદી સેરેમનીમાં પ્રિયા સુનૈના ફોજદાર (અંજલિ ભાભી), કુશ શાહ (ગોલી), પલક સિધવાણી (સોનુ)
મહેંદી સેરેમનીમાં પ્રિયા સુનૈના ફોજદાર (અંજલિ ભાભી), કુશ શાહ (ગોલી), પલક સિધવાણી (સોનુ)
મહેમાનો સાથે પ્રિયા આહુજા
મહેમાનો સાથે પ્રિયા આહુજા
નિધિ ભાનુશાલી (જૂની સોનુ), પલક, સુનૈના તથા અન્ય મહેમાનો સાથે પ્રિયા
નિધિ ભાનુશાલી (જૂની સોનુ), પલક, સુનૈના તથા અન્ય મહેમાનો સાથે પ્રિયા
પીઠી દરમિયાન પ્રિયા-માલવ
પીઠી દરમિયાન પ્રિયા-માલવ
લગ્નમાં પ્રિયા તથા માલવ
લગ્નમાં પ્રિયા તથા માલવ
પ્રિયાએ ભાંગડા કરતાં કરતાં મંડપમાં એન્ટ્રી લીધી હતી
પ્રિયાએ ભાંગડા કરતાં કરતાં મંડપમાં એન્ટ્રી લીધી હતી
દીકરા સાથે પ્રિયા-માલવ
દીકરા સાથે પ્રિયા-માલવ
પલક સિધવાણીએ છેડાછેડીની વિધિ કરી હતી
પલક સિધવાણીએ છેડાછેડીની વિધિ કરી હતી
પ્રિયા તથા માલવે ગુજરાતીથી વિધિ કર્યા હતા
પ્રિયા તથા માલવે ગુજરાતીથી વિધિ કર્યા હતા
માલવ તથા પ્રિયા
માલવ તથા પ્રિયા
'તારક મહેતા..'ની ટીમ સાથે માલવ તથા પ્રિયા
'તારક મહેતા..'ની ટીમ સાથે માલવ તથા પ્રિયા
દીકરા સાથે પ્રિયા
દીકરા સાથે પ્રિયા
લગ્ન બાદ માલવ તથા પ્રિયાએ ફોટોઝ ક્લિક કરાવ્યા હતા
લગ્ન બાદ માલવ તથા પ્રિયાએ ફોટોઝ ક્લિક કરાવ્યા હતા
પત્નીને કિસ કરતો માલવ
પત્નીને કિસ કરતો માલવ
માલવ તથા પ્રિયાએ 2011માં લગ્ન કર્યા હતા
માલવ તથા પ્રિયાએ 2011માં લગ્ન કર્યા હતા
2019માં પ્રિયાએ દીકરાને જન્મ આપ્યો હતો
2019માં પ્રિયાએ દીકરાને જન્મ આપ્યો હતો