તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:જૂની સોનુએ પોરબંદરના દરિયાકિનારે લગાવી દોડ, ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો

મુંબઈ3 મહિનો પહેલા
  • રોડ ટ્રિપ પર નિધિ ભાનુશાલી ભોજનથી લઈ કપડાં સુધી, બેઝિક જરૂરિયાતની દરેક વસ્તુ સાથે લઈને નીકળી છે

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની જૂની સોનુ એટલે કે નિધિ ભાનુશાલી હાલમાં રોડ ટ્રીપ પર નીકળી છે. તે મુંબઈથી સૌ પહેલાં ગુજરાત આવી છે. હાલમાં જ નિધિએ ખડકોની વચ્ચે બેસીને રસોઈ બનાવી હતી. ત્યારબાદ નિધિએ પોરબંદર માધવપુર ઘેડનો એક વીડિયો શૅર કર્યો હતો.

બીચ પર દોડતી જોવા મળી
નિધિ માધવપુર ઘેડના દરિયાકિનારે દોડતી જોવા મળી હતી. આ વીડિયો શૅર કરીને નિધિએ કહ્યું હતું, સૂર્યાસ્તના અલગ અલગ રંગ. વરસાદમાં સૂર્યાસ્તની અલગ જ સુંદરતા જોવા મળે છે. સૂરજ આથમે તે પહેલાં વાદળોની પાછળ છુપાઈ જાય છે અને કેટલાં સુંદર રંગો વિખરે છે. જ્યાં સુધી અંધારું નથી થતું ત્યાં સુધી આખું આકાશ સુંદર રંગોથી ભરાઈ જાય છે.

આ પહેલાં ખડકોની વચ્ચે રસોઈ બનાવી
આ પહેલાં નિધિએ એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં તે દરિયા કિનારે ખડકોની વચ્ચે બેસીને ગેસ સ્ટવ પર કૂકરમાં રસોઈ બનાવી હતી. તેની સાથે તેનું ડોગી પણ જોવા મળ્યું હતું.

નિધિની ટ્રિપ બેથી ત્રણ મહિના ચાલે તેવી શક્યતા
નિધિની માતા પુષ્પા ભાનુશાલી સાથે divyabhaskar.comએ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમની દીકરી રિયલ લાઈફમાં ઘણી જ સાહસિક છે. તે પોતાના એક મિત્ર તથા ડોગી સાથે રોડ ટ્રિપ પર નીકળી છે. આ ટ્રિપ બેથી ત્રણ મહિના સુધી ચાલી શકે છે. વધુમાં પુષ્પા ભાનુશાલીએ કહ્યું હતું, 'નિધિ પોતાના ડોગ વગર રહી શકે તેમ નથી. આથી જ તે પોતાના ડોગને સાથે લઈ ગઈ છે. તેણે મને આશ્વસાન આપ્યું છે કે જે રીતે તે પોતાનું ધ્યાન રાખે છે, તેટલી જ ગંભીરતાથી ડોગનું ધ્યાન રાખશે. તે મુંબઈથી નીકળી હતી. તેનો પ્લાન લેહ લદ્દાખ સુધી જવાનો છે. આ જર્નીમાં તે મહારાષ્ટ્રના દહાણુ વિસ્તાર તથા બીચ પર રોકાઈ હતી. હવે તે ગુજરાત તરફ નીકળી છે. ત્યાંથી તે રાજસ્થાન થઈને ઉત્તરના અનેક રાજ્યોમાંથી પસાર થઈને હિમાચલ તરફ આગળ વધશે. આ ટ્રિપમાં તેને 2-3 મહિના થશે.'

ટ્રિપ માટે ખાસ હોન્ડા WRV કાર ખરીદી અને કસ્ટમાઈઝ કરાવી
પુષ્પા ભાનુશાલીએ આગળ કહ્યું હતું, 'ટ્રિપ પર નિધિ પોતાની જૂની કાર લઈ જવા માગતી નહોતી. આથી જ તેણે હોન્ડા WRV કાર ખરીદી હતી. કારને પોતાની રીતે કસ્ટમાઈઝ કરાવી હતી. સાચું કહું તો શરૂઆતમાં જ્યારે નિધિએ મને આ ટ્રિપ અંગે જણાવ્યું તો મને ઘણું જ ટેન્શન થઈ ગયું હતું, પરંતુ મને મારી દીકરી પર પૂરો વિશ્વાસ છે. 'તારક મહેતા..' છોડ્યા બાદ 5-6 એડવેન્ચર ટ્રિપ કરી છે. જોકે, આ ટ્રિપ અત્યાર સુધીની સૌથી લાંબી ટ્રિપ છે. હું રોજ તેની સાથે વાત કરું છું.' ઉલ્લેખનીય છે કે નિધિએ ખરીદેલી હોન્ડા WRV કાર સામાન્ય રીતે 8થી 11 લાખની આવે છે અને કસ્ટમાઈઝ કરાવવાનો અલગ ખર્ચ થાય છે.

'તારક મહેતા..'માં છ વર્ષ સુધી કામ કર્યું
નિધિ 12 વર્ષની હતી ત્યારે તેણે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સોનુનું પાત્ર ભજવવાની શરૂઆત કરી હતી. નિધિ પહેલાં સોનુનું પાત્ર ઝીલ મહેતા પ્લે કરતી હતી. ઝીલે વધુ અભ્યાસ માટે આ શો છોડી દીધો હતો. નિધિ 18 વર્ષની થઈ ત્યારે તેણે આ શો છોડી દીધો હતો. તેણે પણ અભ્યાસ માટે જ આ શો છોડવાનો નિર્ણય કર્યો હતો. નિધિએ મુંબઈની મીઠીબાઈ કોલેજમાં અભ્યાસ કર્યો છે.