એડવેન્ચર ટ્રિપ:'તારક મહેતા..'ની જૂની સોનુ રોડ ટ્રિપ પર નીકળી, જર્ની માટે ખરીદી 11 લાખની કાર, ગુજરાતમાં પણ રોકાઈ

મુંબઈ5 મહિનો પહેલાલેખક: કિરણ જૈન
  • કૉપી લિંક
  • નિધિ ભાનુશાલી મુંબઈથી લેહ લદ્દાખ જવાની છે, આ ટ્રિપ 2-3 મહિના ચાલશે
  • શરૂઆતમાં નિધિનાં મમ્મી ઘણાં જ ડરી ગયાં હતાં, પરંતુ તેમને દીકરી પર પૂરો વિશ્વાસ છે
  • રોજ ફોન પર નિધિ સાથે વાત કરે છે

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફૅમ નિધિ ભાનુશાલી હાલમાં જ બિકીની વીડિયોને કારણે ચર્ચામાં આવી હતી. હાલમાં જ નિધિએ સો.મીડિયામાં કેટલીક તસવીરો શૅર કરી હતી, જેમાં તે ગુજરાતના કોઈક ગામમાં જોવા મળી હતી. આ તસવીરો સાથે તેણે લાંબી પોસ્ટ પણ શૅર કરી હતી. નિધિએ પોસ્ટમાં પોતાની જર્ની અંગે વાત કરી છે.

શું કહ્યું નિધિએ?
નિધિએ ગુજરાતના ગામડાની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'અમે સૂર્યાસ્તની પાછળ પાછળ ગુજરાતના એક નાનકડાં ગામમાં ઉતર્યા હતા. ગામવાસીઓએ અમને રાત રોકાઈ જવાનો આગ્રાહ કર્યો હતો. તેમણે અમને ખાટલા આપ્યા હતા અને તેમનું સ્પેશિયલ દૂધ આપ્યું હતું. જુગની (નિધિની ડોગી) ખેતરમાં આમથી તેમ રખડતી હતી અને ભગવાન જાણે એને પૂરતી ગાયો મળી નહોતી. અમે ખુલ્લા આકાશમાં એકદમ શાંતિથી સૂઈ ગયા હતા. લાખો તારાઓને પણ ખબર હતી કે અમે આ દયાળુ લોકોના હાથમાં સલામત છીએ. સવારનો સૂરજ જોયો. અમારું ભોજન બનાવ્યું અને અમે નીકળી ગયા..સફર હજી ચાલુ છે.

નિધિની સો.મીડિયા પોસ્ટ
નિધિની સો.મીડિયા પોસ્ટ

ક્યા જઈ રહી છે નિધિ?
નિધિની માતા પુષ્પા ભાનુશાલી સાથે divyabhaskar.comએ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમની દીકરી રિયલ લાઈફમાં ઘણી જ સાહસિક છે. તે પોતાના એક મિત્ર તથા ડોગી સાથે રોડ ટ્રિપ પર નીકળી છે. આ ટ્રિપ બેથી ત્રણ મહિના સુધી ચાલી શકે છે.

નિધિને નવી નવી બાબતોનો શોખ છે
પુષ્પા ભાનુશાલીએ કહ્યું હતું, 'નિધિ ઘણી જ સાહસિક છે અને તેને નવી નવી વસ્તુઓ કરવાનો શોખ છે. અંદાજે એક અઠવાડિયા પહેલાં તે પોતાના મિત્ર તથા ડોગ સાથે રોડ ટ્રિપ પર નીકળી હતી. તે મુંબઈથી નીકળી હતી. તેનો પ્લાન લેહ લદ્દાખ સુધી જવાનો છે. આ જર્નીમાં તે મહારાષ્ટ્રના દહાણુ વિસ્તાર તથા બીચ પર રોકાઈ હતી. હવે તે ગુજરાત તરફ નીકળી છે. ત્યાંથી તે રાજસ્થાન થઈને ઉત્તરના અનેક રાજ્યોમાંથી પસાર થઈને હિમાચલ તરફ આગળ વધશે. આ ટ્રિપ દરમિયાન તે અનેક વીડિયો બનાવશે અને ચાહકો માટે સો.મીડિયામાં પોસ્ટ કરશે. નિધિને ડિરેક્શનનો ઘણો જ શોખ છે. આ વીડિયોની મદદથી તે પોતાનો આ શોખ પણ પૂરો કરશે.'

નિધિ સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ છે
નિધિ સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ છે

આ ટ્રિપમાં 2-3 મહિના થઈ શકે છે
વધુમાં પુષ્પા ભાનુશાલીએ કહ્યું હતું, 'નિધિ પોતાના ડોગ વગર રહી શકે તેમ નથી. આથી જ તે પોતાના ડોગને સાથે લઈ ગઈ છે. તેણે મને આશ્વસાન આપ્યું છે કે જે રીતે તે પોતાનું ધ્યાન રાખે છે, તેટલી જ ગંભીરતાથી ડોગનું ધ્યાન રાખશે. આ ટ્રિપમાં તેને 2-3 મહિના થશે.'

ટ્રિપ માટે ખાસ હોન્ડા WRV કાર ખરીદી અને કસ્ટમાઈઝ કરાવી
પુષ્પા ભાનુશાલીએ આગળ કહ્યું હતું, 'ટ્રિપ પર નિધિ પોતાની જૂની કાર લઈ જવા માગતી નહોતી. આથી જ તેણે હોન્ડા WRV કાર ખરીદી હતી. કારને પોતાની રીતે કસ્ટમાઈઝ કરાવી હતી. સાચું કહું તો શરૂઆતમાં જ્યારે નિધિએ મને આ ટ્રિપ અંગે જણાવ્યું તો મને ઘણું જ ટેન્શન થઈ ગયું હતું, પરંતુ મને મારી દીકરી પર પૂરો વિશ્વાસ છે. 'તારક મહેતા..' છોડ્યા બાદ 5-6 એડવેન્ચર ટ્રિપ કરી છે. જોકે, આ ટ્રિપ અત્યાર સુધીની સૌથી લાંબી ટ્રિપ છે. હું રોજ તેની સાથે વાત કરું છું.' ઉલ્લેખનીય છે કે નિધિએ ખરીદેલી હોન્ડા WRV કાર સામાન્ય રીતે 8થી 11 લાખની આવે છે અને કસ્ટમાઈઝ કરાવવાનો અલગ ખર્ચ થાય છે.

નિધિની સો.મીડિયા પોસ્ટ અવારનવાર વાઇરલ થતી હોય છે
નિધિની સો.મીડિયા પોસ્ટ અવારનવાર વાઇરલ થતી હોય છે

છ વર્ષ સુધી સિરિયલમાં કામ કર્યું
નિધિ 12 વર્ષની હતી ત્યારે તેણે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સોનુનું પાત્ર ભજવવાની શરૂઆત કરી હતી. નિધિ પહેલાં સોનુનું પાત્ર ઝીલ મહેતા પ્લે કરતી હતી. ઝીલે વધુ અભ્યાસ માટે આ શો છોડી દીધો હતો. નિધિ 18 વર્ષની થઈ ત્યારે તેણે આ શો છોડી દીધો હતો. તેણે પણ અભ્યાસ માટે જ આ શો છોડવાનો નિર્ણય કર્યો હતો. નિધિએ મુંબઈની મીઠીબાઈ કોલેજમાં અભ્યાસ કર્યો છે.

નિધિ ભાનુશાલી તથા પલક સિધવાણી
નિધિ ભાનુશાલી તથા પલક સિધવાણી

સિરિયલ છોડ્યા બાદ એક પણ એપિસોડ જોયા નથી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નિધિએ જ્યારથી 'તારક મહેતા..' સિરિયલ છોડી છે ત્યારબાદથી તેણે એક પણ એપિસોડ જોયો નથી. નિધિના સ્થાને હાલમાં પલક સિધવાણી સિરિયલમાં સોનુનું પાત્ર ભજવી રહી છે. નિધિએ કહ્યું હતું કે પલક ઘણી જ સારી છોકરી છે અને તેઓ ઘણીવાર બહાર સાથે ગયા છે. જોકે, તેણે હવે સિરિયલનો એક પણ એપિસોડ જોયો નથી. નિધિ ભાનુશાલી ફિલ્મમેકર બનવા માગે છે. જોકે, તે ટીવી કે બોલિવૂડમાં એક્ટ્રેસ તરીકે કામ કરવા તૈયાર છે.