'જુગનૂ' ડાન્સ:'તારક મહેતા..'ની બબીતાએ શોર્ટ્સ પહેરીને ગજબનો ડાન્સ કર્યો, ચાહકો ફિદા થઈ ગયા

મુંબઈ7 દિવસ પહેલા
  • મુનમુન દત્તાનો 'જુગનૂ ડાન્સ'નો વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો છે

હાલમાં સિંગર બાદશાહનું ગીત 'જુગનૂ'નું જુનૂન તમામ લોકો પર જોવા મળે છે. ગીત રિલીઝ થતાં જ ચાહકોમાં લોકપ્રિય બન્યું છે. સેલેબ્સ પણ આ ગીતના દિવાના બન્યા છે. હવે આ લિસ્ટમાં મુનમુન દત્તાનું નામ પણ જોડાયું છે.

સો.મીડિયામાં વીડિયો શૅર કર્યો
મુનમુન દત્તાએ હાલમાં જ એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં મુનમુન દત્તા 'જુગનૂ' સોંગના હુક સ્ટેપ કરતી જોવા મળી હતી. વીડિયોમાં મુનમુન શોર્ટ્સ તથા ટીશર્ટમાં જોવા મળે છે.

સ્લિમ લુક ચર્ચામાં

મુનમુન દત્તાએ થોડાં દિવસ પહેલાં જ ટ્રાન્સફોર્મેશન તથા વેટ લોસ જર્ની અંગે વાત કરી હતી. તેણે જૂની તસવીરો સો.મીડિયામાં અપલોડ કરીને કહ્યું હતું કે તેણે ચાર મહિનામાં ડાયટ તથા એક્સર્સાઇઝથી બૉડી ટ્રાન્સફોર્મેશન કર્યું છે.

ડાબેથી, અનુષ્કા શર્મા, આલિયા ભટ્ટ, કેટરીના કૈફ, રણવીર સિંહ, વરુણ ધવન
ડાબેથી, અનુષ્કા શર્મા, આલિયા ભટ્ટ, કેટરીના કૈફ, રણવીર સિંહ, વરુણ ધવન

આ પહેલાં અનેક સેલેબ્સે 'જુગનૂ' ડાન્સ કર્યો
મુનમુન દત્તા પહેલાં આલિયા ભટ્ટ, કેટરીના કૈફ, રણવીર સિંહ, સિદ્ધાર્થ મલ્હોત્રા, કાજલ અગ્રવાલ, અનુષ્કા શર્મા, વરુણ ધવન સહિતના સેલેબ્સે 'જુગનૂ' ડાન્સ કર્યો હતો.

તાજેતરમાં જ મુનમુન દત્તા નવા ઘરમાં શિફ્ટ થઈ
મુનમુન દત્તાએ પોતાના નવા ઘરની તસવીરો શૅર કરીને એક ઇમોશનલ પોસ્ટ શૅર કરી હતી. મુનમુને કહ્યું હતું, 'નવું ઘર, નવી શરૂઆત. આ દિવાળી પોસ્ટ મોડી છે. બિઝી શૂટિંગ શિડ્યૂઅલ તથા તબિયત ખરાબ હોવા છતાં હું નવા ઘરમાં શિફ્ટ થઈ, પરંતુ મારા નવા ઘરમાં નવી શરૂઆત કરવા અંગે ઘણી જ ઉત્સાહી છું. મારું સપનું સાચું પડ્યું. મેં સો.મીડિયામાંથી બ્રેક લીધો અને મમ્મી તથા નિકટના લોકો સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કર્યો હતો. કોઈની મદદ વગર ગ્રાઉન્ડ ઝીરોથી શરૂઆત કરીને આજે હું અહીંયા આવી છું. મને મારી જાત પર ગર્વ છે. કઠોર પરિશ્રમ તથા લગનનું મને આજે ફળ મળ્યું. ભગવાનનો આભાર.'

શું છે 'જુગનૂ' ચેલેન્જ?
આ ગીત જ્યારે રિલીઝ થયું ત્યારે બાદશાહે 'જુગનૂ' ચેલેન્જ શરૂ કરી હતી. આ ચેલેન્જમાં કેટલાંક સ્ટેપ્સ ફોલો કરવાના હોય છે. સૌ પહેલાં ડાન્સ કરનારે પોતાનું માથું એક બાજુ નમાવવાનું હોય છે, બાદશાહે આ સ્ટેપને 'ચમ્પી સ્ટેપ' નામ આપ્યું છે. સેકન્ડ સ્ટેપને 'ટિલ્ટ માસ્ટર પ્રો' એવું નામ આપવામાં આવ્યું છે. આ સ્ટેપમાં વ્યક્તિએ ખભાને થોડા ઝૂકાવવાના હોય છે અને ત્યારબાદ 'બોલ ડ્રિબલિંગ' સ્ટેપ આવે છે. આ સ્ટેપમાં વ્યક્તિ ફૂટબોલ રમતો હોય તેવું બતાવવાનું છે. છેલ્લું સ્ટેપ 'ખંડાલા સ્ટેપ રૂમાલ વગર' આવે છે. અહીંયા ખંડાલા સ્ટાઇલમાં ડાન્સ કરવાનો છે.

અન્ય સમાચારો પણ છે...