ઇન્સ્ટાગ્રામનું ગરમાગરમ:'તારક મહેતા..'ની 'બબીતા'એ નાઇટ ડ્રેસમાં બેલી ડાન્સ કર્યો, ચાહકો ઓવારી ગયા

મુંબઈએક મહિનો પહેલા
  • મુનમુન દત્તા પહેલાં મલાઈકા અરોરાએ આ સોંગ પર ડાન્સ કર્યો હતો

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફૅમ બબીતા એટલે કે મુનમુન દત્તા સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. મુનમુન દત્તા અવારનવાર સો.મીડિયામાં વીડિયો ને તસવીરો શૅર કરતી હોય છે. હાલમાં જ મુનમુન દત્તાએ સો.મીડિયામાં એક રિલ્સ શૅર કરી હતી. આ રિલ્સમાં બબીતાના કિલર ડાન્સ મૂવ્સ જોવા મળ્યા હતા.

'હે લેડીઝ, ડ્રોપ ઇટ ડાઉન...'
મુનમુન દત્તાએ સો.મીડિયામાં 'હે લેડીઝ, ડ્રોપ ઇટ ડાઉન' સોંગ પર રિલ્સ બનાવી છે. આ રિલ્સમાં મુનમુન દત્તા પિંક ને બ્લૂ રંગના નાઇટ ડ્રેસમાં જોવા મળે છે. તેણે વાળ ખુલ્લા રાખ્યા છે. સો.મીડિયામાં આ વીડિયો ઘણો જ વાઇરલ થયો છે. સો.મીડિયા યુઝર્સે પણ મુનમુન દત્તાના ડાન્સને વખાણ્યો છે. કેટલાંક યુઝરે કહ્યું હતું કે ટીવીની સૌથી સુંદર યુવતી. તો અન્ય એકે કમેન્ટ બોક્સમાં કહ્યું હતું કે તમારી સ્માઇલ એટલી સુંદર છે કે સૂરજ, ચંદ્ર ને તારાઓની ચમક પણ ફિક્કી પડી ગઈ છે.

આ પહેલાં મલાઇકા-ટેરેન્સે આ ગીત પર ડાન્સ કર્યો હતો
'ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર'ના સ્ટેજ પર મલાઈકા અરોરાએ કોરિયોગ્રાફર ટેરેન્સ સાથે 'હે લેડીઝ..' પર ડાન્સ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મલાઈકા અરોરા, ટેરેન્સ તથા ગીતા કપૂર આ શોની જજ પેનલમાં છે.

સોંગ 'હે લેડીઝ, ડ્રોપ ઇટ ડાઉન' 2005માં આવ્યું હતું
અમેરિકન સિંગર એકોને 2005માં આ ગીત ગાયું હતું. આ સોંગ હાલમાં સો.મીડિયામાં વાઇરલ બન્યું છે. યુઝર્સ 'હે લેડીઝ, ડ્રોપ ઇટ ડાઉન ડાન્સ ચેલેન્જ' એકબીજાને આપી રહ્યા છે. આ ચેલેન્જ હેઠળ યુઝર્સ બેલી ડાન્સ કરે છે, કેટલાંક યુઝર્સ ડાન્સના વિવિધ મૂવ્સ કરે છે.

થોડાં સમય પહેલાં 'જુગનૂ' ડાન્સ કર્યો હતો
મુનમુન દત્તાએ મહિના પહેલાં એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં મુનમુન દત્તા 'જુગનૂ' સોંગના હુક સ્ટેપ કરતી જોવા મળી હતી. વીડિયોમાં મુનમુન શોર્ટ્સ તથા ટીશર્ટમાં જોવા મળે છે.

દિવાળી નવા ઘરમાં સેલિબ્રેટ કરી
બબીતાએ દિવાળી પોતાના નવા ઘરમાં સેલિબ્રેટ કરી હતી. માનવામાં આવે છે કે ફર્નિચર સહિત આ ઘરની કિંમત અઢીથી ત્રણ કરોડની વચ્ચે છે. મુનમુન દત્તાના ઘરમાં વ્હાઇટ, ગ્રે તથા ગોલ્ડન રંગનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે. ડાઇનિંગ ટેબલની ચેર ગોલ્ડન રંગની છે તો લાઇટ તથા શો પીઝ ગોલ્ડન અને રોઝ ગોલ્ડનના છે.

ડ્રોઇંગ રૂમમાં બબીતાએ ગ્રે તથા વ્હાઇટ રંગનો ઉપયોગ કર્યો છે.
ડ્રોઇંગ રૂમમાં બબીતાએ ગ્રે તથા વ્હાઇટ રંગનો ઉપયોગ કર્યો છે.
બબીતાનો બેડરૂમ.
બબીતાનો બેડરૂમ.
ડ્રોઇંગ રૂમમાં બબીતા.
ડ્રોઇંગ રૂમમાં બબીતા.