તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુનમુન દત્તાને રાહત:'તારક મહેતા'ની બબિતાજીને સુપ્રીમ કોર્ટમાંથી રાહત, તમામ કેસ પર સ્ટે મૂક્યો

મુંબઈ3 મહિનો પહેલા
  • મુનમુન દત્તા વિરુદ્ધ ચાર રાજ્યોમાં કેસ કરવામાં આવ્યા હતા

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફૅમ મુનમુન દત્તાને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમે મુનમુન વિરુદ્ધ દાખલ થયેલા તમામ કેસો પર સ્ટે મૂક્યો છે. મુનમુન વિરુદ્ધ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત તથા મહારાષ્ટ્રમાં કેસ કરવામાં આવ્યો હતો. મુનમુન દત્તાએ પોતાના એક વીડિયોમાં જાતિગત અપમાનજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો અને તેના વિરુદ્ધ આ તમામ રાજ્યોમાં કેસ કરવામાં આવ્યો હતો.

શું હતી સમગ્ર ઘટના?
મુનમુન દત્તાએ પોતાના એક વીડિયોમાં જાતિગત શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ વીડિયો અંગે અનેક લોકોએ આપત્તિ દર્શાવી હતી. મુનમુન દત્તાને પોતાની ભૂલ ધ્યાનમાં આવતાં તેણે આ વીડિયો સો.મીડિયામાંથી ડિલિટ કરી નાખ્યો હતો અને યુટ્યૂબમાં એડિટ કરી નાખ્યો હતો. જોકે, વિરોધ શાંત ના થતાં મુનમુને સો.મીડિયામાં હિંદી તથા અંગ્રેજીમાં માફી માગતું નિવેદન જાહેર કર્યું હતું.

મુનમુનની માફી માગતી પોસ્ટ
મુનમુનની માફી માગતી પોસ્ટ

મુનમુને કહ્યું હતું, 'આ એક વીડિયોના સંદર્ભમાં છે. આ વીડિયો મેં ગઈકાલે પોસ્ટ કર્યો હતો. અહીં મારા દ્વારા ઉપયોગમાં લેવાયેલા એક શબ્દનો ખોટો અર્થ કરવામાં આવ્યો છે. આ અપમાન ધમકી કે કોઈની પણ ભાવનાઓને ઠેસ પહોંચાડવાના ઈરાદા સાથે કહેવામાં આવ્યો નથી. મારી ભાષાની નાસમજને કારણે મને શબ્દના સાચા અર્થની ખોટી માહિતી હતી. જ્યારે મને સાચો અર્થ કહેવામાં આવ્યો ત્યારે મેં એ ભાગ એડિટ કરી દીધો છે.'

વધુમાં એક્ટ્રેસે કહ્યું હતું હું દરેક જાતિ, પંથ અને દરેક વ્યક્તિને ઘણું જ સન્માન આપું છે. સમાજ કે રાષ્ટ્રમાં તેમના અપાર યોગદાનને સ્વીકારું છું. મારા શબ્દના ઉપયોગને કારણે અજાણતા જેમની લાગણી દુભાઈ છે તે તમામની હું ઈમાનદારીથી માફી માગું છું. મને એના માટે અફસોસ છે.

અન્ય સમાચારો પણ છે...