તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદમાં બબીતા:'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'થી મુનમુન દત્તાને ઓળખ મળી, એક સમયે #MeTooમાં કાકા ને શિક્ષક પર છેડતીના આક્ષેપો કર્યા હતા

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી
  • 2004માં ટીવી સિરિયલ 'હમ સબ બારાતી'થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું

લોકપ્રિય કોમેડી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લાં 13 વર્ષથી ચાહકોમાં પોપ્યુલર છે. આ શોની અલગ જ દુનિયા છે. રોજિંદા જીવનમાં બનતી ઘટનાઓની વાત શોમાં કરવામાં આવે છે. હાલમાં જ સિરિયલમાં બબીતાજીનું પાત્ર ભજવનાર મુનમુન દત્તા પોતાની એક કમેન્ટને કારણે વિવાદમાં પડી છે. એક વીડિયોમાં મુનમુને જાતિ સૂચક શબ્દનો ઉપયોગ કર્યો હતો અને ત્યારબાદથી વિવાદ શરૂ થયો હતો. જોકે, વિવાદ વધતા મુનમુને માફી માગી લીધી છે અને વીડિયો એડિટ પણ કર્યો છે. અલબત્ત, વિવાદ હજી સુધી શાંત થયો નથી.

'તારક મહેતા'થી ઓળખ મળી
33 વર્ષીય મુનમુન દત્તાને 'તારક મહેતા'થી અલગ ઓળખ મળી હતી. જુલાઈ 2008થી આ શો શરૂ થયો છે. ટીવીની હિસ્ટ્રીમાં સૌથી લાંબા ચાલનારા શોની યાદીમાં 'તારક મહેતા' પાંચમા સ્થાને છે. આ શોના 3000થી વધુ એપિસોડ પ્રસારિત થયા છે.

#MeToo અભિયાન સાથે જોડાઈ હતી
2018માં જ્યારે ભારતમાં પણ #MeToo અભિયાનની શરૂઆત થઈ ત્યારે મુનમુને પોતાની આપવીતી દુનિયા સુધી પહોંચાડી હતી. મુનમુને પોતાની પોસ્ટમાં નાનપણમાં થયેલી ઘટના અંગે વાત કરી હતી. મુનમુને કહ્યું હતું, 'હું કંઈક એવું લખી રહી છું, જે શોકિંગ છે. હું મારી બાજુમાં રહેતા અંકલથી ઘણી જ ડરતી હતી. તે તક મળે એટલે તરત જ મને જોરથી પકડી લેતા હતા અને પછી ધમકી આપતા હતા કે હું આ વાત કોઈને કહું નહીં.'

મારા ટ્યૂશન ટીચરે પણ મારી સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો. આટલું જ નહીં, એક અન્ય ટીચરને તો હું રાખડી બાંધતી હતી. તે ક્લાસમાં યુવતીઓની સાથે અભદ્રતા કરતો અને ગમે ત્યાં હાથ મારતો હતો. આ બધું એટલા માટે થતું હોય છે, કારણ કે તમે બહુ જ ડરી જાવ છો. તમને લાગે છે કે તમે અવાજ ઉઠાવી શકશો નહીં. ડરને કારણે તમારા મોંમાંથી અવાજ પણ બહાર આવી શકતો નથી. તમને લાગે છે કે તમે આ વાત કેવી રીતે પેરેન્ટ્સને કહેશો.

2004માં ટીવી ડેબ્યૂ કર્યું હતું
મહારાષ્ટ્રના પુનામાં રહેતી મુનમુન દત્તાએ પોતાની કરિયરની શરૂઆત મોડલિંગ તરીકે કરી હતી. 2004માં તેણે ઝી ટીવીની સિરિયલ 'હમ સબ બારાતી'થી ટીવી ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે 2005માં આવેલી ફિલ્મ 'મુંબઈ એક્સપ્રેસ', 2006માં 'હોલિડે' તથા 2015માં આવેલી ફિલ્મ 'ઢિંચાક એન્ટરપ્રાઈઝ'માં જોવા મળી હતી. મુનમુન સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ રહે છે.