તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યાદોમાં ટ્રેજેડી કિંગ:'તારક મહેતા..'ના નટુકાકાએ દિલીપ કુમારના બંગલામાં શૂટિંગ કર્યું હતું, કહી મુલાકાતની પૂરી વાત

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘનશ્યામ નાયકે કહ્યું હતું, દિલીપ કુમાર ઘણાં જ મહાન વ્યક્તિ હતા.

બોલિવૂડના દિગ્ગજ સ્ટાર દિલીપ કુમારનું સાત જુલાઈના રોજ સવારે સાડા સાત વાગે નિધન થયું હતું. તેઓ છેલ્લાં ઘણાં વર્ષોથી બીમાર હતા. તેમના નિધનથી એક યુગનો અંત આવી ગયો છે. બોલિવૂડથી લઈ ટીવી, સ્પોર્ટ્સ સહિત દરેક ફિલ્ડના સેલેબ્સે શ્રદ્ધાંજલિ પાઠવી હતી. દિલીપ કુમારના અવસાન પર 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં નટુકાકાનો રોલ પ્લે કરનાર ઘનશ્યામ નાયકે પહેલી મુલાકાત અંગે વાત કરી હતી.

દિલીપ કુમાર મહાન વ્યક્તિ હતા
77 વર્ષીય ઘનશ્યામ નાયકે 250 હિંદી તથા ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું છે. હાલામં જ તેમણે વેબ પોર્ટલ સ્પોટબોય સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'દિલીપ કુમારના નિધનના સમાચાર સાંભળીને ઘણો જ દુઃખી છું. તેઓ એક મહાન વ્યક્તિ હતા. મને તેમની સાથે એકવાર કામ કરવાની તક મળી હતી. અમે એક ટીવી શોના શૂટિંગ માટે તેમના બંગલે ગયા હતા. તે દિવસ હું ક્યારેય ભૂલી શકું નહીં.'

દિલીપ કુમારે 90ના દાયકામાં ફિલ્મ 'કલિંગ'ને ડિરેક્ટ કરી હતી, પરંતુ આ ફિલ્મ પૂરી થઈ શકી નહીં અને તેથી જ રિલીઝ ના થઈ શકી.
દિલીપ કુમારે 90ના દાયકામાં ફિલ્મ 'કલિંગ'ને ડિરેક્ટ કરી હતી, પરંતુ આ ફિલ્મ પૂરી થઈ શકી નહીં અને તેથી જ રિલીઝ ના થઈ શકી.

બંગલામાં પહેલી મુલાકાત થઈ હતી
દિલીપ કુમાર સાથે થયેલી પહેલી મુલાકાતને યાદ કરીને ઘનશ્યામ નાયકે કહ્યું હતું, 'દિલીપસાહેબે ઘણાં સમય પહેલાં એક ટીવી શો પ્રોડ્યૂસ કર્યો હતો. આ શોનું નામ 'જરા દેખો તો ઈનકા કમાલ' હતું. આ શોમાં મારી ભૂમિકા એક નોકરની હતી. શોના લેખક અહમદ નકવીએ દિલીપ સાહેબને મારું નામ સજેસ્ટ કર્યું હતું. તેમણે કહ્યું હતું, 'નોકરના રોલ માટે ઘનશ્યામ બેસ્ટ છે. તેને બોલાવો.'

'શોનું શૂટિંગ દિલીપ કુમારના બંગલામાં થયું હતું. જ્યારે હું તેમના ઘરે ગયો તો મને દૂરથી જ જોતા કહ્યું હતું, 'આવો ઘનશ્યામ આવો.' મને નવાઈ લાગી હતી. આટલા મોટા વ્યક્તિ મારી સાથે કેટલી પ્રેમથી વાત કરે છે. પછી તેમણે મારા ખભે હાથ મૂક્યો અને આખો સીન સમજાવ્યો હતો. પછી મને બંગલાની અંદર લઈને કહ્યું હતું, 'ચાલો શૂટિંગ શરૂ કરીએ.'

ઘનશ્યામ નાયકે અનેક ગુજરાતી ફિલ્મમાં પણ કામ કર્યું છે.
ઘનશ્યામ નાયકે અનેક ગુજરાતી ફિલ્મમાં પણ કામ કર્યું છે.

જમ્યા માટે આગ્રહ કર્યો હતો
ઘનશ્યામ નાયકે આગળ કહ્યું હતું, 'મારે તેમની સાથે માત્ર એક જ દિવસ શૂટિંગ કરવાનું હતું, પરંતુ હું તે દિવસ ક્યારેય ભૂલી શકીશ નહીં. મારો સીન પૂરો થયા બાદ દિલીપ સાહેબ મારી પાસે આવ્યા અને કહ્યું હતું કે તમે ઘણું જ સારું કામ કર્યું છે. તમારો ચેક તૈયાર છે, પરંતુ તમારે અમારી સાથે ભોજન કરવું પડશે.'

તરત જ ઓળખી ગયા

'હમ દિલ દે ચૂકે સનમ'ના સેટ પર ઐશ્વર્યા રાય તથા ઘનશ્યામ નાયક
'હમ દિલ દે ચૂકે સનમ'ના સેટ પર ઐશ્વર્યા રાય તથા ઘનશ્યામ નાયક

ઘનશ્યામ નાયકે વધુમાં કહ્યું હતું, 'તે એક સુપરસ્ટાર હતા અને તેમની આગળ હું કંઈ જ નથી. તેમના આ વ્યવહારે મારું દિલ જીતી લીધું હતું. મેં ભોજન કરવાની ના પાડી હતી તો તેમણે કહ્યું હતું, 'તમે અમારા ફેમિલી મેમ્બર જેવા છો અને જમ્યા વગર જાવ તે યોગ્ય નથી.' થોડાં વર્ષ પછી હું ફિલ્મસિટીમાં ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ'નું શૂટિંગ કરતો હતો. દિલીપ કુમાર ત્યાં આવ્યા અને મને જોતાં જ હાથ હલાવ્યો અને હેલ્લો કહ્યું હતું. વર્ષો પછી પણ તેમણે મને તરત જ ઓળખી લીધો હતો અને મને નજીક બોલાવીને વાત કરી હતી.'

અન્ય સમાચારો પણ છે...