તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:પ્રિયંકા ચોપરા સાથે આ ફિલ્મમાં જોવા મળ્યા હતા જેઠાલાલ, તમે નોટિસ કર્યું હતું?

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2009 પછી દિલીપ જોષી કોઈ ફિલ્મમાં જોવા મળ્યા નથી.

ટીવી સિરયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને જુલાઈ મહિનામાં 13 વર્ષ પૂરા થયા છે. આ સિરિયલ ચાહકોમાં ઘણી જ લોકપ્રિય છે. સિરિયલના પાત્રો પણ ચાહકોના ફેવરિટ છે. સિરિયલના લીડ એક્ટર દિલીપ જોષી એટલે કે જેઠાલાલે પ્રિયંકા ચોપરા સાથે કામ કર્યું છે.

સિરિયલ બાદ આ ફિલ્મમાં કામ કર્યું હતું
દિલીપ જોષીએ 2009માં પ્રિયંકા ચોપરાની ફિલ્મ 'વ્હોટ્સ યોર રાશિ'માં કામ કર્યું હતું. આ સિરિયલમાં પ્રિયંકા ચોપરા તથા હરમન બાવેજા લીડ રોલમાં હતા. આ ફિલ્મને આશુતોષ ગોવારિકરે ડિરેક્ટ કરી હતી.

જેઠાલાલે ફિલ્મમાં આ રોલ ભજવ્યો હતો
'વ્હોટ્સ યોર રાશિ'માં દિલીપ જોષીએ જીતુભાઈની ભૂમિકા ભજવી હતી. આ રોલમાં દિલીપ જોષીની ઘણી જ પ્રશંસા કરવામાં આવી હતી. જોકે, બોક્સ ઓફિસ પર આ ફિલ્મ સુપરફ્લોપ રહી હતી.

દિલીપ જોષીએ આ ફિલ્મમાં કામ કર્યું છે
1989માં સલમાન ખાન સાથે 'મૈંને પ્યાર કિયા'થી દિલીપ જોષીએ ફિલ્મમાં કામ કરવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ દિલીપ જોષીએ ઘણી હિંદી ફિલ્મમાં કામ કર્યું હતું. જોકે, ફિલ્મમાં તેઓ નાના-મોટા રોલમાં હોવાથી ઘણીવાર ચાહકો ભૂલી જતા કે આ ફિલ્મમાં દિલીપ જોષી પણ છે. નોંધનીય છે કે દિલીપ જોષી છેલ્લે 2009માં 'વ્હોટ્સ યોર રાશિ' ફિલ્મમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ તેમણે એક પણ ફિલ્મમાં કામ કર્યું નથી.

'તારક મહેતા..' બાદ અન્ય કોઈ સિરિયલ કરી નથી
દિલીપ જોષીએ ટીવીમાં પણ ઘણી સિરિયલમાં કામ કર્યું છે. જોકે, 2008માં જ્યારથી તેઓ 'તારક મહેતા..'માં કામ કરવા લાગ્યા ત્યારથી તેઓ અન્ય કોઈ સિરિયલમાં જોવા મળ્યા નથી.

સંઘર્ષ બાદ ઓળખ મળી
દિલીપ જોષીએ ઘણાં સંઘર્ષ બાદ એન્ટરટેઈનમેન્ટ વર્લ્ડમાં પોતાની અલગ જગ્યા બનાવી છે. દિલીપ જોષીના મતે, એક સમયે તેમને કોઈ કામ આપતું નહોતું. તે કમર્શિયલ થિયેટરમાં બેકસ્ટેજ આર્ટિસ્ટ તરીકે કામ કરવા મજબૂર હતા.

50 રૂપિયામાં રોલ કરવો પડતો
દિલીપ જોષીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'મેં કરિયરની શરૂઆત કમર્શિયલ સ્ટેજમાં બેકસ્ટેજ આર્ટિસ્ટ તરીકે કરી હતી. મને કોઈ રોલ આપતું નહોતું. મને પ્રત્યેક રોલ માટે 50 રૂપિયા મળતા હતા. જોકે, તે સમયે થિયેટર મારા માટે પેશન હતું. મને એ વાતની કોઈ ચિંતા નહોતી કે મને બેકસ્ટેજ રોલ મળે છે. હું બસ એ જ વિચારતો કે મોટા રોલ ભવિષ્યમાં મળશે, પરંતુ હું થિયેટરમાં જ રહેવા માગતો હતો.'

છેલ્લાં ઘણાં વર્ષોથી સ્ટેજ શો કર્યા નથી
દિલીપ જોશીના મતે તેમને સ્ટેજ પર નાટક ભજવે 13 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. દિલીપ જોષીએ 25 વર્ષ સુધી થિયેટરમાં કામ કર્યું છે. તેમનું છેલ્લું નાટક 'દયાભાઈ' હતું. આ નાટક 2007માં આવ્યું હતું.