તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બર્થડે:આજે ઘેર-ઘેર જેઠાલાલ તરીકે લોકપ્રિય, એક સમયે કામ ના મળતાં 50 રૂપિયામાં બેકસ્ટેજ આર્ટિસ્ટ તરીકે કરતાં કામ

મુંબઈ2 મહિનો પહેલા
  • દિલીપ જોષીનો 26 મેના રોજ 53મો જન્મદિવસ
  • દિલીપ જોષીએ 25 વર્ષ સુધી થિયેટર આર્ટિસ્ટ તરીકે કામ કર્યું છે

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફૅમ જેઠાલાલ એટલે કે દિલીપ જોષીનો 26 મેના રોજ 53મો જન્મદિવસ છે. 1968માં તેમનો જન્મ પોરબંદરમાં થયો હતો. દિલીપ જોષીને આજે ચાહકો જેઠાલાલના નામથી જ બોલાવે છે. જોકે, તેમણે 'મૈંને પ્યાર કિયા', 'હમ આપકે હૈ કૌન', 'ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની', 'હમરાઝ' તથા 'ફિરાક' સહિત 10થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે.

સંઘર્ષ બાદ ઓળખ મળી
દિલીપ જોષીએ ઘણાં સંઘર્ષ બાદ એન્ટરટેઈનમેન્ટ વર્લ્ડમાં પોતાની અલગ જગ્યા બનાવી છે. દિલીપ જોષીના મતે, એક સમયે તેમને કોઈ કામ આપતું નહોતું. તે કમર્શિયલ થિયેટરમાં બેકસ્ટેજ આર્ટિસ્ટ તરીકે કામ કરવા મજબૂર હતા.

દિલીપ જોષીએ સલમાન ખાન સાથે પણ કામ કર્યું છે
દિલીપ જોષીએ સલમાન ખાન સાથે પણ કામ કર્યું છે

50 રૂપિયામાં રોલ કરવો પડતો
દિલીપ જોષીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'મેં કરિયરની શરૂઆત કમર્શિયલ સ્ટેજમાં બેકસ્ટેજ આર્ટિસ્ટ તરીકે કરી હતી. મને કોઈ રોલ આપતું નહોતું. મને પ્રત્યેક રોલ માટે 50 રૂપિયા મળતા હતા. જોકે, તે સમયે થિયેટર મારા માટે પેશન હતું. મને એ વાતની કોઈ ચિંતા નહોતી કે મને બેકસ્ટેજ રોલ મળે છે. હું બસ એ જ વિચારતો કે મોટા રોલ ભવિષ્યમાં મળશે, પરંતુહું હું થિયેટરમાં જ રહેવા માગતો હતો.'

છેલ્લાં ઘણાં વર્ષોથી સ્ટેજ શો કર્યા નથી
દિલીપ જોશીના મતે તેમને સ્ટેજ પર નાટક ભજવે 10 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. દિલીપ જોષીએ 25 વર્ષ સુધી થિયેટરમાં કામ કર્યું છે. તેમનું છેલ્લું નાટક 'દયાભાઈ' હતું. આ નાટક 2007માં આવ્યું હતું.

માતા તથા ભાઈ સાથે દિલીપ જોષી
માતા તથા ભાઈ સાથે દિલીપ જોષી

'તારક મહેતા...'માં કામ કર્યા બાદ વ્યસ્તતા વધી
દિલીપ જોષી 2008થી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં કામ કરે છે. આ સિરિયલ માટે 25-26 દિવસ સુધી રોજ 12-12 કલાક શૂટિંગ હોય છે. થિયેટરનું અલગ જ કલ્ચર છે. થિયેટરમાં વીકેન્ડ તથા વીક ડેમાં પણ શો હોય છે. આથી જ દિલીપ જોષી માટે નાટક તથા ટીવીમાં બેલેન્સ રાખવું અશક્યા છે.

કેવી રીતે મળ્યો રોલ જેઠાલાલનો રોલ?
વર્ષ 2008માં દિલીપ જોષીના મિત્ર અસિત કુમાર મોદીએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' બનાવવાની જાહેરાત કરી હતી. અસિત મોદી તથા દિલીપ જોષીએ પહેલાં પણ સાથે કામ કર્યું હતું. શરૂઆતમાં અસિત મોદી, દિલીપ જોષીને ચંપકલાલનો રોલ ઓફર કર્યો હતો. જોકે, પછી અસિત મોદીને લાગ્યું કે દિલીપ જોષી આ રોલ સારી રીતે પ્લે કરી શકશે નહીં. ત્યારબાદ તેમણે દિલીપ જોષી સાથે ખુલ્લા મનથી વાત કરી કે તે ઉંમરલાયક વ્યક્તિના રોલમાં પોતાનું બેસ્ટ આપી શકશે નહીં. તેથી તે ચંપકલાલના દીકરા જેઠાલાલનો રોલ સારી રીતે પ્લે કરી શકે છે. આ રીતે દિલીપ જોષીને આઈકોનિક રોલ જેઠાલાલ મળ્યો.

પત્ની, દીકરી તથા દીકરા સાથે દિલીપ જોષી
પત્ની, દીકરી તથા દીકરા સાથે દિલીપ જોષી

આ સિરિયલમાં પણ કામ કર્યું છે
2008 પહેલાં જેઠાલાલે 'દાલ મેં કાલા', 'કોરા કાગઝ', 'રિશેત', 'CID સ્પેશિયલ બ્યૂરો', 'હમ સબ બારાતી', 'અગડમ બગડમ તિગડમ'માં કામ કર્યું હતું.

પરિવારમાં પત્ની, બે સંતાનો
દિલીપ જોષીએ જયમાલા સાથે લગ્ન કર્યાં છે. તેમને દીકરી નિયતી જોષી તથા રિત્વક જોષી છે.