તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'ટપુડો' ભાવુક થયો:'તારક મહેતા..' ફૅમ ભવ્ય ગાંધીએ પપ્પા સાથેની જૂની તસવીર શૅર કરીને તેમને 'હીરો' કહ્યા

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભવ્ય ગાંધીના પિતાનું 11 મેના રોજ કોરોનાને કારણે અવસાન થયું હતું
  • ભવ્ય ગાંધીએ આ પહેલાં કહ્યું હતું કે તેના પિતા કોરોના સામે રાજાની જેમ લડ્યા હતા

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નો જૂનો ટપુ એટલે કે ભવ્ય ગાંધીના પિતા વિનોદ ગાંધીનું 11 મેના રોજ કોરોનાને કારણે અવસાન થયું હતું. ભવ્ય ગાંધીએ હાલમાં પિતાને યાદ કરતી એક પોસ્ટ શૅર કરી હતી. તેણે પિતાને 'હીરો' કહ્યા હતા. આ પહેલાં ભવ્ય ગાંધીએ પિતા અંગે ઈમોશનલ નોટ શૅર કરી હતી.

ભવ્ય ગાંધીએ પિતાની તસવીર શૅર કરી તેમને હીરો કહ્યા

સો.મીડિયા યુઝર્સે કમેન્ટ્સ કરી
આ પોસ્ટ પર સો.મીડિયા યુઝર્સ તથા ભવ્ય ગાંધીના મિત્રોએ કમેન્ટ્સ કરી હતી. યુઝર્સે કહ્યું હતું કે પિતા હંમેશાં હીરો જ હોય છે. તો અન્ય એકે કહ્યું હતું કે સાચો હીરો અને હંમેશાં બધાને પ્રેમ કરે છે અને હંમેશાં યાદ આવશે.

આ પહેલાં ભવ્યે ભાવુક પોસ્ટ શૅર કરી હતી
ભવ્ય ગાંધીએ પિતાની એક તસવીર શૅર કરીને ઇમોશનલ પોસ્ટ શૅર કરી હતી. તેણે કહ્યું હતું, 'મારા પિતાને 9 એપ્રિલના રોજ કોરોના થયો હતો. કોરોના થયો ત્યારથી તેઓ ડૉક્ટર્સની દેખરેખ હેઠળ હતા અને યોગ્ય રીતે દવા લેતા હતા. તેઓ કોવિડ-19ની સામે રાજાની જેમ લડ્યા, પરંતુ કોરોનાએ તેમને હરાવી દીધા અને અંતે તેમણે દમ તોડી દીધો.'

ભવ્યે આગળ કહ્યું હતું, 'મારા જીવનમાં જેપણ કંઈ સારું થયું હતું, જે બની રહ્યું છે અને જે બનશે એ માત્ર તેમના કારણે જ શક્ય બનશે. કોવિડ નહોતો ત્યારે પણ અને કોવિડ હતો ત્યારે પણ. તેઓ ઘણી જ કાળજી રાખતા હોવા છતાંય તેમને કોરોના થયો.'

ભવ્યે અપીલ કરતાં કહ્યું હતું, 'હું તમામને વિનંતી કરું છું કે વેક્સિન લો અને બીજી કોઈ વાત પર વિશ્વાસ ના કરો. આ જીવલેણ વાયરસ સામે બચવાનો આ એકમાત્ર રસ્તો છે.'

ડૉક્ટર્સ-સોનુ સૂદનો આભાર માન્યો
ભવ્ય ગાંધીએ કહ્યું હતું, 'મારા પિતા જે પણ હોસ્પિટલમાં રહ્યા ત્યાંના તમામ ડૉક્ટર્સ, નર્સ તથા તમામ સ્ટાફનો આભાર. સોનુ સૂદ સર, રાકેશ કોઠારી, નરેન્દ્ર હિરાણી, પિનાકિન શાહ, ધર્પેશ છજેદનો તમામ વસ્તુઓ મેનેજ કરી આપવા બદલ આભાર. અમારા પરિવાર, મિત્રો, સગાંસંબંધીઓનો આભાર, જેમણે આ મુશ્કેલ સમયમાં અમને સાથ આપ્યો. તમારા આશીર્વાદ તથા પ્રાર્થના માટે આભાર.'

તમે જ્યાં પણ હશો ખુશ હશો
છેલ્લે, ભવ્ય ગાંધીએ કહ્યું હતું, 'મને ખ્યાલ છે કે તમે જ્યાં પણ હશો પપ્પા ખુશ હશો. પપ્પા તમે જે પણ શીખવ્યું એ તમામ માટે તમારો આભાર. હું તમને ઘણો જ પ્રેમ કરું છું.'

દયાભાભી-જેઠાલાલના દીકરાના રોલમાં હતો
ભવ્ય ગાંધી 'તારક મહેતા'માં ટપુનો રોલ કરતો હતો. તે સિરિયલમાં દયાભાભી (દિશા વાકાણી) તથા જેઠાલાલ (દિલીપ જોષી)ના દીકરાનો રોલ કરતો હતો. ભવ્યે શો છોડતાં હવે તેની જગ્યાએ રાજ અનડકટ છે.

2017માં ભવ્ય ગાંધીએ ગુજરાતી ફિલ્મ 'પપ્પા તમને નહીં સમજાય'થી ફિલ્મમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ બાદ ભવ્ય ગુજરાતી ફિલ્મ 'બહુ ના વિચાર' રિલીઝ થઈ હતી. જ્યારે 'તારી સાથે' રિલીઝ થવાની બાકી છે. ભવ્ય હિંદી ફિલ્મ 'ડૉક્ટર ડૉક્ટર'માં પણ જોવા મળશે. 'તારક મહેતા' બાદ ભવ્ય ગાંધી 2019માં ટીવી સિરિયલ 'શાદી કે સિયાપા'માં જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...