તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડવો અનુભવ:'તારક મહેતા..' ફૅમ આરાધના શર્માએ કહ્યું, 'લવ સીનના રીડિંગ દરમિયાન કાસ્ટિંગ એજન્ટ મને ગંદી રીતે સ્પર્શ કર્યો હતો'

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરધનાએ કહ્યું, તે ખરાબ અનુભવ બાદ હું પિતા સાથે પણ એક રૂમમાં રહી શકતી નહોતી.
  • 'મને લોકો સુંદર યુવતી ગણતા નહોતા, મારી લુકની લોકો મજાક ઉડાવતા હતા.'

MTV 'સ્પ્લિટ્સવિલા 12' ફૅમ આરાધના શર્માએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દિપ્તીનો રોલ પ્લે કર્યો હતો. આ સિરિયલમાં કામ કર્યાં બાદ આરધાના ચાહકોમાં ઘણી જ લોકપ્રિય થઈ છે. સિરિયલમાં આરાધનાનો રોલ નાનો જ હતો, પરંતુ તે ચાહકોને યાદ રહી ગયો છે. હાલમાં જ આરાધનાએ કાસ્ટિંગ કાઉચના અનુભવ અંગે વાત કરી હતી.

શું કહ્યું આરાધનાએ?
ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં આરાધનાએ કહ્યું હતું કે એક કાસ્ટિંગ એજન્ટ સાથે તેનો ઘણો જ ખરાબ અનુભવ રહ્યો હતો અને આ જ કારણે તે પિતા સાથે પણ સહજતાથી વર્તી શકી નહોતી.

વ્યક્તિએ સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો
આરાધનાએ કહ્યું હતું, 'આ ઘટના મારી સાથે બની હતી અને હું આખી જિંદગી આ ભૂલી શકીશ નહીં. ચાર-પાંચ વર્ષ પહેલાં મારી સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું હતું. આ સમયે હું પુનામાં ભણતી હતી. જોકે, આ ઘટના મારા હોમટાઉન રાંચીમાં બની હતી. તે વ્યક્તિ મુંબઈમાં કાસ્ટિંગ એજન્ટ તરીકે કામ કરતો હતો. હું પુનામાં મોડલિંગ અસાઇનમેન્ટ્સ કરતી હતી અને તેને થોડોક ઓળખતી પણ હતી. હું રાંચી ગઈ હતી અને તે વ્યક્તિએ કાસ્ટિંગ માટે રોલ હોવાની વાત કરી હતી. અમે રૂમમાં સ્ક્રિપ્ટ રીડિંગ કરતાં હતાં અને તેણે અચાનક જ મને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો. હું કંઈ સમજી નહીં. મને એટલું યાદ છે કે મેં તેનો ધક્કો માર્યો હતો અને હું રૂમની બહાર દોડીને જતી રહી હતી. થોડાં દિવસ સુધી મેં આ વાત બધાથી છુપાવીને રાખી હતી. અમે સ્ક્રિપ્ટનો લવ સીન રીડ કરતાં હતાં. તે ઘણો જ ખરાબ અનુભવ હતો.'

પિતા સાથે એક રૂમમાં રહી શકી નહોતી
વધુમાં આરાધનાએ કહ્યું હતું, 'આ ઘટના બાદથી હું લોકો પર જલ્દીથી વિશ્વાસ કરી શકતી નથી. આટલું જ નહીં હું પુરુષો સાથે એક રૂમમાં પણ રહી શકતી નહોતી. વધુમાં હું મારા પપ્પા સાથે પણ રહી શકતી નહોતી. હું જ્યારે 19-20 વર્ષની હતી ત્યારે મારી સાથે આમ થયું હતું. હું કોઈનો પણ સ્પર્શ સહન કરી શકું તેમ નહોતી. હું તથા મારી માતા તે વ્યક્તિ પર કેસ કરવા માગતા હતા, પરંતુ પરિવારે અમને અટકાવ્યા હતા.'

'મને સુંદર નહોતા કહેતા'
આરાધનાએ આગળ કહ્યું હતું, 'હું અલગ અલગ કાસ્ટિંગ એજન્સીને મારો પોર્ટફોલિયો મોકલતી હતી. એક કાસ્ટિંગ એજન્ટે મને એવું કહ્યું હતું કે અમારે રોલ માટે સુંદર યુવતી જોઈએ છે અને તું સુંદર નથી.આ શબ્દોથી મને ઘેરો આઘાત લાગ્યો હતો.'

વધુમાં આરાધનાએ કહ્યું હતું, 'હું ફિટનેસ અંગે ઘણી જ સજાગ છું. મને માર્શલ આર્ટ્સ પણ આવડે છે. લોકો મને જોઈને 'મર્દાના' કહે છે. મારી બૉડી અંગે લોકો ઘણી જ મજાક ઉડાવતા હતા.'

આ સિરિયલમાં જોવા મળી હતી
આરાધનાએ 'અલાદ્દીન નામ તો સુના હોગા'માં કામ કર્યું છે. 'હીરો ગાયબ મોડ ઓન'માં કેમિયો કર્યો હતો. તેણે માત્ર 11 વર્ષની ઉંમરમાં કિડ્સ શો 'બૂગી વૂગી'માં ભાગ લીધો હતો. કોલેજ બાદ તે એક્ટિંગ ફિલ્ડમાં આગળ જવા માગતી હતી અને તેથી જ તે મુંબઈ આવી હતી અને કામની શોધમાં હતી. તેણે પૂનાની સિમ્બાયસિસ યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સમાં ગ્રેજ્યુએટની ડિગ્રી લીધી છે. તેણે 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ 6'માં ભાગ લીધો હતો. આ શોમાં તે સિઝનના ટોપ 36 ડાન્સર્સમાં સામેલ થઈ હતી.