શ્રદ્ધાંજલિ:નટુકાકાના અંતિમસંસ્કારમાં ના આવ્યા 'શેઠાણી દયા', ચંપકચાચા સ્કૂટર લઈને આવ્યા

મુંબઈ23 દિવસ પહેલા
નટુકાકાનો પાર્થિવદેહ, અમિત ભટ્ટ-શ્યામ પાઠક.
  • નટુકાકાનું અવસાન 3 ઓક્ટોબરના રોજ થયું, 4 ઓક્ટોબરે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા

77 વર્ષીય નટુકાકા, એટલે કે ઘનશ્યામ નાયકનું ગઈકાલે (3 ઓક્ટોબર) સૂચક હોસ્પિટલમાં સાંજે સાડાપાંચ વાગે અવસાન થયું હતું. તેમના બીજા દિવસે (4 ઓક્ટોબર) કાંદિવલી સ્થિત સ્મશાનમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. નટુકાકાના અંતિમસંસ્કારમાં 'તારક મહેતા..'ની સિરિયલની મોટા ભાગની સ્ટાર-કાસ્ટ આવી હતી. સિરિયલમાં ચંપકચાચાનો રોલ પ્લે કરતા અમિત ભટ્ટ ટૂ-વ્હીલર પર સ્મશાનમાં આવ્યા હતા. તેઓ પાર્કિંગમાં ઝડપથી ટૂ-વ્હીલર પર બેસીને નીકળી ગયા હતા. સિરિયલમાં નટુકાકાની શેઠાણીનો રોલ પ્લે કરતી એક્ટ્રેસ દિશા વાકાણી અંતિમસંસ્કારમાં જોવા મળી નહોતી.

સિરિયલના કયા કલાકારો આવ્યા?
અંતિમસંસ્કારમાં ભવ્ય ગાંધી (જૂનો ટપુડો), મુનમુન દત્તા (બબીતા), દિલીપ જોષી (જેઠાલાલ), તન્મય વેકરિયા (બાઘા), શરદ સાંકલા (અબ્દુલ), અસિત મોદી (પ્રોડ્યુસર), મંદાર ચંદાવડકર (મિસ્ટર ભીડે), તનુજ મહાશબ્દે (ઐય્યર), શ્યામ પાઠક (પત્રકાર પોપટલાલ), સમય શાહ (ગોગી) આવ્યાં હતાં.

બબીતા-જેઠાલાલ ગાડીમાં આવ્યા તો ચંપકચાચા ટૂ-વ્હીલર પર તસવીરોમાં...

દિલીપ જોષી.
દિલીપ જોષી.
મુનમુન દત્તા.
મુનમુન દત્તા.
અમિત ભટ્ટ.
અમિત ભટ્ટ.
ભવ્ય ગાંધી તથા સમય શાહ.
ભવ્ય ગાંધી તથા સમય શાહ.
અમિત ભટ્ટ તથા શ્યામ પાઠક.
અમિત ભટ્ટ તથા શ્યામ પાઠક.
તનુજ મહાશબ્દે (અય્યર).
તનુજ મહાશબ્દે (અય્યર).