તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Entertainment
  • Television
  • Taarak Mehta Ka Ooltah Chashmah Director Malav Rajada Said, "I Don't Know Where The Rumor Came From That The Shooting Of The Serial Has Stopped In Gujarat."

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:ડિરેક્ટર માલવ રાજડાએ કહ્યું, ખબર નહીં આવી અફવા ક્યાંથી આવી કે ગુજરાતમાં સિરિયલનું શૂટિંગ અટકી પડ્યું છે

મુંબઈ2 મહિનો પહેલાલેખક: કિરણ જૈન
  • કૉપી લિંક
  • માલવ રાજડાએ કહ્યું, છેલ્લાં એક મહિનાથી શૂટિંગ કરી રહ્યાં છીએ
  • 'બધું વ્યસ્થિત રીતે થયું તો ચાર-પાંચ દિવસમાં મુંબઈ પરત ફરીશું'

મહારાષ્ટ્રમાં લૉકડાઉન હોવાને કારણે ઘણાં ટીવી મેકર્સ રાજ્યની બહાર શૂટિંગ કરી રહ્યાં છે. અસિત મોદી 'તારક મહેતા..'નું શૂટિંગ દમણમાં કરી રહ્યાં છે. હાલમાં જ એવા ન્યૂઝ હતાં કે ટીમ જ્યાં શૂટિંગ કરી રહી છે, તે રિસોર્ટને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરતાં શૂટિંગ બંધ છે. જોકે, દિવ્ય ભાસ્કરને જ્યારે સિરિયલના ડિરેક્ટર સાથે વાત કરી તો તેમણે કહ્યું હતું કે આ વાત તદ્દન ખોટી છે.

શું કહ્યું માલવ રાજડાએ?
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં માલવ રાજડાએ કહ્યું હતું, 'ખબર નથી પડતી કે કોણ આવી અફવા ફેલાવી રહ્યું છે. આ વાતમાં કોઈ સચ્ચાઈ નથી. અમે છેલ્લાં એક મહિનાથી મિરાસોલ રિસોર્ટમાં શૂટિંગ કરી રહ્યાં છીએ અને એક પણ દિવસ અમારું શૂટિંગ અધવચ્ચે અટક્યું નથી. ખરી રીતે તો ગોવામાં શૂટિંગ બંધ થયા બાદ ઘણાં પ્રોડ્યૂસર્સે દમણમાં શૂટિંગ કરવાનું નક્કી કર્યું છે. મને ખ્યાલ છે ત્યાં સુધી દમણમાં એક પણ જગ્યાએ શૂટિંગ બંધ થયું નથી.'

વધુમાં માલવે કહ્યું હતું, 'અમારી ટીમમાં 35-40 લોકો છે. અમે દરેક પ્રકારની સાવધાની રાખીએ છીએ. માસ્ક પહેરવાથી લઈને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી રહ્યાં છીએ. સરકારની કોરોના ગાઈડલાઈનનો ચુસ્તપણે અમલ કરીએ છીએ. દર અઠવાડિયે અમે કોરોનાનો ટેસ્ટ કરાવીએ છીએ. આટલું જ નહીં તમામ ટીમ મેમ્બર્સને અલગ-અલગ રૂમ આપવામં આવ્યો છે. જો બધું જ સારું રહ્યું તો આગામી ત્રણ-ચાર દિવસમાં અમે શૂટિંગ શિડ્યૂઅલ પૂરું કરીને મુંબઈ પરત ફરીશું.'

શોની ક્વોલિટી પર આ વાત કહી
થોડાં સમય પહેલાં કેટલાંક યુઝર્સે સિરિયલની ક્વોલિટી સારી ના હોવાની ફરિયાદ કરી હતી. આ અંગે માલવે કહ્યું હતું, 'જુઓ, દરેકને ખુશ રાખવા અમારા માટે સહેલું નથી. એવું નથી કે અમે મહેનત કરતાં નથી, પરંતુ કેટલાંક લોકોને શો ના ગમે તો એમાં કોઈ શું કરે. સારી વાત એ છે કે મોટાભાગના દર્શકોને આ શો પસંદ આવી રહ્યો છે. જોકે, અમે દરેક ટીકાને પોઝિટિવ રીતે લઈએ છીએ અને પ્રયાસ કરીએ છીએ કે દર્શકોને સારું મનોરંજન પૂરું પાડીએ.'

ઉલ્લેખનીય છે કે હાલના ટ્રેક પ્રમાણે, કોરોનાકાળમાં દવાઓનું જે બ્લેક માર્કેટિંગ કરવામાં આવે છે, તેની પર ફોકસ કરવામાં આવ્યું છે. સિરિયલમાં હાલમાં અબ્દુલ-નટુકાકા સિવાયના પાત્રો જ જોવા મળે છે. એક્ટ્રેસિસ તથા ટપુસેના જોવા મળતી નથી.

બાયો બબલમાં રહીને શૂટિંગ ચાલુ કર્યું
આ પહેલાં એક ઈન્ટરવ્યૂમાં અસિત મોદીએ કહ્યું હતું કે આખી ટીમની સાથે તેઓ મુંબઈની બહાર દમણના રિસોર્ટમાં બાયોબબલમાં રહીને શૂટિંગ કરી રહ્યાં છે. કોઈ પણ બહારની વ્યક્તિ અંદર આવી શકશે નહીં. પૂરી ટીમ તમામ તૈયારી સાથે અહીંયા આવી છે. જો મુંબઈથી કોઈ કલાકાર કે પછી ક્રૂ કે પ્રોડક્શનનો કોઈ મેમ્બર અહીંયા આવે છે તો તેણે સૌ પહેલા RT-PCR ટેસ્ટ કરાવવો પડશે. તે નેગેટિવ આવે તો જ તે અહીંયા આવી શકશે.

કલાકારો જાતે નાના-મોટા કામ કરે છે
વધુમાં અસિત મોદીએ કહ્યું હતું કે તે અને આખી ટીમ સાથે મળીને એકબીજાને સપોર્ટ કરે છે. સેટ પર બહુ જ ઓછા ક્રૂ મેમ્બર્સ રાખવામાં આવ્યા છે. નાના-મોટા કામો તમામ કલાકારો જાતે જ કરી રહ્યાં છે. તેમનો પરિવાર મુંબઈમાં છે. જોકે, તે શોના કલાકારો સાથે વાપીમાં છે. આ પણ તેમનો પરિવાર છે અને તે બધાનું ધ્યાન રાખી રહ્યાં છે. તેમણે રોજમદાર વર્કર્સનું પણ ધ્યાન રાખવાનું છે. શરૂઆતમાં તેઓ અવઢવમાં હતા કે તે શૂટિંગ માટે રાજ્ય બહાર જાય કે નહીં. જોકે, ટીમે જ તેમને મોટિવેટ કર્યાં હતાં.