સોશિયલ મીડિયા સેન્સેશનલ:'તારક મહેતા..'ના જેઠાલાલ ને બબીતાનો ડાન્સિંગ વીડિયો વાઇરલ, તબિયત ખરાબ હોવા છતાં મુનમુન દત્તાએ રિહર્સલ કર્યું

મુંબઈ7 મહિનો પહેલા
  • જેઠાલાલ તથા બબીતા 'તુને મારી એન્ટ્રિયા' સોંગ પર ડાન્સ રિહર્સલ કરતાં જોવા મળ્યા

લોકપ્રિય કોમેડી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લાં 13-13 વર્ષથી ચાહકોનું મનોરંજન કરે છે. આ શોના દરેક પાત્રો ચાહકોને યાદ રહી ગયા છે. પછી તે જેઠાલાલ હોય કે પત્રકાર પોપટલાલ કે પછી ટપુસેના. સિરિયલમાં જેઠાલાલ (દિલીપ જોષી) તથા બબીતા (મુનમુન દત્તા)ના સીન્સ ચાહકોને ઘણાં જ ગમે છે. હાલમાં જ આ બંનેનો ડાન્સિંગ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

બીમાર હોવા છતાં ડાન્સ રિહર્સલ કરે છે
વાઇરલ વીડિયોમાં જોવા મળે છે કે જેઠાલાલ તથા બબીતા 'તુને મારી એન્ટ્રિયા' સોંગ પર ડાન્સ કરતાં હોય છે. જોકે, રિહર્સલ દરમિયાન વારંવાર મ્યૂઝિક બંધ થઈ જતું હતું. આટલું જ નહીં બબીતાની તબિયત પણ સારી નહોતી. મુનમુન દત્તા થોડાક સ્ટેપ રિહર્સલ કરીને તરત જ થાકી જાય છે અને બેસવા માટે ખુરશી આવે તે પહેલાં જ ફ્લોર પર બેસી જાય છે.

બબીતા સો.મીડિયામાં અવારનવાર ડાન્સ વીડિયોની પોસ્ટ શૅર કરે છે
ઉલ્લેખનીય છે કે મુનમુન દત્તા સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. તે અવારનવાર ડાન્સિંગના વીડિયો શૅર કરતી હોય છે.

મુનમુને દિવાળી નવા ઘરમાં સેલિબ્રેટ કરી
બબીતાએ દિવાળી પોતાના નવા ઘરમાં સેલિબ્રેટ કરી હતી. માનવામાં આવે છે કે ફર્નિચર સહિત આ ઘરની કિંમત અઢીથી ત્રણ કરોડની વચ્ચે છે. મુનમુન દત્તાના ઘરમાં વ્હાઇટ, ગ્રે તથા ગોલ્ડન રંગનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે. ડાઇનિંગ ટેબલની ચેર ગોલ્ડન રંગની છે તો લાઇટ તથા શો પીઝ ગોલ્ડન અને રોઝ ગોલ્ડનના છે.

ડ્રોઇંગ રૂમમાં બબીતાએ ગ્રે તથા વ્હાઇટ રંગનો ઉપયોગ કર્યો છે.
ડ્રોઇંગ રૂમમાં બબીતાએ ગ્રે તથા વ્હાઇટ રંગનો ઉપયોગ કર્યો છે.
બબીતાનો બેડરૂમ.
બબીતાનો બેડરૂમ.
ડ્રોઇંગ રૂમમાં બબીતા.
ડ્રોઇંગ રૂમમાં બબીતા.

ગયા વર્ષે જેઠાલાલની દીકરીના લગ્ન થયા
દિલીપ જોષીની દીકરી નિયતિ જોષીના લગ્ન ગયા ડિસેમ્બરમાં નાશિકમાં યોજાયા હતા. ત્યારબાદ મુંબઈમાં ભવ્ય રિસેપ્શન આપવામાં આવ્યું હતું.

દીકરીના લગ્નમાં પત્ની ને દીકરા સાથે જેઠાલાલ.
દીકરીના લગ્નમાં પત્ની ને દીકરા સાથે જેઠાલાલ.