હે મા માતાજી...!:'તારક મહેતા...'માં દયાભાભી હજી પણ જોવા નહીં મળે, મેકર્સને આશા છે કે દિશા વાકાણી પરત ફરશે

મુંબઈ5 મહિનો પહેલા

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં હાલમાં જ નવા નટુકાકા તરીકે કિરણ ભટ્ટની એન્ટ્રી થઈ છે. નવા નટુકાકાની એન્ટ્રી થતાં જ ચાહકોના મનમાં સવાલ છે કે હવે દયાભાભી ક્યારે આવશે? શા માટે પ્રોડ્યૂસર અસિત મોદી હજી સુધી દયાબેનને લઈને આવ્યા નથી?

'તારક મહેતા..'માં કામ કરવું હોય તો કલાકારોએ ઘણાં બધા નિયમો માનવા પડે છે. આ જ કારણે ઘણાં કલાકારો આ સિરિયલમાં આવતા અચકાય પણ છે. સિરિયલમાં છેલ્લાં પાંચ વર્ષથી દયાભાભી જોવા મળ્યા નથી. આટલું જ નહીં છેલ્લાં બે મહિનાથી તારક મહેતાનો રોલ પ્લે કરતાં શૈલેષ લોઢા પણ આવતા નથી.

દયાબેનનું પાત્ર હાલમાં નહીં આવે
એવી ચર્ચા થઈ રહી છે કે અસિત મોદી હાલમાં દયાબેનનું કાસ્ટિંગ કરશે નહીં. આટલું જ નહીં સિરિયલમાં છેલ્લાં ઘણાં સમયથી ટપુનો રોલ પ્લે કરતો રાજ અનડકટ પણ જોવા મળ્યો નહોતો. એમ માનવામાં આવે છે કે રાજે આ સિરિયલ છોડી દીધી છે. જો આ વાત સાચી હોય તો તેણે શા માટે હજી સુધી આ અંગે ઑફિશિયલ જાહેરાત કરી નથી. આ અંગે પણ અસિત મોદી વાત કરવા તૈયાર નથી.

'તારક મહેતા'ના રોલ માટેના ઓડિશન પણ ચાલુ થયા નથી
'તારક મહેતા'નો રોલ પ્લે કરતાં શૈલેષ લોઢાએ છેલ્લા બે મહિનાથી સિરિયલનું શૂટિંગ કર્યું નથી. માનવામાં આવે છે કે તેમણે પણ સિરિયલ છોડી દીધી છે, પરંતુ આ અંગે હજી સુધી ઑફિશિયલી કોઈ વાત કરવામાં આવી નથી. હાલમાં 'તારક મહેતા'ના રોલ માટેના પણ ઓડિશન શરૂ કરવામાં આવ્યા નથી.

કલાકારોને પણ કંઈ જ ખબર પડતી નથી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 'તારક મહેતા...'ના કલાકારોના ટ્રેક સિરિયલમાં ગમે ત્યારે બંધ કરી દેવામાં આવે છે અને ગમે ત્યારે શરૂ કરી દેવામાં આવે છે. કલાકારોને પણ ખ્યાલ નથી કે આખરે થઈ શું રહ્યું છે.

દિશા વાકાણી-શૈલેષ લોઢા પરત ફરે તેવી આશા
સૌથી ચોંકાવનારી વાત એ સામે આવી છે કે સિરિયલના મેકર્સને હજી પણ મનમાં ઊંડે ઊંડે એવી આશા છે કે દિશા વાકાણી તથા શૈલેષ લોઢા પરત ફરશે.

અસિત મોદીએ કહ્યું હતું, દયાબેનનું પાત્ર પરત ફરશે
ઉલ્લેખનીય છે કે થોડાં દિવસ પહેલાં જ અસિત મોદીએ કહ્યું હતું, 'દયાબેનનું પાત્ર પરત ફરશે, પરંતુ તે પાત્રમાં દિશા વાકાણી જોવા મળશે નહીં. દિશાના રિપ્લેસમેન્ટ માટેના ઓડિશન ચાલુ છે અને ટૂંક સમયમાં જ નવી એક્ટ્રેસ દયાબેનનું પાત્ર ભજવતી જોવા મળશે.'

શૈલેષ લોઢા પણ જોવા મળતા નથી
ઉલ્લેખનીય છે કે છેલ્લાં બે મહિનાથી સિરિયલમાં તારક મહેતાનો રોલ પ્લે કરનાર એક્ટર શૈલેષ લોઢા સેટ પર આવ્યા નથી. તેઓ આ શોમાં હવે પરત ફરવા માગતા નથી. તેમણે ડિજિટલ પ્લેટફોર્મ પર અન્ય એક શોમાં કામ કરવાનું શરૂ કરી દીધું છે.

આ ત્રણ કારણને લીધે સિરિયલમાં પરત ફરવા માગતા નથી

  • દિલીપ જોષી તથા શૈલેષ લોઢા વચ્ચે સારા સંબંધો નથી
  • શૈલેષ લોઢા છેલ્લાં 14 વર્ષથી આ સિરિયલમાં કામ કરી રહ્યા છે, પરંતુ તેમને ઓછું ફૂટેજ મળતું હોવાથી તેઓ આ વાતથી નારાજ છે.
  • સિરિયલના ઘણા એક્ટર્સે શૈલેષ લોઢા વિરુદ્ધમાં છે.