દિશા વાકાણીને શું થયું?:વાઇરલ વીડિયોમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના દયાભાભી બાળક સાથે ભાવુક જોવાં મળ્યાં

મુંબઈ25 દિવસ પહેલા

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' લોકપ્રિય સિરિયલમાંથી એક છે. છેલ્લાં 14 વર્ષથી ચાલતી સિરિયલનાં તમામ પાત્રો ચાહકોના દિલમાં વસે છે. હવે તો સિરિયલમાં ઘણાં પાત્રો નવાં પણ આવી ગયાં છે. આ દરમિયાન સિરિયલમાં દયાભાભીનો રોલ પ્લે કરતી દિશા વાકાણીનો એક વીડિયો વાઇરલ થયો છે.

વાઇરલ વીડિયોમાં શું છે?
વાઇરલ વીડિયોમાં દિશા વાકાણી ખોળામાં દીકરાને લઈને પોતાની વાત કરે છે. નાનકડો દીકરો આમ તેમ જોયે રાખે છે. વાત કરતાં કરતાં દિશા વાકાણીની આંખો ભીની થઈ જાય છે. તે સિમ્પલ સાડીમાં ને મેકઅપ વગર જોવા મળે છે. વીડિયોમાં દિશા વાકાણી પતિ અંગે વાત કરે છે અને પછી સિસ્ટમ સામે સવાલ ઉઠાવે છે. હાલમાં દિશા વાકાણીનો આ વીડિયો ઘણો જ વાઇરલ થયો છે. આ વીડિયો જોયા બાદ ચાહકોને આઘાત લાગ્યો છે અને તેઓ જાણવા માગે છે કે આખરે દિશા વાકાણી સાથે એવું તો શું થઈ ગયું કે તેણે સિસ્ટમ સામે સવાલ ઉઠાવ્યો?

શું છે વાઇરલ વીડિયોની સચ્ચાઈ?
દિશા વાકાણીનો જે વીડિયો વાઇરલ થયો છે તે હાલનો નથી. આ વીડિયો એક ફિલ્મનો સીન છે. આ ફિલ્મનું નામ 'સી કંપની' છે. આ ફિલ્મને સચિન યાર્ડીએ ડિરેક્ટ કરી હતી અને એકતા કપૂર-શોભા કપૂરે પ્રોડ્યુસ કરી હતી. ફિલ્મના લીડ રોલમાં તુષાર કપૂર, અનુપમ ખેર, રાજપાલ યાદવ, મિથુન ચક્રવર્તી, રાઇમા સેન જેવા કલાકારો છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નહોતી.

નોંધનીય છે કે દિશા વાકાણીએ 'તારક મહેતા..'માં કામ કર્યું તે પહેલાં કેટલીક ફિલ્મમાં કામ કર્યું હતું, જેમાં ગુજરાતી ફિલ્મ 'પાંદડું લીલું ને રંગ રાતો', 'પૈસો મારો પરમેશ્વર', હિંદી ફિલ્મ 'કમસીનઃ ધ અનટચ્ડ', 'દેવદાસ', 'મંગલ પાંડેઃ ધ રાઇઝિંગ', 'જોધા અકબર', 'લવ સ્ટોરી 2050' સામેલ છે.

ગયા વર્ષે બીજીવાર માતા બની
દિશાએ 2015માં મુંબઈના CA મયૂર પડિયા સાથે લગ્ન કર્યાં હતાં. દિશાએ 2017માં નવેમ્બર મહિનામાં દીકરી સ્તુતિને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ 2022માં દિશા દીકરાની માતા બની હતી.

ઓક્ટોબર, 2017થી શોમાં જોવા મળી નથી
દિશા વાકાણી 'તારક મહેતા..'માં 2008થી જોડાયેલી છે. દિશાએ ઓક્ટોબર, 2017થી મૅટરનિટી બ્રેક લીધો હતો. દિશા છ મહિનાના બ્રેક બાદ શોમાં પરત ફરવાની હતી. જોકે તે આજ દિન સુધી પાછી આવી નથી. આ દરમિયાન અનેકવાર એ વાતની ચર્ચા થઈ હતી કે દિશા વાકાણી શોમાં પરત ફરે છે. 2019માં ઓક્ટોબરમાં દિશા વાકાણી જોવા મળી હતી. એ સમયે દિશા વાકાણીએ ફોન પર જેઠાલાલ સાથે વાત કરી હતી. મીડિયા રિપોર્ટ્સના મતે, દિશાએ શોના એક એપિસોડ દીઠ 1.5 લાખ રૂપિયાની ડિમાન્ડ કરી છે. આ ઉપરાંત તેણે મેકર્સ પાસે શરત મૂકી છે કે તે દિવસમાં માત્ર ત્રણ કલાક જ શૂટિંગ કરશે, કારણ કે તે પોતાનો સમય પરિવારને આપવા માગે છે. જોકે પછી દિશા વાકાણી કે પ્રોડ્યુસર્સે આ અંગે કંઈ જ કહ્યું નહોતું.

અન્ય સમાચારો પણ છે...