શ્રદ્ધાંજલિ:નટુકાકા બબીતાને માનતા હતા પોતાની દીકરી તો રોશનભાભીને કહેતા 'તોફાની છોકરી'

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિરિયલના કલાકારોએ સો.મીડિયામાં નટુકાકાને શ્રદ્ધાંજલિ પાઠવી

77 વર્ષની ઉંમરમાં ઘનશ્યામ નાયકનું સૂચક હોસ્પિટલમાં સાંજે સાડા પાંચ વાગે ત્રીજી ઓક્ટોબરના રોજ અવસાન થયું હતું. ઘનશ્યામ નાયકના બીજા દિવસે એટલે કે ચોથી ઓક્ટોબરના રોજ અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. સો.મીડિયામાં 'તારક મહેતા'ના કલાકારોએ નટુકાકાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

કોણે શું કહ્યું?

મુનમુન દત્તા (બબીતા)એ સો.મીડિયામાં નટુકાકા સાથેની તસવીરો શૅર કરીને લાંબી પોસ્ટ શૅર કરી હતી. મુનમુને કહ્યું હતું, 'કાકા, પહેલી તસવીર તેમને છેલ્લીવાર મળી ત્યારની છે. પ્રતિકૂળ સંજોગોમાં તેમની લડવાની શક્તિ તથા પ્રેરણદાયી શબ્દો હંમેશાં યાદ આવશે. કિમોથરેપી બાદ તેમણે સંસ્કૃતના બે શ્લોક એકદમ વ્યવસ્થિત ઉચ્ચારણ સાથે બોલ્યા હતા. અમે સેટ પર તેમને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.'

વધુમાં મુનમુન દત્તાએ કહ્યું હતું, 'તેમણે હંમેશાં અમારા સેટ તથા અમારી ટીમ વિશે સારી વાતો કરે છે. તેઓ સેટને બીજું 'ઘર' કહેતા હતા. તેઓ મને 'દીકરી' કહીને બોલાવતા હતા અને તેમની દીકરી સમાન ગણતા હતા. તેઓ અમારી સાથે બહુ જ હસતા હતા. તેઓ તેમના સંઘર્ષની વાત કરતા હતા. તેઓ આખું જીવન કલાકાર રહ્યા છે. હું હંમેશાં તેમને સારા વ્યક્તિ તરીકે યાદ રાખીશ. ગયું વર્ષ તેમના સ્વાસ્થ્ય માટે ઘણું જ મુશ્કેલ રહ્યું હોવા છતાંય તેઓ હંમેશાં હકારાત્મક રહ્યા અને કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. તેમની સાથે જોડાયેલી અગણિત યાદો અને તેમના વિશે અઢળક વાતો કહી શકાય. કાકા સાથના 13 વર્ષો પસાર કરીને ધન્યતા અનુભવું છું. તમે હંમેશાં યાદ આવશો.'

જેનિફર મિસ્ત્રી (મિસિસ સોઢી, રોશનભાભી)એ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'માની ના શકાય...તે હંમેશાં મને જોઈને કવિતા કહેતા, આ તોફાની છોકરી, બિલાડીની ટોકરી. તેમને જ્યારે પણ મળો ત્યારે તેમના ચહેરા પર હાસ્ય રહેતું. તે ક્યારેય ગુસ્સે ના થતા અને અપસેટ પણ થતા નહોતા. મેં નાનપણથી તેમને ફિલ્મમાં જોયા છે. ક્યારેય વિચાર્યું નહોતું કે તેમની સાથે કામ કરવાની તક મળશે. ઘણાં જ સારા વ્યક્તિ હતા. નટુકાકાની આત્માને શાંતિ મળે. તમે હંમેશાં યાદ આવશો...'

અંબિકા રંજનકર (કોમલભાભી)એ કહ્યું હતું, 'તમે જ્યારે આસપાસ હો ત્યારે ક્યારેય કંટાળો ના આવે. મને વિશ્વાસ છે કે તમારા કારણે જ ભગવાન એન્ટરટેઇન થતાં હશે. તમારી આત્માને શાંતિ મળે. તમારી હકારાત્મકતા, ચિંતા બધુ જ યાદ આવશે.'

સોનાલિકા જોષી (માધવીભાભી)ની સો.મીડિયા પોસ્ટ
સોનાલિકા જોષી (માધવીભાભી)ની સો.મીડિયા પોસ્ટ
ભવ્ય ગાંધી (જૂના ટપુડા)ની સો.મીડિયા
ભવ્ય ગાંધી (જૂના ટપુડા)ની સો.મીડિયા
સમય શાહ (ગોગી)ની સો.મીડિયા
સમય શાહ (ગોગી)ની સો.મીડિયા